લેખાનુભુતિ

ત્રેવડ-કપરા કાળની સંજીવની

કહેવાય છે કે જીવન જીવવાની રીતભાત શીખવતું અને તમામ પ્રકારના માનવજીવનને સ્પર્શતા પ્રશ્નોનું નિરાકરણ લાવતા શાસ્ત્રો એટલે શત્ શાસ્ત્રો ! આ શાસ્ત્રો અને પવિત્ર ગ્રંથો માનવનના જીવનમાં ડગલે ને પગલે ઉદ્ભવતી સમસ્યાઓના નિરાકરણ માટે  ઉપયોગી થઈ પડે છે. કહેવાય છે કે જો માનવ સંસ્કૃતિ અને સાહિત્ય ને સારી રીતે પચાવે તો બેશક ગમે તેવા કપરા કાળમાં પણ તેનું અસ્તિત્વ અકબંધ રાખી શકે છે.

પરિવર્તન એ સંસારનો નિયમ છે.એટલે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ ! આ સિલસિલો માનવજીવન અને ઋતુચક્ર ને સ્પર્શે છે.ૠતુચક સંદર્ભે જોઈએ તો  શિયાળા પછી ઉનાળો અને વળી પાછું ચોમાસુ

https://divyamudita.com/kaparakalnisanjivani/આપણે જાણીએ છીએ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે.એટલે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ ! આ સિલસિલો માનવજીવન અને ઋતુચક્ર ને સ્પર્શે છે.ૠતુચક સંદર્ભે જોઈએ તો  શિયાળા પછી ઉનાળો અને વળી પાછું ચોમાસુ, આ બાબત સૌ કોઈ જાણે જ છે.આમ જોવા જઈએ તો માનવ સહજ સ્વભાવ એવો છે કે જ્યારે તેને  ચો તરફથી સુખ આવે છે  ત્યારે તે એટલો ઉછ્ળાંનછ્ળ બને છે કે તે કુદરતના એટલે કે પ્રકૃતિના નિયમ અને સિદ્ધાંતને ઘોળીને પી જાય છે. અને દેખાદેખી કે આંધળા ખર્ચા કરવામાં સહેજ પણ પાછી પાની કરતો નથી. પોતાનું સઘળું ધન અથવા તો પુંજી આનંદ પ્રમોદ, અને મોજ મસ્તીમાં ખર્ચી નાખે છે. પોતાના પરિવાર કે ભવિષ્યની સહેજ પણ ચિંતા કર્યા વિના અલમસ્ત બની સઘળી પુંજી કોઈપણ પ્રકારના સબળ પ્લાનીંગ વિના રફેદફે કરી દેતો હોય છે. અને વળી ત્યાંજ કુદરતનો ઘટનાક્રમ સુખ પછી દુઃખ ડોકિયું કરીને ઊભો હોય છે. જો કે અપવાદરૂપ આવા લોકો હોય છે. હવે તો લોકો સજાગ બન્યા છે પરંતુ ક્યાંકને ક્યાંક સમાચાર પત્રો અથવા તો આજુબાજુના સામાજિક વર્તુળમાં એવા કિસ્સા જોવા મળતા હોય છે કે જે આવી રીતે પોતાની મિલકત અથવા તો આવડત ને ચોક્કસ પ્રકારના સાનુકૂળ આયોજનમાં ગોઠવી શકતા હોતા નથી. અને કપરા કાળમાં પોતે અથવા તો પોતાના પરિવારને મુશ્કેલીમાં મુકી દેતા હોય છે.અરે એટલું જ નહીં આર્થિક ભીંસને કારણે વ્યક્તિ પોતે અથવા તો કુટુંબના સઘળા પારિવારિક સભ્યોની જીવનલીલા સંકેલવા સુધીના કિસ્સા નોંધપાત્ર બન્યા છે.આજે આપણે વાત કરીએ કોરોના કાળની.

લાચાર માનવી પેટ ભરીને પસ્તાય છે. સતત પોતાની કરણી પર પશ્ચાતાપ કરે છે અને વિચારે છે કે ધનનો વ્યય ન કરતા, આવડત અને કુનેહપૂર્વક ધન બચાવ્યું હોત તો આજે આપણે આ ગંભીર પરિસ્થિતિનો ઈજ્જત થી મુકાબલો કરી શક્યા હોત.

છેલ્લા દોઢેક વર્ષથી ધંધા રોજગારથી માંડી તમામ પરિસ્થિતિમાં ઠેર ઠેર માનવનું  વેદનાસભર ચિત્ર જોવા મળ્યુ ! કોઈક રોટલા માટે તો કોઈક ઓટલા માટે તો વળી કોઈક આરોગ્ય સુવિધાઓ માટે વિહ્વળ બન્યું હોય. જોકે પરિસ્થિતિજન્ય સુવિધાઓ કેટલેક અંશે સરકાર, સહકારી સંસ્થાઓ, સામાજિક સંગઠનો અથવા તો એનજીઓ મારફતે ઉભી કરવામાં આવી અને પ્રાથમિક તબક્કે માનવનું જીવન ધબકતું કરવાના ચોક્કસ પ્રયાસો પણ થયા છે. પરંતુ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક લાચારી નો અનુભવ કરતો હોય એવા પણ દ્રશ્યો નજરઅંદાજ કરી શકાયા નથી. ઓશિયાળું જીવન વ્યક્તિને લાચાર બનાવે છે. આવી લાચારી કોઈને પણ ગમતી નથી. લાચાર માનવી પેટ ભરીને પસ્તાય છે. સતત પોતાની કરણી પર પશ્ચાતાપ કરે છે અને વિચારે છે કે ધનનો વ્યય ન કરતા, આવડત અને કુનેહપૂર્વક ધન બચાવ્યું હોત તો આજે આપણે આ ગંભીર પરિસ્થિતિનો ઈજ્જત થી મુકાબલો કરી શક્યા હોત. આ તબક્કે મને ગુજરાતી સાહિત્યની કહેવત “ત્રેવડ ત્રીજો ભાઈ છે” એનુ દ્રષ્ટાંત મુકવાની ઈચ્છા થાય છે.

