નિત્ય સમાચાર લેખાનુભુતિ

જીવ અને શિવ એક થવાની રાત્રિ એટ્લે શિવરાત્રિ

મહાશિવરાત્રી એટલે શિવજીની પૂજા શિવજીના અનેક નામ છે. નીલકંઠ, ભોલેનાથ, વિશ્વનાથ આવા શિવજીના અનેક નામ છે. શિવજીને પોતપોતાની રીતે જ ભજે છે. ભક્તિ કરે છે. ભક્તો ઉપવાસ, પૂજા પાઠ, ધૂન બોલાવીને શ્રદ્ધાથી શિવજીને ભજે છે. મહાશિવરાત્રી એટલે શું? મહાશિવરાત્રી એટલે શિવ રાજી કરવાની રાત્રી મહાશિવરાત્રી કૃષ્ણ પક્ષની તેરસને મહાશિવરાત્રી કહે છે. શિવ જ્ઞાનના દેવતા તેમના મસ્તકમાંથી સતત જ્ઞાનની ગંગા વહે છે. તેમની ત્રીજી આંખ માંથી તેમને કામ દહન કર્યું હતું. શિવજી સદા સર્વદા કલ્યાણકારી પવિત્રતા જ્ઞાનના સાગર છે. ભગવાન શિવ બહુ જ ભોળા છે. એટલે તેમને ભોલેનાથ કહેવાય છે. તે ભક્તોને સદાય માટે ખુશ રાખે છે. તેમની ભક્તિ સાંભળે છે. મહાશિવરાત્રીએ પૂજાપાઠ કરવાથી પૂન્ય મળે છે. એકાદશી અષ્ટમી ચતુર્થી શિવરાત્રી બધા જ હિન્દુઓનો તહેવાર છે. શિવરાત્રી શંકર ભગવાનની રાત્રી કહેવાય. ભગવાન શિવજીનું વર્ણન કરીએ તો મસ્તકનો ચંદ્ર એ શીતળતાનું પ્રતીક છે. જટામાં ગંગાજી પવિત્રતા અને ધોધ છે. કંઠમાં વિષ બોધ આપે છે. ગળામાં સર્પની માળા છે. શિવજી સર્જક અને સંહારક પણ છે. તેમના તાંડવ નૃત્યમાં સંપૂર્ણ નકારાત્મક અસુરતાનો સંહાર છે. શિવલિંગએ આકાશ રૂપ બ્રહ્મ છે. તેમની પીઠિકા જગતજનની માતા જગદંબા છે. માતા પાર્વતી છે. શિવજીએ સમસ્ત દેવોનું સ્થાન છે. શિવજીના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે અને મધ્યમાં ભગવાન વિષ્ણુ છે. ઉપરના ભાગમાં ઓમકાર રૂપ ભગવાન શિવ બિરાજે છે.

