નિત્ય સમાચાર

ક્રાંતિકારી તત્વચિંતક દાદા પાંડુરંગ શાસ્ત્રી

સંચાલક એટલે: સંત જેનો ચાલક છે, સંઘ જેની નિષ્ઠા છે, સંપ જેની પ્રતીતિ છે, સંસ્કૃતિ જેનું લક્ષ્ય છે. એક કડવું સત્ય છે.. સર્વસાધારણ લોકોના જીવનમાંથી દીનતા, લાચારી અને નિસ્તેજપણું દૂર થાય અને પ્રભુ પ્રેમનો નિર્મળ પ્રવાહ વહેતો થાય, જીવન ભાવમય અને ભક્તિમય બની રહે જે સ્થાપીતહીતોને ક્યારેય પચતું નથી. આ કડવા સત્યની ફ્લશ્રુતિએ ભારતમાં ફેલાયેલા અનેક અને બહુલક્ષી ધર્મ-સંપ્રદાયોએ ભારતીય વિવિધ કોમ-જ્ઞાતિઓને વિભાજીત કરી અનુયાયીઓના અલગ સમૂહમાં ટોળા ઉભા કરી નિજપણાની દેખીતી સ્પર્ધામાં આવા સ્થાપિતહીતો સમાજ-કલ્યાણ, વિકાસ, અને સમાજ-એકતાનું કાર્ય ભૂલી ગયા. પરંતું વાસ્તવમાં.. જે માણસને માણસ તરીકે જુએ, માણસને પ્રભુના અંશ (अहं ब्रह्मास्मि..) તરીકે જુએ અને તેમનામાં વધુ શું છે, ઓછું શું છે, તેનું આંકલન કરે.. દાદા દરેક માનવમાં પ્રભુનો અંશ જુએ છે. દરેક માનવમાં ભગવદ્દ-શક્તિ હોવાના નાતે “માનવ માત્રનું ગૌરવ” થવું જોઈએ તે મહામંત્ર લઈ પૂર્વજોની ભક્તિમય જીવનની પરંપરાને સાકાર કરી છે. કહેવત છે કે, નદીનું મૂળ અને ઋષિનું કુળ જાણવાનો પ્રયત્ન ન કરવો. હકીકતમાં ઋષિનું કુળ જાણવાથી સામાન્ય માનવને જીવનમાં પ્રેરણા મળે છે. સનાતન વૈદિક ઋષિ પરંપરા એ જ માણસની સાચી ઓળખ છે.
https://divyamudita.com/revolutionary-philosopher-dada-pandurang-shastri/આવા કપરા કાળમાં ઈ.સ. ૧૯૨૦ ની ૧૯ મી ઓક્ટોબરે મહારાષ્ટ્ર રાજ્યના રોહા ગામે એક બાળકનો જન્મ થયો. આ બાળકના પિતા વૈજનાથ શાસ્ત્રી અને માતા પાર્વતી શાસ્ત્રીના ઘરમાં વૈદિક પરંપરાથી જીવન જીવાતું એટલે બાળકમાં વૈદિક પરંપરાના સંસ્કારો ઉતરી આવવા એ સ્વાભાવિક છે. આ બાળકનું નામ હતું પાંડુરંગ શાસ્ત્રી. જેમ જેમ બાળક પાંડુરંગ યુવાન થતા ગયા ત્યારે તેઓ સંપ્રદાયોમાં વિભાજીત સમાજ જોઈને દુઃખી થયા. બાવીસ વર્ષની નાની ઉંમરે વિભાજીત સમાજને એક કરવાની તેમને મનમાં ગાંઠ વાળી. ૧૯૪૨ માં તેમણે ભગવદ્દગીતાને આધાર બનાવી જે પ્રવૃત્તિ શરૂ કરી તેને ” સ્વાધ્યાય ” નામ આપ્યું. ધીરે ધીરે તેમની પ્રવૃત્તિથી લોકો પ્રભાવિત થયા અને એક પરિવાર જેવું સ્વરૂપ સાકાર થતું ગયું ત્યારે ” સ્વાધ્યાય-પરિવાર ” એવું નામ ઉપસી આવ્યું. સ્વાધ્યાય એટલે સ્વનો અભ્યાસ કરીને પોતાની ભીતરથી સાચી ઓળખ કરી આધ્યાત્મિક પ્રયાણ કરવું. આ સંદેશાત્મક તત્વજ્ઞાન જન જન સુધી પહોંચાડવા માટે દાદાએ પ્રવચનોની શ્રેણી ઉભી કરી. એક ઉપદેશ બનવાને બદલે, ઊંચા આશને બેસવાને બદલે, માણસ બનીને માણસની વચ્ચે રહ્યા. જ્યાં માણસને કોઈ ભેદભાવ વગર માણસ નજીક લાવી એકતા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. સમાજ પર આનો ખૂબ જ પ્રભાવ પડ્યો અને માણસના વિચારોમાં ભક્તિની બેઠકના સાનિધ્યમાં સ્વાધ્યાય પરિવાર એક વિશાળ વટવૃક્ષ બની ગયું.
