નિત્ય સમાચાર

ભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવારો પૈકીનો એક દશેરા

ભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવારો પૈકીનો એક છે દશેરા તેને લોકો ખૂબ ધામધૂમથી મનાવે છે. દેશના દરેક ભાગમાં આ તહેવારનો ઉત્સાહ જોવા મળે છે. પરંતુ અમુક એવા સ્થળો છે કે જે દશેરા મનાવવા માટે સમગ્ર દુનિયામાં ફેમસ છે. દશેરા પર્વ દર વર્ષે આસો મહિનાની શુક્લ પક્ષની 10 મી તિથિએ બનાવવામાં આવે છે. આ પર્વને મનાવવા માટે માન્યતા ઘણી બધી છે. માતા દુર્ગા એ આ દિવસે રાક્ષસનો નાશ કર્યો હતો. તેથી શારદીય નવરાત્રીના દસમા દિવસે આ ઉત્સવ મનાવવા આવે છે. ભારતમાં લોકો ખૂબ ધામધૂમથી દશેરાના પર્વ મનાવે છે. આ દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. નવરાત્રીની પૂજા હોય કે દશેરા આખા દેશમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. જેમાં માતા દુર્ગા માટે ખાસ સ્થાન બનાવવામાં આવે છે. દશેરાનો તહેવાર અનોખી રીતે મનાવવામાં આવે છે. અમુક જગ્યાએ દશેરાના દિવસે રામ રાવણનું નાટક ભજવે છે. આ જોવા માટે લોકોની મોટી ભીડ થાય છે. દશેરાના દિવસે ગરબા પણ રમાડવામાં આવે છે. લોકો રંગી બેરંગી કપડા પહેરીને ગરબા રમે છે. વેશભૂષાનું આયોજન કરે છે. દશેરાના દિવસે ઘણા સ્થળોએ રામલીલાનું પણ આયોજન કરવામાં આવે છે. દશેરા પર્વ પર રાવણ દહન કરીને અધર્મ પર ધર્મનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય, અત્યાચાર પર સદાચાર નો વિજય, અસત્ય પર સત્યનો વિજય, ક્રોધ પર દયા અને ક્ષમાનો વિજય આ રીતે દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. દશેરાના દિવસે ગુજરાતમાં  ફાફડા અને જલેબી ખાય છે. અમુક દેશોમાં દશેરા ઉપર મેળો પણ ભરાય છે. અંબાજી માતાજી નવરાત્રીના નવ દિવસ મહિષાસુર નામના રાક્ષસ સાથે અલગ સ્વરૂપોમાં યુદ્ધ કર્યું હતું. નવરાત્રીના દસમા દિવસે માં અંબા એ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. મહિસાસુર રાક્ષસનો વધ થયો તેની ખુશીમાં દશેરાને તહેવાર ઉજવવામાં આવી છે. દશેરાના દિવસે રામચંદ્ર એ લંકાના રાવણનો વધ કર્યો હતો જેની ઉજવણી રૂપે દરેક શહેરોમાં રાવણના પૂતળાને સળગાવવામાં આવે છે. આ રીતે દશેરા ને તહેવાર ઉજવવામાં આવે છે.
Writer :  Sapna Joshi || Teacher

Related Posts