પરિચય
કોરોના ની મહામારી સમયે જ્યારે દેશ -વિદેશ માં કોરોના એ રોગ એ ભરડો લઈ લીધો હતો ત્યારે દરેક ન્યૂઝ ચેનલ , સમાચાર પત્રો અને સોશિયલ મીડિયા માં ફક્ત નેગેટિવ સમાચાર પ્રસારિત થઈ રહ્યા હતા. લોકડાઉન ના કારણે પરપ્રાંતિઓ ની હિજરત, સંપૂર્ણ વિશ્વ માં કરફ્યુ, હોસ્પિટલ માં બેડ ની અછત , ડોક્ટર-નર્સ સ્ટાફ ની અછત, દવાઓ ની અછત , ઑક્સીજન ની અછત અને તેના કારણે કોઈ ના કોઈ સ્વજન નું મૃત્યુ. આ બધા સમાચાર થી સમાજ માં ખૂબ જ નેગેટિવિટી પ્રસરી ગઈ લોકો માં ખૂબ ભય પેસી ગયો જેથી માનસિક બીમાર લોકો ની સંખ્યા માં પણ વધારો થવા લાગ્યો. આવા સમાચાર વાંચતાં કે સાંભળતા નબળા હ્રદય ના લોકો ને હાર્ટ એટેક આવ્યા ના પણ સમાચાર જોવા માં આવ્યા. આ પરિસ્થિતી જોતાં એવું લાગ્યું કે સમાજ માં ફક્ત નેગેટિવિટી જે રીતે ફેલાવવામાં આવી રહી છે તે યોગ્ય નથી. સમાચાર સાચા હોવા છતાં લોકો ના દિમાગ પર તેની ખૂબ જ ખોટી અને નકારાત્મક અસર પ્રસરી રહી છે. સમાજ આ દરમ્યાન પણ પોઝિટિવ ઘટના ઓ બનતી હતી પરંતુ તેને હાઇ લાઇટ કરવામાં આવતી નહોતી.
ધેય્ય
આપણા દેશ અને સમાજ માં ફક્ત ને ફક્ત સકારત્મક વિચારો જ ફેલાય , સવારે ઉઠતાં કોઈ પણ ઉમર ના વ્યક્તિ તે વાંચી પોઝિટિવિટી મેહસૂસ કરે અને પોતાનો દિવસ આનંદ થી પ્રસાર કરે તેવી ભાવના સાથે આ અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે. સકારાત્મક સમાચાર, દેશ અને દુનિયા ના સફળ ઉદ્યોગ સાહસિક ની ટૂંક મા સફળ ગાથા, પોઝિટિવ લેખ અને સામાજિક સમસ્યાઓના સચોટ ઉપાય દ્વારા વૃદ્ધ,યુવાન કે બાળક પોતાનું જીવન સકારત્મકતા સાથે પસાર કરે તે આશય થી આ વેબ સાઇટ બનાવવાનો આ વિચાર આવ્યો છે.