https://divyamudita.com/shivratri-is-the-night-of-union-of-jiva-and-shiva/મહાશિવરાત્રીની એક વ્રત કથા છે. એક પારધી જંગલમાં રહેતો હતો. તે શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. શિવરાત્રીના દિવસે તે ધનુષ્ય બાણ લઈને શિકાર કરવા નીકળ્યો પણ કઈ જ શિકાર મળ્યો નહીં. આખરે પારધીએ વિચાર્યું કે, રાત્રિના સમયે સસલા અથવા હરણાં જરૂર જળાશય પર પાણી પીવા આવશે. ત્યારે ત્યાં મને શિકાર પ્રાપ્ત થશે. પારધી તળાવના કાંઠે જવા નીકળ્યો અને ત્યાં એક બીલીનું ઝાડ હતું. તેના ઉપર રાતવાસો કરવા ચડી ગયો. થોડીક વાર પછી એક મૃગ પાણી પીવા આવ્યું. પારધી એ ધનુષ્ય બાણ લઈને તૈયારી કરી તે જ વખતે પાણીનું મટકું સહેજ ત્રાસુ થઈ ગયું અને તેમાંથી પાણી ટપકીને નીચે પડવા લાગ્યું. પછી થોડા બીલીપત્ર તૂટીને પડવાથી નીચે ખરી પડ્યા. રાત્રિના બીજા પ્રહરે મૃગલા પાણી પીવા આવે. અને પારધી ધનુષ બાણ લઈને ઉભો રહે. પછી તે મૃગલીને ખબર પડી ગઈ ત્યારે મૃગલીને વાચા થઈ અને મૃગલી બોલી ઉઠી હે શિકારી મારે પણ તારી માફક નાનુ કુટુંબ છે. નાના નાના બચ્ચા છે. મને હમણાં મારતો નહીં. હું ઘરે જઈને મારા બચ્ચાને ખાવા પીવાનું પ્રબંધ કરીને આવું છું. પછી મને તું મારજે મૃગલીની આ વાત સાંભળીને પારધીને એનો પરિવાર યાદ આવ્યો. અને મૃગલીને હા પાડી બેઠો. પારધી પોતાના મૂર્ખાઈ પર ગુસ્સામાં આવીને વધુ ઝડપથી બીલીપત્ર તોડી તોડીને મૃગલી પર ગુસ્સે થવા લાગ્યો. બીલીના પાન નીચે પડવા લાગ્યા પારધી એ ભરી લાવેલું પાણી નીચે ટપકવા માંડયું અને ગુસ્સે થયેલા પારધી એ પોતાનો ગુસ્સો બિલી પત્ર ઉપર કાઢ્યો. તે બિલીપત્ર અજાણતા જ નીચે ફેંક્યા પરંતુ આ બીલીના ઝાડના નીચે શિવલિંગ હતું. પારધીના સદભાગ્ય વર્ષોથી અપુજ અને પાંદડાઓથી ઢંકાયેલા ભગવાન ભોલેનાથ નું સ્વરૂપ હતું. યોગાનું યોગ શિવલિંગ ઉપર જળ અને બીલીપત્ર અર્પણ થયા અને તે દિવસે શિવરાત્રી હતી. પારધી દ્વારા શિવ પૂજા અને વ્રત આપોઆપ થઈ ગયા અભિષેકનું પુણ્ય પ્રાપ્ત થઈ ગયું. એ દિવસે પારધીએ અન્ન નો દાણો અને પાણીનું ટીપું પણ લીધું ન હતું. એ દિવસે પારધીનો ઉપવાસ થઈ ગયો હતો. ભોળા પારધીથી અજાણે નિર્જળા શિવરાત્રી થઈ ગઈ. પછી મૃગલી પોતાના બચ્ચા સાથે આવી ગઈ અને પારધીને કહ્યું કે, હવે તમે અમને બધાને મારો અમે તૈયાર છીએ. પરંતુ પારધીના મનમાં, દિલમાં પ્રાણીઓ પ્રત્યે પ્રેમ જાગૃત થઈ ગયો લાગણી થઈ આ મુક પ્રાણીની સચ્ચાઈ અને સમર્પણ ભાવના નિહાળી અને તેની આંખમાંથી પાણી આવી ગયું અને પશુ પક્ષી પ્રત્યે પારધીને પ્રેમની ભાવના જાગૃત થઈ ગઈ. શિવલિંગ એવી શક્તિ છે કે, તે સ્વયં પ્રકાશમય છે. આથી રુદ્ર આસુરી કર્મ વાળી અને માનવને સ્વયં જ્યોત બનાવવા માટે બળ આપે છે. ખરેખર શિવજી, મહાદેવ બહુ જ ભોળા છે. શિવજીની ભક્તિપૂર્વક પૂજા સેવા કરો તો તેમની કૃપા સદાય માટે વરસથી રહે.

ઓમ નમઃ શિવાય

Writer : Sapna Joshi || Teacher

Related Posts