લેખાનુભુતિ

ભગવાન રામનો જન્મ દિવસ – રામ નવમી

રામનવમી હિન્દુઓનો ઘાર્મિક તહેવાર છે. આ દિવસે લોકો વ્રત, ઉપવાસ કરીને શ્રીરામના દર્શન કરવા મંદિરમાં જાય છે. રામનવમી ચૈત્ર ભુદ નોમના દિવસે આવે છે રામનવમી ભગવાન રામના જન્મની ખૂશીમા ઉજવવામાં આવે છે. ભારતમા ખૂબજ આનંદ અને ઉત્સાહથી રામનવમી ઉજવવામાં આવે છે. રામનવમીના દિવસે મંદિરોમાં પાઠ, ધુન, ભજન, કિર્તન કરે છે. રામનવમીના દિવસે લોકો ઘરમા પૂજા, અર્ચન કરે છે. આ દિવસે મોટા-મોટાં શહેરોમાં શાભાયાત્રાનુ પણ આયોજન કરે છે. રામનવમીના દિવસે મંદિરોને શણગારવામાં આવે છે. લોકોના ટોળા મંદિરોમા દર્શન કરવા જાય છે. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન રામને મર્યાદાપુરુષોતમ કહેવામા આવે છે. આ તહેવાર અયોધ્યાના રાજા દશરથ અને રાણી કૌશલ્યાના પુત્ર શ્રીરામના જ્ન્મદિવસની ખુશીમાં ઉજવવામાં આાવે છે. જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય,  સદાચાર ઉપર દુરાચાર, ઋષિ સંતો ઉપર દાનવો હાવી થવા લાગ્યા ત્યારે શ્રી રામે તેનો નાશ કરવા જન્મ લીધો. લોકો તેમને શ્રીરામ, દશરથનંદન, રામચંદ્ર વગેરે નામથી ઓળખે છે. તેમને વિષ્ણુ ભગવાનનો અવતાર પણ માનવમાં આવે છે. શ્રી હનુમાનજી ભગવાન રામના પરમ ભક્ત છે. આ દિવસે હનુમાન મંદિરમાં પણ લોકોની ભીડ જોવામાં આવે છે. કૌશલ્યા રાણી રામ ભગવાનના માતા હતા. રાજા દશરથને અન્ય બે રાણીઓ સુમિત્રા અને કૈકઇ હતી. રામ ભગવાનના અન્ય ભાઈઓ લક્ષ્મણ, ભરત અને શત્રુગ્ન હતા.

https://divyamudita.com/bhagvan-ram-birthday-ramnavami/ભગવાન રામના લગ્ન રાજા જનકની પુત્રી સીતા માતા સાથે થયા હતા તેમના બે પુત્ર લવ અને કુશ હતા. ભગવાન રામની નાનપણની અનેક લીલાનો રામાયણમાં વર્ણન કરેલ છે. સાવકી માતા કૈકઇ દાસી મંથરાની કાન ભંભેરણી કરીને રાજા દશરથ પાસેથી રામનો વનવાસ અને પોતાના પુત્ર ભરતનો રાજયાભિષેક માગ્યો. આ આઘાત સહન ન થવાથી રાજા દશરથ મૃત્યુ પામ્યા. રામ ભગવાન ચૌદ વર્ષના વનવાસે ગયા, માતા સીતા આદર્શ પત્ની તરીકે તેમની સાથે ગયા, ભાઈ લક્ષ્મણ પણ તેમની સાથે વનવાસ ગયા. વનવાસ દરમ્યાન લંકાપતિ રાવણ સીતાનું અપહરણ કરી ગયો અને માતા સીતાને અશોક વાટિકામાં રાખ્યા. રામ સીતાને શોધવા માટે નીકળ્યા જ્યાં તેમને રસ્તામા જટાયુ, હનુમાન, સુગ્રીવ વગેરે એ મદદ કરી અંતે રામે રાવણ નો વધ કરી ને સીતાને પાછા મેળવ્યા આ બધી કથા વાલ્મીકી ઋષિએ રામાયણમાં વર્ણન કરેલી છે.

