લેખાનુભુતિ

પિતા ને લાડકી દીકરી

પિતા અને પુત્રી નો સંબંધ ખૂબ જ અનોખો હોય છે. દરેક પુત્રી માટે તેના પિતા તેના જીવન ના ખુબ મોટા હીરો હોય છે. કોઈ પણ છોકરી ગરીબ હોય કે પૈસાદાર , નાની હોય કે મોટી હોય તે ક્યારેય પણ તેના પિતા વિષે ખરાબ સાંભળી શકતી નથી.

પિતા માટે પણ પોતાની દીકરી એક પરી હોય છે. પિતા તેમની દીકરીને દુનિયા ના દરેક સુખ આપવા માટે આખી જિંદગી મહેનત કરે છે. દીકરી નો જન્મ થાય ત્યારથી તેની દરેક ઈચ્છા પૂરી કરવા તે સતત પ્રયત્ન કરતાં હોય છે. પણ સામે દીકરી પણ એવું જ વિચારે છે કે હું કેવી રીતે પોતાના પિતા ઉપર ઓછો બોજ બનું. આજે આપણે એવા પિતા પુત્રી ની વાત કરીશું જેમણે પોતાની દીકરી ને કેવી સરસ ભેટ આપી ને આખી દુનિયામાં મા ઉદાહરણ પૂરું પાડ્યુ.

પિતા અને પુત્રી એક જ બાઈક ઉપર અમદાવાદ થી  લેહ નુ 1784 કીલોમીટર નુ અંતર કાપી ને ગયા. અને પોતાનો 15 દિવસ નો સમય એકબીજા સાથે પસાર કયૉ

અમદાવાદ મા રહેતા એક સાહસિક પિતા એ તેમની દીકરી ને ખૂબ અમુલ્ય ભેટ આપી અને જીવન ની યાદગાર ક્ષણો સાથે વિતાવી . પ્રકાશ ભાઈ ની દીકરી પ્રીયલ ના  લગ્ન છ મહિના પછી થવાના હતા. લગ્ન પછી તે ઓસ્ટ્રેલિયા જવાની હોવાથી તેમણે તેની સાથે એક ટ્રીપ નુ આયોજન કર્યું. પિતા અને પુત્રી એક જ બાઈક ઉપર અમદાવાદ થી  લેહ નુ 1784 કીલોમીટર નુ અંતર કાપી ને ગયા. અને પોતાનો 15 દિવસ નો સમય એકબીજા સાથે પસાર કયૉ. તેમણે પોતાના જીવન ના સારા નરસા અનુભવ પુત્રી સાથે વહેંચી ને સારું જીવન જીવવા ની શીખ આપી. રાજકોટ ના એક પિતા એ દીકરી ને કરીયાવર મા મનપસંદ પુસ્તક ની યાદી બનાવવાનું કહ્યું. તે યાદી પ્રમાણે પુસ્તકો ભેગા કરવામાં તેમને છ મહિના જેટલો સમય લાગ્યો અને લગ્ન પ્રસંગે દીકરી ની ઈચ્છા પ્રમાણે 2000 પુસ્તકો ભેટ આપ્યા અને પોતાનો દીકરી પ્રત્યેનો પ્રેમ પુરવાર કર્યો.

https://divyamudita.com/fathers-love-daughter/પિતા પુત્રી ના પ્રેમ ના તો  આવા ઘણા ઉદાહરણ છે. પિતા દેવું કરીને પણ પોતાની દીકરી ની દરેક ઈચ્છા પુરી કરે છે.આ એજ પિતા છે જે પોતાની દીકરી ને ખુશી ખુશી બીજા ના હાથ મા સોંપી દે છે, કન્યા દાન આપતા પિતા ના દિલ ની વેદના શું હશે એ કદાચ ભગવાન જ જાણતા હશે. ગમે તેવા પથ્થર હ્રદય નો માણસ હશે તો પણ પોતાની દીકરી ના વિદાય પ્રસંગે ભાગી પડે છે. દીકરી માનું બીજું સ્વરૂપ છે એટ્લે જ સાહિત્યકારો કહે છે કે જે ઘર માં દીકરી હોય તે ઘર માં જ પોતાની દીકરી ને પરણાવવી જોઈએ કારણ કે એક દીકરી નો બાપ જ બીજા દીકરી ના બાપ ની લાગણી ને સમજી શકે છે.  દરેક ને એક દીકરી તો હોવી જ જોઈએ તોજ તે સમજી શકે કે પોતાની દીકરી ને પારકા ને સોપવામાં કેવું દુઃખ થાય છે. એક જ દિવસમાં પોતાની દીકરી પારકી થઈ જાય છે. આજ ના સમય માં પણ સાસરે રહેલી દીકરી ને પોતાના પિતા ને મળવાની રજા લેવી પડે છે. તે ખૂબ જ દુખ ની વાત છે.

હવે તો સમય ઘણો બદલાઈ ગયો છે દીકરી ઓ પણ ભણી ગણીને પોતાના પગ પર ઊભી રહી સન્માન સાથે જીવે છે એ ઘણું જ સરસ છે પણ સાથે સાથે એ દીકરીઓ એ પણ એ ન ભૂલવું જોઈએ કે તે આખા સમાજ નો આધારસ્તભ છે તેમના ઉપર નવી પેઢી ની જવાબદારી છે. એટલે જ દરેક દીકરી એ પોતાના પિતા એ આપેલા સંસ્કાર અને સન્માન  સાથે રહીને એક ઉત્તમ જીવન જીવી ને પોતાના પિતા નુ અને પતિ નું અભિમાન બનવું જોઈએ.

https://divyamudita.com/fathers-love-daughter/Writer : તેજલ પટેલ , અમદાવાદ
સામાજિક કાર્યકર ,
સામાજિક સમસ્યા ના સલાહકાર

Related Posts