નિત્ય સમાચાર

કોરોના સમય માં સૌથી વધુ સ્ટાર્ટઅપ નું રજીસ્ટ્રેશન

સ્ટાર્ટ અપ યોજના ભારત દેશ માં રોજગાર ને પ્રોત્સાહન આપવામાં સફળ થઈ રહી છે. નવા નવા બિઝનેસ શરૂ થઈ રહ્યા છે અને સરકાર તેમને પ્રોત્સાહન પણ આપી રહી છે. ભારત દેશ માં છેલ્લા 6 માસ માં દસ હજાર થી વધુ સ્ટાર્ટઅપ રજીસ્ટ્રેશન થયા છે. જેમાં ફૂડ પ્રોસેસિંગ,પ્રોડક્ટ ડેવલપમેંટ, આઈ ટી વગરે માં વધુ પ્રમાણ માં સ્ટાર્ટઅપ રજીસ્ટ્રેશન થયા છે. દેશ માં શરૂ થયેલ સ્ટાર્ટ અપ માં 45% જેટલા મહિલાઓ દ્વારા રજીસ્ટ્રેશન થયેલા છે.જે મહલાઓ ની જાગૃતિ અને બિઝનેસ પ્રત્યે ની સજગતા દર્શાવે છે.

દેશ માં શરૂ થયેલ સ્ટાર્ટ અપ માં 45% જેટલા મહિલાઓ દ્વારા રજીસ્ટ્રેશન થયેલા છે

સ્ટાર્ટ અપ ઈન્ડિયા ની શરૂઆત વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 2016 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના નો ઉદ્દેશ દેશ માં ઉદ્યોગ સાહસિક ને પ્રોત્સાહન આપવું અને નવીનતા માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવાનું હતું. જેમાં કેન્દ્ર સરકાર મહદ અંશે સફળ પણ થઈ છે. ડિપાર્ટમેંટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ આ યોજના નું કામ સંભાળી રહી છે.

https://divyamudita.com/startup/કોરોના સમય માં ઓનલાઈન બિઝનેસ ને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે જેના કારણે ટેક સ્ટાર્ટ અપ ને ખૂબ જ ફાયદો થયો છે . હવે નાના ઉદ્યોગો પણ ટેક્નિક નો ઉપયોગ પોતાના વ્યવસાય માં કરી રહ્યા છે જેથી ટેકનિકલ બિઝનેસ આગળ ગ્રોથ કરી રહ્યો છે.

સ્ટાર્ટ અપ યોજના ના કારણે દેશ ની અર્થ વ્યવસ્થા ને મજબૂત કરવા માટે ખૂબ જ યોગ્ય પીઠબળ મળી શકે છે. ડીપીઆઇઆઇટી દ્વારા દેશમાં દસ હજાર કરોડ ના ભંડોળ ની અને 945 કરોડ રૂપિયા ની સીડ ફંડ ની યોજના છે. સ્ટાર્ટઅપ્સ દ્વારા દેશ ના રોજગાર નિર્માણ માં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

Related Posts