નિત્ય સમાચાર

બાળકોને નાની ઉંમરમાં જ આત્મનિર્ભર બનાવો

બાળકોને નાની ઉંમરમાં જ આદત શીખવી દો આત્મનિર્ભર બનાવવામાં મદદ મળશે. આજકાલ દરેક માતા પિતા પોતાના બાળકનો સારી રીતે ઉછેર કરે છે. દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે, મારુ બાળક બાળક ભણી ગણીને આગળ જાય અને સારી નોકરી મળે , સારો બિઝનેસ સાચવે. પરંતુ કેટલીક વાર આપણે બાળકોને એટલા લાડથી ઉછેરીએ છીએ કે તે બાળકોને ઘરેલુ કામ શીખવવાનું ભૂલી જઈએ છીએ. ઘણા એવા બાળકો હોય છે કે જેમનામા આત્મવિશ્વાસની અછત હોય છે. બાળક એકલતામાં જ રહેવાનું પસંદ કરે છે. અન્ય બાળક સાથે હળી મળીને રહેતા નથી. તે શરમાતા હોય છે. બાળક સ્માર્ટ, બુદ્ધિશાળી અને ચંચળ હોવું જોઈએ. બાળકોને તેમના ઘરમાં નાના-મોટા કામ આપીને તેમને એક્ટિવ બનાવો. નાની ઉંમરમાં જ બાળકોને કામ કરતા શીખવું જરૂરી છે. નાના-નાના કામ બાળક પાસે કરાવતા રહેશો તો તેમના દિમાગનો પણ વિકાસ થશે. બાળકોને સમજ આપવી જોઈએ, કે તમારી ડીશ જમીને તમારી જાતે જ લેવી જોઈએ, કોઈ મહેમાન આવી ગયું હોય તો તેમને પાણી આપવું જોઈએ, ઘરમાં મોટા સભ્યો હોય તેમની મદદ કરવી જોઈએ. કામ કરવાથી બાળકો પોતાની જાતે જ કામ કરવાની ટેવ કેળવે છે અને તેઓ પોતાના પર નિર્ભર રહેતા શીખે. બાળક છ સાત વર્ષની ઉંમરે પહોંચે ત્યારે ત્યાં સુધી તેમને જાતે શાળાએ જવા માટે તૈયાર થવાનું કહો. જેમકે વાળ બાંધવા , શુઝ અને મોજા જાતે પહેરે, તેમના કપડાં જાતે પહેરે બાળક નાનું મોટું કામ જાતે કરી દે તો બાળક આત્મનિર્ભર બની શકે છે. બાળકોને બીજા બાળકો સાથે વધુ સમય પસાર કરવા દો તે જ્યાં રહેતા હોય ત્યાં હોય ત્યાં સોસાયટી ગલી, મોહલ્લો, ત્યાં બાળકને વધુ સમય પસાર કરવા દો તેનાથી બાળકને બુદ્ધિ અને સામાજિક કૌશલ્ય વધે છે. બાળકને થોડા સમય એકાંતમાં બેસવા દો, બાળક થોડા સમયે એકલું બેઠું હોય તો બાળક કંઈક નવું વિચારે છે, બાળક નવું કંઈક કરવા માટે વિચારતા હોય છે. બાળકને એકલા ભણવા માટે પ્રોત્સાહન આપશો તેની સાથે સાથે તેમને પ્રવૃત્તિ કરાવો , સંગીત સંભળાવો, ડાન્સ કરાવો, ભગવાનના ગીતો સંભળાવો, ગેમ રમાડો તેનાથી બાળકોને મૂડ ફ્રેશ થશે અને તેનાથી નવું શીખવા મળશે. બાળકોને સુવાનો, જમવાનો , નાહવાનો, ભણવાનો વગેરેનો સમય નક્કી કરો તેનાથી આત્મનિર્ભર બની શકે છે. બાળકોને ભણવા સાથે સાથે બીજું કામ પણ શીખવું જરૂરી છે. બાળકોને અન્ય પ્રવૃત્તિ કરાવવી જોઈએ, તેમની સાથે સાથે બાળકોને શિસ્ત હોવી જોઈએ, કંઈક વ્યસન ના હોવું જોઈએ. તો જ બાળકો નો વિકાસ થશે. આ કાર્ય બાળકોને આત્મ નિર્ભર બનાવવામાં મદદ કરે છે.

Writer: Sapna Joshi || Teacher

Related Posts