નિત્ય સમાચાર

શ્રમજીવી પરિવારના બાળકોમાં સંસ્કારનું સિંચન કરતા ડોક્ટર કલાબેન

શ્રમજીવી પરિવારના બાળકોમાં સંસ્કારનું સિંચન કરવા એજ્યુકેશન અંડર ટેન્ટ ની શરૂઆત. સમાજમાં ઘણા એવા પરિવાર છે. જેમની સ્થિતિ સારી ન હોય તે બાળકો શિક્ષણ લઈ શકતા નથી. કેટલી વાર એવું બને છે કે શ્રમજીવી માતા પિતા વ્યસન કરતા હોય છે. આ માતા પિતા મજૂરી કરીને વ્યસનમાં તેમના પૈસા ગુમાવે છે. તો તેની અસર સીધી તેના બાળકો ઉપર થાય છે. અને આ માતા પિતાને જોઈને નાની ઉંમરમાં બાળકો પણ વ્યસન ચાલુ કરે છે. તેને લીધે બાળકો ખોટી લતે ચઢી જાય છે. શહેરના નારણપુર વિસ્તારમાં આવેલા સ્કાય લાઈનમાં રહેતા અને ઘણા વર્ષો સુધી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરનાર ૮૧ વર્ષીય ડોક્ટર કલાબેન શાહે જરૂરીયાત મંદ પરિવારના બાળકોને માત્ર સારા સંસ્કારોનું જ્ઞાન અપાવીને શરૂઆત કરી હતી. ડોક્ટર કલાબેન શાહ એ કહ્યું કે, આ બાળકોને ભણવા કરતાં અધિક સંસ્કાર સારા હોવા જોઈએ, બાળકોના સંસ્કાર સારા હશે તો એ બાળકોનો વિકાસ થશે અને બાળકો વ્યસન મુક્ત થઈ જશે. કલાબેન કહે છે કે, બાળકો આવતીકાલનું ભવિષ્ય છે દરેક માતા-પિતા બાળકના ગુરુ છે. બાળક જેવું જુવે એવું શીખે. સમાજમાં ઘણા ગરીબ પરિવાર છે. આ પરિવારના બાળકો સ્કૂલમાં જતા હોતા નથી તથા માતા પિતા વ્યસન કરતા હોય છે જેને લીધે બાળકો પણ વ્યસન વ્યસનની બની જાય છે. તે બાળકો ખોટા રસ્તે ચડે છે. તે માટે આ બાળકો વ્યસની ન બને અને તે બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય અને ઉમદા સારા નાગરિક બને તેઓ એમનો પ્રયાસ છે.

https://divyamudita.com/doctor-kalaben-instilling-sanskar-in-the-children/ડોક્ટર કલાબેન શાહ એ અમૃત મંગલ ચેરીટેબલ ની સ્થાપના કરીને એજ્યુકેશન અન્ડર ટેન્ટ બાળકોને સારા સંસ્કારો શીખવાડે છે. ત્રણ થી દસ વર્ષના નાના બાળકો ગોતા વિસ્તારમાં ટેન્ટમાં બેસીને સંસ્કાર આપે છે. ડોક્ટર કલાબેન શાહે આવા 100 ગામમાં ટેન્ટ થી સંસ્કાર આપવાનું લક્ષ્ય છે. માતા પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી આ બાળકો શાળામાં અભ્યાસ કરવા માટે જ નહીં પરંતુ આવા બાળકોને જીવન જીવવાની દિશા મળી રહી છે. અને સારા સંસ્કાર બાળકોને મળી રહ્યા છે. હાલમાં ડોક્ટર કલાબેન શાહ ખુલ્લા ટેન્ટમાં બેસીને તેમના સંસ્કાર વિશે અને દરેક પ્રવૃત્તિ બાળકોને કરાવી છે. એટલે કે ડોક્ટર કલાબેન બાળકોને એક્ટિવિટી દ્વારા માત્ર સંસ્કાર નું જ્ઞાન મેળવી રહ્યા છે. જેથી કરીને બાળકોને સારા સંસ્કાર આવે. બાળકો વ્યસન મુક્ત થઈ જાય. અને આ બાળકોનું ભવિષ્ય સુધરે તે માટે ડોક્ટર કલાબેન ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે.

સંકલન : સપના જોશી || શિક્ષિકા 

Related Posts