લેખાનુભુતિ

ઈશ્વરનું અસ્તિત્વ

ઈશ્વર, ભગવાન, અલ્લાહ, ગોર્ડ કેટલા નામો છે? લોકો ઈશ્વરને ખોળતા રહે છે. કોઈ મંદિરમાં તો કોઈ મસ્જિદમાં, કોઈ ચર્ચમાં તો કોઈ દેરાસરમાં.. બસ બધા ઈશ્વરને શોધતા જ રહે છે જાણે ઈશ્વર તો ક્યાય સંતાઈ ગયા હોય? લોકો તેમને દૂધ ચઢાવે, ચાદર ચઢાવે, સૂકા મેવા ધરાવે, થાળ ધરાવે. મારા મનમાં પ્રશ્ન થાય છે કે શુ ઈશ્વર આ બધું જોઈને ખરેખર જમવા આવશે? કયા સ્વરૂપમાં આવીને જમશે? વામન સ્વરૂપમાં કે વિશાળ સ્વરૂપમાં આવીને જમશે? આ બધુ કરવાથી કદાચ તમને ઈશ્વરના દર્શન થઇ જતા હોય તો તમારી શ્રદ્ધા ફળી તમને એમ સમજવુ. પણ જો ખરેખર તમારે ઈશ્વરના દર્શન કરવા હોય તો એક રડતાં બાળકના મોઢા પર મુસ્કુરાહટ લાવી દો. એક ભૂખ્યા માણસને જમાડી દો. એક ગરીબ ભિખારીને પહેરવા કપડાં ના હોય તો કપડાં આપો. એક ઘરડા માતા -પિતા પાસે બેસીને પ્રેમથી મીઠાં બે વેણ કહી દો. એક અનાથ દીકરીને વ્હાલ થી પંપાળી લો. આ બધાના ચહેરા પર મુસ્કુરાહટ લાવી દો તો ઈશ્વરને તમારે ક્યાય ખોળવા નહિ જવુ પડે. એ ખુદ તમારા હૃદયમાં વાસ કરશે.

https://divyamudita.com/existence-of-god/તમારી જાતને પણ ક્યારેય ધિક્કારશો નહિ કે બીજા કરતા નીચી ગણશો નહિ. આમ કરવાથી ઈશ્વર તમારાથી નારાજ થઇ જશે. ક્યારેય તમારી પાસે નહિ આવે. આપણા માતાપિતા કોઈ વાર ગુસ્સામાં બોલી જાય તો તમે પણ સામે આવું વર્તન કરશો નહીં. ક્યારેય એમને ઉતારી પાડશો નહીં. તેઓ જે કંઈ બોલતા હોય એ આપણા સારા માટે જ કહેતા હોય. એમને બે કટુ વેણ કહેતા અટકી જજો. નહિ તો તમે ગમે એટલા ધૂપ – દિવા, પૂજા-આરતી કે ઉપવાસ કરશો તોયે તમને દર્શન નહિ આપે. મંદિરમાં રહેલો ઈશ્વર કહે છે કે પહેલા તું તારી માતાની પૂજા કરીને આવ. પછી મારી પૂજા કરજે. એ ખુશ હશે તો હુ પણ ખુશ જ રહીશ. એની પૂજા એજ મારી પૂજા છે.માટે પહેલા ઘરમાં રહેલા માતા -પિતાની સેવા કરો. પછી મંદિરની ઘંટડીઓ વગાડો. ઈશ્વરનું અસ્તિત્વ તો અત્ર, તત્ર, સર્વત્ર છે. બસ એક વાર ચોતરફ નજર કરી જુઓ.. ફૂલ, વૃક્ષ, નાનું બાળક, ઘરડા માતા- પિતા,પવન, પૃથ્વી, અગ્નિ, આકાશ, જળ, માટી જ્યાં નજર ફેરવશો ત્યાં તમને ઈશ્વરના દર્શન થશે. એકવાર આ બધાને હસાવી જુઓ ઈશ્વરનું અસ્તિત્વ તમારી સામે જ નજર આવશે.

https://divyamudita.com/existence-of-god/Writer : Sejal Parmar || Teacher
M.Sc. B.Ed.
Volunteer : Sadguru Foundation

 

Related Posts