લેખાનુભુતિ

આને કહેવાય વિશ્વાસ, આને કહેવાય આસ્થા

રાત્રીના બે વાગ્યા હતા.એક શ્રીમંત માણસને નીંદર નહોતી આવતી.પડખા ફરી ફરીને થાક્યો.ચા પીધી સીગારેટ પીધી.અગાશીમા ચક્કર મારી પણ ક્યાંય ચેન ન પડે.આખરે થાકીને એ માણસ નીચે આવ્યો, પાર્કીંગમાંથી કાર બહાર કાઢી અને શહેરની સડકો પર ફરવા નીકળી ગયો. ફરતા ફરતા એને એક મંદિર દેખાયું મનમા થયું, ચાલ થોડીવાર આ મંદિર મા જાવ.ભગવાન પાસે બેસું.પ્રાર્થના કરુ.મને થોડી શાંતિ મળે.એ માણસ મંદિરમાં ગયો.જોયું તો ત્યાં એક બીજો માણસ પણ ત્યાં સામે બેઠો હતો, ઊદાસ ચહેરો.. આંખો મા કરુણતા.. એને જોઈ ને આ માણસ ને દયા આવી.પૂછ્યું “કેમ ભાઈ આટલી મોડી રાત્રે..?” પેલા એ વાત કરી “મારી પત્ની હોસ્પિટલમાં છે. સવારે જો ઑપરેશન નહીં થાય તો એ મરી જશે અને મારી પાસે ઓપરેશનના પૈસા નથી”. આ શ્રીમંત માણસે ખીસ્સામાથી રુપીયા કાઢયા એ ગરીબ માણસને આપ્યા અને પેલાના ચહેરા પર ચમક આવી પછી આ શ્રીમંત માણસે એને પોતાનું કાર્ડ આપ્યું અને કહ્યું.”હજું પણ ગમે ત્યારે જરૂર હોય તો આમા મારો નંબર છે, મને ફોન કરજો,એડ્રેસ પણ છે,રુબરુ આવી ને મળજો સંકોચ ન રાખશો.” પેલા ગરીબ માણસે કાર્ડ પાછુ આપ્યું અને કહ્યું “મારી પાસે એડ્રેસ છે આ એડ્રેસની જરૂર નથી ભાઈ”. અચંબો પામીને શ્રીમંત માણસે કહ્યું.”કોનું એડ્રેસ છે..?” પેલો ગરીબ માણસ મરક મરક હસતા બોલ્યો.”જેણે રાતના સાડાત્રણે તમને અહીં મોકલ્યા એમનું”..
સાહેબ,, આને કહેવાય વિશ્વાસ , આને કહેવાય આસ્થા.

સંકલિત : દિવ્યા મુદિતા ટીમ || ફોટો સોર્સ : ગુગલ

Related Posts