નિસર્ગ પ્રભુનું લખેલું પુસ્તક છે. તેને વાંચવા સુકોમળ, સંવેદનશીલ હૃદયની આવશ્યકતા છે. દાદા ઘણીવાર કહેતા; માનવ સમાજમાં જાતિવાદ અને રંગભેદ, વિચારભેદ માણસને માણસથી જુદો પાડે છે. આવા પરિબળોથી દૂર કરવા દાદાએ ભક્તિ પર ભાર મુક્યો. દાદાને સમજાયું કે, ભક્તિ જ એક એવી શક્તિનું માધ્યમ છે કે, તેના આધાર પર માણસને માણસથી વધુ નજીક લાવી શકાય છે. તેના સંદર્ભમાં દાદાએ મચ્છય ગંધા, અમૃતાલયમ, યોગેશ્વર કૃષિ જેવા કેટલાય પ્રયોગો કરીને માણસને કૃતિ ભક્તિથી જોડ્યા. જ્યાં દરેક સ્વાધ્યાયી નિર્ભયપણે, લઘુતાગ્રંથિ વગર સૌ ભગવાનના સંતાન છીએ એ ભાવથી એક મંચ પર એક કાર્ય ક્ષેત્રમાં સૌની નિ:સ્વાર્થ ભાગીદારીથી ભગવાન માટે નિષ્કામ કાર્ય ગૌરવભેર કરવું એ ભાવ નિર્માણ કર્યો. દાદાએ સમાજને એ પણ સમજાવ્યું કે, ટીલાં ટપકાં કરવાં, માળા ફેરવવી મંદિર જવું અને પૂજાપાઠ પાઠ કરવો એ સીમિત ન રહેતાં એથી વિશેષ ભક્તિ એટલે બીજા પ્રત્યે આદરભાવ કરવો. ભક્તિ એટલે બીજા માણસ જોડે લાગણી અને નિષ્કામભાવથી જોડાવું. ભક્તિ એટલે દરેક સાથે આદરપૂર્વક વર્તન કરવું.
https://divyamudita.com/revolutionary-philosopher-dada-pandurang-shastri/ભાવગીત અને સ્વાધ્યાય સમર્પિત ભક્તિની આ ક્રાંતિકારી વિચારધારાએ સમાજ પર ઊંડો પ્રભાવ પાડ્યો. દાદા માનતા કે, રશિયાએ ભીતિથી, અમેરિકાએ ભોગથી, ચીને મેલી કુટનીતિથી રાષ્ટ્રો ઉભા કર્યા છે. જ્યારે ભારત ભક્તિથી જ રાષ્ટ્ર ઉભું કરી શકશે. આ મહાપુરુષની દિર્ગદ્રષ્ટિએ આજે વર્તમાનમાં એ બદલાવ જોઈ રહ્યા છીએ. અનંત કાળથી આપણી ઋષિ પ્રેરિત વૈદિક વિચારધારા પર કેટલાય પ્રહારો થયા પરંતું આજે એ ધરોહર સચવાઈ રહી છે. દાદાના વિચારોથી માત્ર નાત, જાત, કોમ, ધર્મ કે ઊંચનીચના ભેદભાવો જ નહીં, પણ વિચાર અને ભાષાના ભેદ પણ ભક્તિની દ્રષ્ટિએ ભૂંસાયા. વિભાજીત થયેલા લોકો એકબીજાની નજીક આવે અને ભાવપૂર્વક જોડાય તેવા શુભ હેતુથી દાદાએ ભાવફેરી (ભક્તિફેરી) શરૂ કરી. ગામડે ગામડે સ્વખર્ચે સ્વાધ્યાય પરિવારના ભાઈ બહેનો જવા લાગ્યા અને દાદા વતી દાદાનું કામ કરવા લાગ્યા. દાદાની આ ઘર ઘરની ભાવફેરીથી