નિત્ય સમાચાર

પાલનપુરમાં ઇકો ફ્રેંડલી ગણપતિની મુર્તિ બનાવતા માં-દીકરી

આજે સમગ્ર વિશ્વ પ્રદૂષણની સમસ્યાથી ચિંતિત છે ત્યારે ગુજરાત સરકાર દર વર્ષે ગણપતિ અને અન્ય મુર્તિઓ માટીમાંથી બનાવવાનો આગ્રહ રાખે છે જેથી પર્યાવરણને નુકશાન ન થાય. પીઓપીથી બનેલી અને કેમિકલથી રંગાયેલી મુર્તિઓ જ્યારે પાણીમાં પધરાવવામાં આવે છે ત્યારે તે પાણી અને પાણીમાં રહેતા જીવોને નુકશાન કરી મોત સુધી લઈ જાય છે.

https://divyamudita.com/eco-friendly-ganesh-kiran-oza-palanpur/આસ્થા અને શ્રધ્ધાના પર્વ ગણેશ ચતુર્થીને હિન્દુ ધર્મના પ્રથમ પૂજનીય એવા ગણપતિ મહારાજના પૂજનની સાથે સાથે પર્યાવરણનું ધ્યાન રહે તે હેતુથી છેલ્લા 9 વર્ષથી પાલનપુરમાં રહેતા કિરણબેન ઓઝા માટીના ગણપતિ બનાવી પ્રકૃતિનું જતન કરવાનું કામ કરી રહ્યા છે. એક ડોકટર દંપતીએ તેમની કળાને જાણી ઇકો ફ્રેંડલી માટીની મુર્તિ બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. જેમના પ્રોત્સાહનથી દર વર્ષે તેઓ તેમાં આગળ વધતાં રહ્યા. જેમાં તેમની દીકરી અમી ઓઝાએ પણ સાથ આપ્યો અને આજે દર વર્ષે 100થી વધુ ગણપતિની મુર્તિ બનાવી રહ્યા છે.

તેઓ ધરતી અને ધરતી પર રહેતા તમામ જીવોના સ્વાસ્થ્યની સંભાળ રાખવાનો એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ નું માનવું છે કે જે ભગવાને આપણને સમગ્ર સૃષ્ટિને પૂજવા લાયક ગણાવી છે તેની પર કોઈપણ પ્રકારનો કચરો નાખી તેને ગંદીના કરવી જોઈએ. તેઓનું એકમાત્ર લક્ષ્ય છે કે આપણે ભગવાનની પુજાની સાથે સાથે શક્ય તેટલી સ્વછતા રાખી ધરતી માતાનું ઋણ ચૂકવીએ. કિરણબેન અને તેમની દીકરી અમીનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે તેમના વિચારો અને તેમની ભાવનાને વંદન.

 

સંકલન : હની પ્રજાપતિ , દિવ્યા મુદિતા ટીમ

 

Related Posts