નિત્ય સમાચાર

શરદપૂર્ણિમાની શીતલ રાત્રી

હિંદુ પંચાંગમાં દર મહિને એક પૂનમ આવે છે. લોકો ખાસ કરીને પૂનમે ઉપવાસ કરતા હોય છે. સ્ત્રીઓ પૂનમના દિવસે ઉપવાસ કરીને વ્રત કરતા હોય છે. દરેક પૂનમે ચંદ્ર સોળે કળાએ ખીલે છે અને તેમાં ઘણી શીતળતા અને પ્રકાશ જોવા મળે છે. દરેક પૂનમ કરતા શરદ પૂનમને  સર્વ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. મોટી પૂનમ ગણવામાં આવે છે. શરદપૂર્ણિમા એ ચંદ્રને સહયોગ અશ્વિની નક્ષત્ર સાથે થાય છે. અશ્વિની નક્ષત્ર એ સર્વ નક્ષત્રોમાં પહેલું નક્ષત્ર છે. શરદપૂનમની માણેક કારી પૂનમ પણ કહેવામાં આવે છે. શરદપૂનમની રાતે ચંદ્રને દૂધપૌવા ધરાવીને એનો પ્રસાદ લેવામાં આવે છે. શરદ પૂનમના દિવસે ચંદ્ર પૃથ્વીની અત્યંત પાસે આવી જાય છે. તેના કિરણોની શક્તિ પણ વધી જાય છે. આ કારણે પૂનમની રાતે સમુદ્રમાં ભરતી આવે છે. શરદપૂર્ણિમાની શીતલ રાત્રીમાં ગોપીઓ અને રાધાથી ઘેરાયેલા ગોળાકાર વર્તુળમાં શ્રીકૃષ્ણએ રાસલીલાનો આરંભ કર્યો હતો. નવરાત્રીથી શરૂ થતા શરદોત્સવનું સમાપન શરદપૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. એક માન્યતા એવી છે કે શરદ પૂનમની રાત્રે ઘરની લાઈટો બંધ કરીને ચંદ્રના કિરણોમાં સોયમાં દોરી જે પરોવી શકે તેની આંખો સ્વસ્થ હોય છે. શરદ પૂનમ એટલે મહર્ષિ વાલ્મિકીનો જન્મ જયંતીનો દિવસ. સર્વ શ્રેષ્ઠ શરદ પૂનમના દિવસે વ્રત પૂર્ણ થતા લક્ષ્મી પૂજનનું ઘણું મહત્વ છે. મહાલક્ષ્મીની ઉપાસના માટે શરદ પૂનમનું અનોખું મહત્વ છે. ચંદ્રમાની પૂર્ણ કળાથી પ્રકાશિત રાત્રિમાં દેવી લક્ષ્મી વિહાર કરે છે અને ભક્તોને તન મન અને વિચારોથી ધરિદ્રતા દૂર કરવાનું વરદાન આપે છે. શરદ પૂનમના દિવસે ઘણા મંદિરોમાં હવન થતા હોય છે. એ દિવસે ભક્તો મોટા મોટા મંદિરોમાં દર્શન કરવા જાય છે. શરદપૂનમને દિવસે ગરબા ગવાતા હોય છે. એ દિવસે દૂધ પૌવાની પ્રસાદી હોય છે. શરદપૂર્ણિમાનુ મહાત્મય એટલે આ દિવસે લોકો જુદા જુદા ધાર્મિક સ્થળે ભગવાનના દર્શન કરવા જાય છે. રાતે રાસ ગરબા રમે છે. આ દિવસે ચંદ્ર પૂર્ણ આખો ગોળ થાળી જેવો દેખાય છે. એક કહેવત છે કે, જેમાં ચોખાના પૌવા સાકર દૂધ સાથે બનાવેલી ખીર બનાવવામાં આવે છે. આ ખીર ખાઈએ તો શરીર સ્વસ્થ રહે છે. આખી રાત આ રીતે ચંદ્રમાની રોશનીમાં ખીર રાખવાથી તે ખીર ઔષધી બની જાય છે. શરદ પૂનમના દિવસે ચંદ્રના કિરણોથી તમામ રોગોનો નાશ કરી દે છે તેવા ગુણ હોય છે. શરીર અને આત્મા બંને માટે પોષણરૂપ હોય છે.

Writer : Sapna Joshi || Teacher

Related Posts