ભગવાન રામના જીવન ચરિત્રમાંથી આપણને  ઘણુ બધુ શીખવા મળે છે. ભગવાન રામ ગુરુકુળમા રાજકુમાર હોવા છતાં એક સામાન્ય બાળકની જેમ અભ્યાસ કર્યો તથા ગુરૂજનોને સંપૂર્ણ માન સન્માન આપી સંપૂર્ણ વિદ્યા પ્રાપ્ત કરી. તેમાથી આપણને કોઈ પણ હોદ્દા ઉપર હોવા છતાં ગુરૂજનોનું હમેશા સન્માન કરવાની શીખ મળે છે. ભગવાને રાક્ષસોનો નાશ કરી ઋષિઓને ભય મુક્ત કર્યા જેમાંથી આપણને અન્યાયની સામે લડવાની શીખ મળે છે. ભગવાન રામ પિતાના એક વચન માટે ભાઈ લક્ષમણ અને પત્ની સિતા સાથે ચૌદ વર્ષ વનવાસ ગયા. તેથી કહેવત છે કે રઘુકુલ રીત સદા ચલી આઇ પ્રાણ જાય પર વચન ના જાય . જેમાથી આપણે આપણા આપેલા વચનની કિમત રાખી તેનું પાલન કવાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ભગવાન રામે માતા સીતાને હમેશા એક પત્નીત્વનું વચન આપ્યું હતું. જેમાથી ભગવાનની માતા સીતા પ્રત્યે અનન્ય પ્રેમ તથા વફાદારીના દર્શન થાય છે. ભગવાન રામ રાજા તરીકે એકથી વધુ પત્ની કરી શકતા હતા પણ્ પોતાના વચન અને પત્ની પ્રત્યેના પ્રેમના કારણે તેમણે એક પત્નીત્વ નું પાલન કર્યું. જેમાથી આપણે પણ આપણા જીવનમા પત્ની સાથે પ્રેમ તથા વફાદારીથી રહેવાનો ગુણ પ્રાપ્ત થાય છે. આ દરમ્યાન સુપર્ણખા એ ભગવાનને આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો પણ ભગવાને તેને લક્ષ્મણ પાસે મોકલી જેથી ભાઈ લક્ષ્મણે તેમનું નાક કાપી નાખેલું.

https://divyamudita.com/bhagvan-ram-birthday-ramnavami/ભગવાન રામ તેમના ભકતોનું ખૂબ ધ્યાન રાખતા તેમજ આદર સન્માન કરતાં હતા. જેથી કરીને જ હનુમાનજીએ તો તેમને સદાયના માટે હ્રદયમા સ્થાન આપી દીધું. જે તેમણે પોતાની છાતી ચીરીને સાબિત પણ કરી આપ્યું કે આ બ્રહ્માન્ડમા તેમનાથી મોટો કોઈ રામ ભકત નથી તેમજ રામ સેતુ બનાવતી વખતે ભગવાન રામનું નામ લખવાથી પથ્થરો પણ તરીને પુલ બની ગયા. આમ ભગવાને ભક્તિને પણ દુનિયાની સૌથી મોટી શક્તિ સાબિત કરી ભગવાને અહંકારી રાજા રાવણને સિતા હરણ કરવા બદલ મૃત્યુ દંડ આપી તેનામાં રહેલા શક્તિના અભિમાનને નષ્ટ કરી દીધું. જેમાથી આપણને શીખ મળે છે કે જે કઇ પણ આપણને શક્તિ આપે છે. તેનો સારા માર્ગે ઉપયોગ કરવો જોઈએ જો નહી કરીએ તો તેનો નાશ નીશ્ચિત છે. ભગવાન રામે જે વખતે રાજ્ય કર્યું ત્યારે હંમેશા પ્રજાને વફાદાર રહીને રાજ કર્યુ. હંમેશા પ્રજાના હિતોનો  જ વિચાર કર્યો. પોતાના નિજ સૂખ કે દુઃખનો વિચાર કર્યા વગર હમેશાં પ્રજાની સુખ શાંતી અને સમૃધ્ધિ માટે કાર્ય કર્યુ. આજના ભ્રષ્ટાચારી રાજનેતાઓ એ તો આ ગુણ અચુક શીખવા યોગ્ય છે.ભગવાન રામ તો ગુણોનો ભંડાર છે. જેમ સમુદ્રમાથી લોટો પાણી લેવાથી સમુદ્ર ખાલી નથી થતો તેમ ભગવાનના થોડા ગુણોનું વર્ણન કરવાથી તેમના ગુણોરૂપી સમુદ્રને પણ આપણે પાર પામી શકતા નથી. ભગવાનના ગુણો અનંત છે અંત નથી. જેનો કોઇ અંત નથી. ભગવાનના જીવન ચરિત્રમાથી આપણે 1% પણ પ્રાપ્ત કરી શકીએ તો પણ આપણો આ માનવ દેહ સાર્થક તથા ધન્ય થઈ જાય.

https://divyamudita.com/bhagvan-ram-birthday-ramnavami/
Writer : Sapna Joshi || Teacher
Volunteer Sadguru Foundation

Related Posts