https://divyamudita.com/kaparakalnisanjivani/પહેલાંના સમયની જ્યારે વાત કરવી છે ત્યારે એક એવુ કુટુંબ કે જ્યાં ઘરના વડીલ સસરા જ ઘરની ઘરવખરી થી માંડી કરિયાણા સહિત રજેરજ વસ્તુ લાવતા અને ઘરની વહુ કે જે અનાજ પાણીની સાફસફાઈથી માંડી તેનો યોગ્ય સંગ્રહ કરવાની  ઉપરાંત રસોઈ પાણીની જવાબદારી સંભાળતી અને આખાય કુટુંબને પોષતી હતી. ખુબ સરસ રીતે સંચાલન ચાલતું હતું બરાબર ત્યાં ! અરે ! વિધિની વક્રતા તો જુઓ? દુકાળ પડ્યો.માનવના અસ્તિત્વનો સવાલ આવી પડ્યો છે. કેમેય કરીને ત્રણેક મહિના નિભાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, સસરા માટે ધર્મસંકટ આવી પડ્યું છે, સસરાજી માથે હાથ મૂકી પોતાની પત્ની એટલે કે ડોશીમાને આ વેદના જણાવે છે કે આપણા ખાનદાન અને ખુંભીઓની શાખ નો સવાલ છે? અરે ભગવાન હવે હાથ લંબાવવા સિવાય કોઈ આરો નથી. ઘરનું વાતાવરણ  ગંભીર બન્યું છે.

https://divyamudita.com/kaparakalnisanjivani/ઘરના ખૂણામાં ઊભેલી ઘરની વહુ સાસુ-સસરા નો આ વાર્તાલાપ સાંભળતી હોય છે. ઘૂમટો તાણી, રુમજુમ રુમજુમ કરતી વહુ સસરાની પીઠ પાછળ આવીને ઉભી થઈ  જાય છે. ધીમા સ્વરે બોલેછે ! બાપુ-બા! આપ બંને આવો મારી સાથે સાસુ-સસરા ચૂપચાપ વહુ ની પાછળ પાછળ  ઘરના ઓરડા માં પહોંચે છે.વાતાવરણ કુતૂહલ ઉપજાવે એવું ગંભીર બન્યુ છે. મિત્રો ! એ વખતે ઘરમાં અનાજ ભરવા કોઠાર હતા. બરાબર એવાજ કોઠાર પાસે વહુ સાસુ-સસરાને લઈ જાય છે. અંગુલી નિર્દેશ કરી વહુ સાસુ સસરાને વિવિધ કોઠીઓમાં આગામી ત્રણ-ચાર મહિના ચાલી જાય એટલું દાણા પાણી પડ્યું છે એમ જણાવે છે. અને કહેછે કે આપણે લેશમાત્ર ગભરાવાની જરૂર નથી. સાસુ સસરા આ સ્થિતિ જોઈને ચોંકી ગયા. આશ્ચર્યજનક ભાવે સાસુએ વહુને પ્રશ્ન કર્યો કે વહુ બેટા આ કેવી રીતે સંભવિત બન્યુ? શાણી વહુએ એક જ લીટીમાં જવાબ આપ્યો કે બાપુજી જ્યારે જ્યારે ઘરનું કરિયાણુ લાવતા ત્યારે ત્યારે હું સાફસૂફી કરતી વખતે અને દરણા દાણા કરતી વખતે એમાંનો કેટલોક ભાગ આ કોઠીઓમાં સંગ્રહી એની યોગ્ય જાળવણી કરતી હતી. આ વાત સાંભળી સાસુ-સસરા અને ઘરના તમામ અચરજ પામી ગયા અને વહુની આ ત્રેવડ ને સો-સો સલામ કરી વહુએ પોતાના ઘરની આબરૂ સાચવી લીધી એવો અહેસાસ કરી, આકાશ સામે જોઈ, ઈશ્વરને બે હાથ જોડી મનોમન બોલી ઉઠ્યા કાશ! આવી વહુ જો ઘેર ઘેર હોય તો? કદાચ ગમે તેવો કપરો કાળ સરળતાથી પસાર થઈ જાય.વળી, ના જરૂર પડે કોઈ અન્યની મદદની, સહાનુભૂતિની કે જીવનલીલા સંકેલવાની.

તો આવો આજથી જ આપણ સૌ આ વહુના દ્રષ્ટાંત ના માધ્યમથી આપણા દૈનિક જીવનમાં ત્રેવડ નામના ત્રીજા ભાઈને સંયમ , સદાચાર અને શાણપણરુપી સ્થાન આપી વિકટ પરિસ્થિતિમાં પોતે અને પોતાના પરિવાર માટે ઢાલ બનીએ.

https://divyamudita.com/kaparakalnisanjivani/Writer : પ્રો.ડોક્ટર રંજન પટેલ ચૌધરી, સર્વ વિદ્યાલય કેમ્પસ કડી.
(ત્રીપલ એમ.એ, એમ.એડ્, પીએચ.ડી.)
પ્રમુખ: ઇગલ ઇન્સ્ટિટયૂટ ઓફ ચેરીટેબલ ટ્રસ્ટ, મહેસાણા.

Related Posts