લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક:૧૬

ઈન્દ્રિય સંયમ –  ગીતા વાંચન દ્વારા આપણે જિંદગી જીવવાની જડીબુટ્ટી સમાન જ્ઞાન મેળવી રહ્યાં છીએ.ગયા લેખમાં સ્થિર મનવાળા મનુષ્યનાં લક્ષણો જોયાં. તેમાં વારંવાર ઈન્દ્રિયોને નિયંત્રણમાં રાખવાની વાત આવે છે. વાંચતા વાંચતા મને પ્રશ્ન થાય છે કે જો ઈન્દ્રિયોને નિયંત્રણમાં જ રાખવાની હોય તો ભગવાને ઈન્દ્રિયો બનાવી જ કેમ? ભગવાને ઈન્દ્રિયોને સ્થિર મોડ પર જ રાખી હોત તો!!! તે પોતાનું સ્થૂળ કાર્ય કરે જાત… પણ આટલી બેકાબૂ તો ન બની હોત!!! આવા પ્રશ્ન મને થાય. કદાચ તમને પણ થતાં હશે. તો ચાલો, આજે આ લેખમાં એ બધાં પ્રશ્નોના જવાબ મેળવીએ:  શ્રી કૃષ્ણ અર્જુનના- સ્થિર મનવાળા મનુષ્યનાં લક્ષણો કેવા હોય?- તે પ્રશ્નના જવાબમાં તેમણે સ્થિર મનવાળા મનુષ્યનાં ઘણાં લક્ષણો વર્ણવ્યા. પણ તેમાં કેન્દ્રબિંદુએ જે મનુષ્ય ઈન્દ્રિયોને નિયંત્રણમાં રાખી શકે તેને સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય કહેવામાં આવે. તેવો જવાબ શ્રીકૃષ્ણનો છે.

https://divyamudita.com/bhagvad-geeta-ark-16/હજુ પણ આગળ શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે ઈન્દ્રિયો એટલી બધી પ્રબળ અને વેગમાન હોય છે કે તે મનુષ્યના મનને બળપૂર્વક વિષયો, આસક્તિમાં ખેંચી જાય છે. ઈન્દ્રિયોને વશમાં રાખવી ખૂબ કપરું છે. ઈન્દ્રિય-વિષયોનું ચિંતન કરવાથી મનુષ્યને તેમાં આસક્તિ થાય છે. અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે. અને કામનામાંથી ક્રોધ, ક્રોધમાંથી મોહ ઉત્પન્ન થાય છે. મોહમાંથી સ્મરણશક્તિનો વિભ્રમ થાય છે. અને જ્યારે સ્મૃતિશક્તિ ભ્રમિત થઈ જાય છે ત્યારે બુદ્ધિ નાશ પામે છે. અને અંતે બુદ્ધિ નષ્ટ થતાં મનુષ્યનું સંસારમાં પુનઃવસન થાય છે. જેને આપણે પતન કહીએ છીએ, જે મનુષ્ય પોતાનું પતન ન ઈચ્છતા હોય તે સર્વે મનુષ્યએ ઈન્દ્રિયોને વશમાં રાખતાં શીખી લેવું જોઈએ. જેથી પતન તરફ અંત ન થાય. ઈન્દ્રિયોને વશમાં રાખવા માટેનો સૌથી સરળ રસ્તો છે ભગવાનની શરણાગતિ. તમે જે કોઈ ભગવાનમાં માનતા હોવ તેનું શરણ લેવું. અહીં કૃષ્ણભક્તિનો રસ્તો બતાવવામાં આવેલ છે. જો શરણાગતિ ન કરવામાં આવે તો જેવી રીતે પાણીમાંથી નૌકા પ્રબળ પવન દ્વારા દૂર ખેંચાઈ જાય છે. તેવી રીતે વિચરણ શીલ ઈન્દ્રિયોમાંથી કોઈ એક વિષય ઉપર પણ જો મન કેન્દ્રિત થાય તો તે મનુષ્યની બુદ્ધિ ને હરી લેશે. માટે જ કહ્યું છે ને:

या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी । यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेःll

મતલબ કે સર્વ જીવો માટે જે રાત્રી છે તે રાત્રીનો સમય આત્મસંયમી મનુષ્ય માટે જાગતા રહેવાનો છે. અને જ્યારે સામાન્ય માણસો જાગે છે, સામાન્ય પ્રવૃત્તિઓ કરે છે. ત્યારે સંયમી માણસ આત્મનિરીક્ષણ કરે છે. એટલે કે મનુષ્યે પોતાનું આત્મનિરીક્ષણ કરી સંયમ કેળવવો જોઈએ.
માટે હે અર્જુન, તું પણ તારું આત્મનિરીક્ષણ કર. આમ, શ્રી કૃષ્ણે અર્જુનને ઈન્દ્રિયોને વશમાં કેવી રીતે અને શા માટે રાખવી તે જણાવ્યું અને આત્મનિરીક્ષણ કરી પોતાની જાતનું પતન થતું કેવી રીતે બચાવવું તે શીખવ્યું. જય શ્રીકૃષ્ણ.

https://divyamudita.com/bhagvad-geeta-ark-16/Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ  શિક્ષિકા
TV સિરિયલ અને વેબ સીરિઝ એક્ટ્રેસ
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International

Related Posts