લેખાનુભુતિ

કૃષ્ણ સુદામાની મિત્રતા

કૃષ્ણ સુદામા ખરી મિત્રતા સાંદિપની નામે એક ઋષિ હતા. એમના આશ્રમમાં અનેક વિદ્યાર્થીઓ વિદ્યા અભ્યાસ કરવા આવતા. ગુરુના આશ્રમમાં વિદ્યા અભ્યાસ કરવા આવતા ત્યારે કોઈ ગરીબ સંતાન હોય, તો કોઈ ધનિકોના સંતાનો પણ હોય છે. બ્રાહ્મણોના સંતાનો પણ હોય છે. અને કોઈ રાજકુમારો પણ હોય છે. ગુરુના આશ્રમમાં કશો ભેદભાવ નથી હોતો. કોઈ ઊંચ નીચ, ગરીબ , ધનિક આવો કોઈ જ ભેદભાવ ન હોતો. ગુરુના આશ્રમમાં સૌ સરખા હોય છે. આ ગુરુના આશ્રમમાં દરિદ્ર બ્રાહ્મણનો પુત્ર સુદામા અને રાજા નો કુંવર કૃષ્ણ સાથે ભણતા હતા. કૃષ્ણના ભાઈ બલરામ પણ આ આશ્રમમાં રહેતા હતા. કૃષ્ણ અને સુદામા વચ્ચે ગાઢ મૈત્રી હતી. તે બંને વેદ પાઠ સાથે કરે. તે બંને એક સાથે પથારીમાં સુવે, એક સાથે જમે, એક સાથે રમે, આ બંને વચ્ચે એવી મૈત્રી હતી કે, જાણે શ્વાસ બે પણ પ્રાણ એક. ગુરુના આશ્રમમાંથી છુટા પડ્યા પછી શ્રીકૃષ્ણ દ્વારકાના રાજા થયા અને દરિદ્ર બ્રાહ્મણ સુદામા એ નાનકડા ગામમાં પોતાનો ઘર સંસાર શરૂ કર્યો. સુદામા નું એ ગામ હાલના પોરબંદર શહેરની આસપાસનું કોઈ સ્થાન છે. બંને મિત્ર છૂટા પડ્યા પછી વર્ષો સુધી એકબીજાને મળી શક્યા નહીં. સુદામા દરિદ્ર હતા પણ સ્વમાન વાળા એટલા હતા. તે કોઈના પાસે કશું જ માંગતા ન હતા. પ્રભુ ભક્તિ કરવી અને સંતોષી રહેવું. સુદામા તો ભૂખ્યા રહીને ભજન કરે, તેમની પત્ની પણ સુદામા સાથે ભજન કરે અને ભૂખ્યા રહે. પરંતુ તેમના બાળકો તો ભૂખ્યા ના રહી શકે ને? બાળકો અન્ન વગર બૂમાબૂમ કરે તે તેમની માતા થી જોઈ ના જવાય અંતે એક દિવસ સુદામાના પત્નીએ સુદામાને કહ્યું, કે આ બાળકો અન્ન વગર ભૂખ્યા રહે છે. તે અન્ન વગર રોએ છે. તેમની પીડા હું જોઈ નથી શકતી. તમે આપણા બાળકો માટે ગમે તે કરીને અન્ન લાવો. પરંતુ સુદામા તેમને કહે છે કે, પ્રભુજી આપે તેમાં સંતોષથી રહેવાનું અને પ્રભુના ભજન કરવાના. આ સાંભળીને તેમની પત્નીએ કહ્યું, કે બાળકો અન્ન વગર રાડ પાડે છે. આ તમારું જ્ઞાન મને નથી ગમતું. આ નિર્દોષ બાળકોનું શું? સુદામા ના પત્નીએ કહ્યું, તમે આ બાળકો માટે કંઈક કરો ત્યારે સુદામાના પત્નીએ કહ્યું, કે દ્વારકાના રાજા શ્રીકૃષ્ણ તમારા મિત્ર છે. તમે એમની પાસે જાવ હવે મારાથી દુઃખ સહન નથી થતું. ત્યારબાદ સુદામા શ્રીકૃષ્ણ પાસે જવા તૈયાર થયા. તેમની પત્ની પડોશમાં જઈને થોડા તાંદુલ લઈ આવી અને જેમ તેમ ગાંઠો વાળી પોટલીમાં તાંદુલ બાંધીને આપીને બોલી , તમારા મિત્રને આ તાંદુલ ભેટ આપજો.