લોકો ખૂબ જ પ્રભાવિત થયા. (નિ:સ્વાર્થ પ્રેમ અને નિ:સ્વાર્થ કર્મ કરતાં શીખીએ તે, માટે ભક્તિફેરી.) માત્ર લોકો જ નહીં પણ મુંબઇનો ફિલ્મ ઉદ્યોગ પણ પ્રભાવિત થતાં આર્ટ ફિલ્મો માટે જાણીતા પ્રોડ્યુસર/ડાયરેકટર એવા શ્રી શ્યામ બેનેગલે દાદાની પ્રવૃત્તિનો મેઇન વિષય બનાવી ઈ.સ. ૧૯૯૧ માં ” આંતર્નાદ ” નામની ફિલ્મ બનાવી. જે ઘણી સફળ રહી. પૂજ્ય દાદાના કાર્યયશમાં પૂજ્ય તાઈનું યોગદાન મહત્વનું છેઃ એ પણ ના ભુલાય. ભગદ્દગીતામાં અર્થ, રાજકારણ, શિક્ષણ, સમાજ, નીતિ, તત્વજ્ઞાન અને આધ્યાત્મ જેવા જીવનના વિવિધ ક્ષેત્રોમાં શ્રીકૃષ્ણનું જીવન દર્શન શ્રેષ્ઠ છે, જે દાદાએ તત્વજ્ઞાન આધારે સમાજને ઉમદા વિચાર આપી જીવન ગૌરવવંતુ બનાવ્યું. જેના પરિણામે તિર્થરાજ મિલનમાં આવેલા લાખો સ્વાધ્યાયી કાર્યકરોનું ઐક્ય અને પ્રભુએ આપેલ સાથ જોઈ એમ થયું આ પ્રભુનું કાર્ય છે તેમાં માનવનો સાથ હતો.
પોતાનું શીલ ઘડવા પ્રયત્ન કરે તે કૃતિશીલ… દાદાએ શરૂ કરેલ ‘સ્વાધ્યાય પરિવાર’ કોઈ સંપ્રદાય કે સંસ્થા નથી, પરંતુ એક સંગઠિત અને સુસંસ્કૃત વિશાળ પરિવાર છે. સ્વાધ્યાય પરિવારની પ્રવૃત્તિ દ્વારા દાદાએ સંપ્રદાયોમાં વિભાજીત મનુષ્યોને એક કર્યા અને લાગણી તથા આદરના તંતુ વડે બાંધ્યા. ખરા અર્થમાં દાદાએ મનુષ્યને સાચો મનુષ્ય બનાવી તેને એક મનુષ્ય તરીકેનું ગૌરવ અપાવ્યું. આ ગૌરવ દ્વારા તેમણે રાષ્ટ્રીય ઐક્ય પણ ઉભું કર્યું. પરિણામે દાદાનો વિચાર પ્રભાવ વિશ્વના ઘણા દેશોમાં પણ ફેલાયો. મનુષ્યને મનુષ્ય તરીકેનું ગૌરવ પ્રદાન કરાવી, ૮૩ વર્ષની જીવન સફર કાપી દાદાએ ૨૫ ઓક્ટોબર ૨૦૦૩ માં મનુષ્યોથી વિદાય લીધી. દાદાના પરમતત્વના વિલીનીકરણ પછી સ્વાધ્યાય પરિવારે તેમનો જન્મદિવસ ” મનુષ્ય ગૌરવદિન ” નામે ઉજવવાનું શરૂ કર્યું. દાદા આજે ભલે હયાત નથી પણ તેમના વિચારો રૂપે સદાકાળ હયાત રહેશે. આજે પણ દાદાએ શરૂ કરેલી સ્વાધ્યાય પ્રવૃત્તિ એટલા જ ઉમંગ ઉત્સાહથી નવા વિચારોથી ચાલતી રહી છે. પ્રખર ક્રાંતિકારી ચિંતક દાદા પાંડુરંગ શાસ્ત્રીજીને કોટી કોટી વંદન…

સંકલન : દિવ્યા મુદિતા ટીમ || ફોટો સોર્સ : ગુગલ

Related Posts