લેખાનુભુતિ

સમયનું મુલ્ય

Time and Time Wait for None

સમય કોઇની રાહ જોયા વિના સતત વહેતો રહે છે. મનુષ્યનો જીવનમાં અડધો સમય સુવામાં જાય છે બાકીના અડધા સમયમાં તે ભણવા માટે , અન્ય પ્રવૃતિઓ માટે અને ઘર કામ માટે આપે છે. જીવન નિર્વાહ માટે તેમજ અન્ય પ્રવૃતિ માટે સમય ફાળવવો પડે છે. સમય દરેક પાસે એક સરખો હોય છે જે વ્યક્તિ તેને કરકસરથી અને વ્યવસ્થિત રીતે વાપરે છે તેને જીવનમાં સફળતા મળે છે જીવનમાં યશ પ્રાપ્તિ થાય છે.

https://divyamudita.com/value-of-time/મનુષ્ય એ સમયમાં શું શું કામ કરવું જોઈએ? બાળપણમાં ભણવું રમવું તેમજ રમત ગમતમાં અને જ્ઞાન મેળવવામાં વાપરવો જોઈએ. યુવાનોએ પોતાનો સમય નોકરી ધંધા અને સમાજ સેવામાં વાપરવો જોઈએ. પરંતુ કેટલાક બાળકો રખડવામાં અને ગપાટાં મારવામાં સમય વેડફે છે. કેટલાક યુવાનો ફિલ્મો, સિરિયલ અને ક્રિકેટ જોવામાં વેડફી નાખે છે. તેનું પરિણામ બહુ જ ખરાબ આવે છે. પાછળથી તેમને સમયનો સદુપયોગ ના કરવા બદલ પસ્તાવો થાય છે. પરંતુ એનાથી કોઈ ફાયદો થતો નથી. વરસાદના દિવસોમાં ખેડૂત સમયસર બીજ ના રોપે તો અનાજ પાકતું નથી, તમે તમારા નોકરી,ધંધા,વ્યવસાય,રોજગાર પર સમયસર ના પહોંચો તો તમે તમારા પરિવારની સાથે દેશના વિકાસમાં પણ વિલંબ કરો છો. જેમ દર્દી જ્યારે મરણ પથારી પર હોય ત્યારે ડોકટર સમયસર ના પહોંચે તો દર્દી નો જીવ પણ જઈ શકે છે. એક કહેવત છે કે “નવરો બેઠો નખ્ખોદ વાળે “ જે આપણને સમયનો સદુપયોગ કરવાનું સૂચવે છે. મનુષ્ય એ પોતાના સમયનું આયોજન કરવું જોઈએ. કેટલાક યુવાનો વ્યસન તેમજ ખરાબ કુટેવો પાછળ કીમતી સમય વેડફી નાખતા હોય છે. તેઓ પોતાનું જીવન તો બરબાદ કરે જ છે પરંતુ પોતાના પરિવાર અને કુટુંબીજનોનું પણ જીવન પણ નર્કાગાર બનાવી દેતા હોય છે પરંતુ એજ સમય નો ઉપયોગ જ્ઞાન મેળવવા, સમાજને ઉપયોગી થવામાં તથા કઈક રચનાત્મક કાર્યો કરવા માટે ઉપયોગ કરે તો પોતાની સાથે સાથે સમાજનો અને દેશનો પણ વિકાસ કરી શકે છે. “જો તમે સમયનું મૂલ્ય ના કરો તો તમે તમારું મૂલ્ય ગુમાવી દેશો.”

https://divyamudita.com/value-of-time/Sapna Joshi || Teacher
Volunteer : Sadguru Foundation

Related Posts