https://divyamudita.com/friendship-of-krishna-sudama/સુદામા ચાલતા ચાલતા દ્વારકા પહોંચી ગયા. દ્વારકા તો સોનાની નગરી, આ નગરીમાં સુદામા પહોંચી ગયા. સુદામા એ ફાટેલા કપડાં પહેરે છે. તેમની દાઢી વધેલી છે. ફાટેલા કપડા ઉપર ધૂળ જામી ગઈ છે. આ શ્રીમંત નગરીમાં આવો દરિદ્ર બ્રાહ્મણ પહેલીવાર જ આવતો હતો. બીજી બાજુ દ્વારકાનું વર્ણન જોઈને સુદામા વિચારતા હતા કે, આ પ્રભુની લીલા કેવી છે. આ કૃષ્ણ ગોકુળમાં ગાયો ચરાવતો હતો, ગુરુ માટે લાકડા લેવા જતા હતા. આમ વિચાર કરતા કરતા સુદામા શ્રીકૃષ્ણના ભવ્ય દ્વારમાં પહોંચી ગયા ત્યારે દ્વારપાલે સુદામાને અંદર પ્રવેશતા અટકાવ્યા એટલે સુદામા એ કહ્યું કે, તમારા રાજા ને કહો કે સુદામા આવ્યો છે. સુદામા નામ પડતા શ્રીકૃષ્ણ બહુ ખુશ થઈ ગયા અને બોલ્યા અરે મારો બાળ મિત્ર સુદામા આવ્યો છે. શ્રી કૃષ્ણ દ્વારપાલને કહે, જાવ તેમના સ્વાગત ની તૈયારી કરો. કહેતા જ શ્રીકૃષ્ણના આંખોમાં આંસુ આવી ગયા. શ્રી કૃષ્ણ ખુશી ખુશી માં દોડ્યા સુદામા પાસે પહોંચ્યા અને સુદામા ને ભેટી પડ્યા. વર્ષો પછી બે બાળ મિત્ર મળ્યા હતા. તેના હૃદય ભરાઈ આવ્યા. શ્રી કૃષ્ણની રાણીઓ પતિના મિત્રના સ્વાગત ની તૈયારીઓ કરવા માંડી. શ્રી કૃષ્ણ મિત્રને બાથમાં લઈ આવ્યા ત્યારે તેમની રાણીઓ જોતા જ રહ્યા, કે આવા દિન દરિદ્ર માણસ શ્રીકૃષ્ણને મિત્ર રાણીઓ આમ વિચારતી હતી ને એકબીજા સામે જોઈને હસી લેતી હતી. શ્રીકૃષ્ણને તો ઉમંગ પાર ન હતો. અને સુદામાનું દ્વારકા નગરીમાં સ્વાગત કર્યું. સુદામાને આગ્રહ કરીને શ્રીકૃષ્ણએ દ્વારકા થોડા દિવસ રોક્યા પણ સુદામા મનમાં વિચારતા હતા પોતે આવે છે તો શ્રીકૃષ્ણની સહાય લેવા પણ સુદામા બોલી નથી શકતા, તેમની જીભ ઉપરથી નથી સુદામાને તેમના પત્નીએ તાંદુલ ની પોટલી આપી હતી તે શ્રીકૃષ્ણને આપતા સંકોચ થતો હતો. પરંતુ શ્રીકૃષ્ણને ખબર પડી ગઈ અને કહ્યું સુદામા મારા માટે કંઈક ભેટ લાવ્યા છો. તેમને જોયું કે આ તાંદુલની પોટલી ત્યારે શ્રીકૃષ્ણએ આ તાંદુલ મુઠ્ઠીભર લઈને ખાવા માંડ્યા. શ્રીકૃષ્ણ તાંદલ થઈને બહુ જ ખુશ થઈ ગયા. સુદામા થોડા દિવસ રોકાઈ ગયા અને શ્રીકૃષ્ણ અને સુદામા બાળપણની વાતોચીતો કરતા, બંને મિત્રો એક સાથે થોડા દિવસ રહ્યા. પરંતુ સુદામા કહે છે કે હવે મારે જવું પડશે. સુદામા વિચારે કે હું જે કામ માટે આવ્યો છું. એક કામ હું શ્રીકૃષ્ણને કેવી રીતે કહું. અને સુદામા ખાલી હાથે પાછા ફરતા હતા. અને રસ્તામાં વિચારતા હતા આ કૃષ્ણ કેવો લોભિયો નીકળ્યો આટલો બધો વૈભવ હોવા છતાં ફૂટી કોડી આપી નહીં. સુદામા કહે છે કે, કઈ નહિ ભગવાન એવી ઈચ્છા હશે. આમ વિચાર કરતા કરતા સુદામા ઘરે પાછા ફર્યા. પરંતુ ઘર પાસે પહોંચતા જ જ્યાં તૂટીફૂટી ઝૂંપડી હતી. ત્યાં મહેલ બની ગયું હતું. સુદામા વિચારે છે કે, કે હું ભૂલો તો નથી પડ્યો ને? ક્યાં ગઈ મારી પત્ની, ક્યાં ગયા મારા બાળકો ત્યારે સોળે શણગાર સજેલી સ્ત્રી એમના પાસે આવીને બોલી કે તમે આવી ગયા. સુદામા તેમના પત્ની અને બાળકોને ઓળખી ના શક્યા પછી તેમની પત્ની સુદામાને પ્રેમપૂર્વક અંદર લઈ ગઈ અને શ્રીકૃષ્ણએ કેવી કૃપા કરી હતી એની વાત કરી. પત્નીની વાત સાંભળી સુદામાની આંખોમાં પ્રેમના, હર્ષના ભક્તિના આંસુ આવી ગયા.
Writer : Sapna Joshi || Teacher

Related Posts