લેખાનુભુતિ

સંસ્કૃતના પ્રહરી પ્રખર ચિંતક, વિચારક અને તત્ત્વજ્ઞાની ડૉ. રાધાકૃષ્ણન

ભારતીય સંસ્કૃતિમાં જે કંઈ સુંદર છે, મહાન છે અને અદ્વિતીય છે એ જ ગીતામાં છે. અને એ જ રાધાકૃષ્ણનમાં પણ છે. રાધાકૃષ્ણન્ એની જ એક સજીવ પ્રતિભા છે.’’ ગાંધીજી. ઉપરોક્ત એક જ સુવાક્યમાં મહાત્માજીએ સંસ્કૃતિના પ્રહરી ડૉ. રાધાકૃષ્ણનનું શ્રેષ્ઠ મૂલ્યાંકન કર્યું છે. તેઓશ્રીએ આજીવન અધ્યાપક બનીને શિક્ષકત્વ દિપાવીને શિક્ષણના વ્યવસાયને વિશિષ્ટ ગરિમા, ગૌરવ અને ઊંચાઈ બક્ષ્યાં હતાં. ડૉ. રાધાકૃષ્ણ શિક્ષક સમાજને સામાજિક મોભો, વિ૨લ પ્રતિષ્ઠા અને ગૌરવ અપાવવા તથા શિક્ષકત્વ જગાવવા અને વિષયસજ્જતા પ્રાપ્ત કરે એવા શુભ હેતુથી એક વિશિષ્ટ – અનોખા દિનવિશેષ ‘શિક્ષક દિન’ની ભેટ આપી છે.

હિમાલય જેવું પ્રભાવી વ્યક્તિત્વ અને વિદ્વત્તાથી જગતમાં ભારતનું ગૌરવ વધારનાર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન્ પ્રખર ચિંતક, વિચારક અને તત્ત્વજ્ઞાની જ નહોતા, પરંતુ ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા પણ હતા. “કોઈ પણ ભોગે, સેવા કે કિંમતે સતા નહિ પરંતુ રાષ્ટ્રની સેવા કરો.” (“Should not be power at any price, but service at any cost.”) – એ જીવનમંત્રને સાર્થક કરનાર ડૉ. રાધાકૃષ્ણનનો જન્મ બ્રાહ્મણ કુટુંબમાં તારીખ મચપી પ્ટેમ્બર ૧૮૮૪માં ચેન્નાઈ નજીકના નાનકડા ગામમાં થયો હતો. ૫ મી સપ્ટેમ્બરે ગુજરાત અને ભારતભરમાં શિક્ષકદિનની ઉજવણીમાં શિક્ષક અંગે પ્રવચનો અને વિદ્યાર્થીઓ દ્વારા સ્વયંશિક્ષણ કાર્યક્રમો થાય છે. ફક્ત એક જ દિવસની ઉજવણીથી શિક્ષણની ગુણવત્તા નહીં સુધરે. પરંતુ તે માટે શિક્ષક સમાજે ભારતીય શિક્ષણપરંપરા, અને ભારતીય સંસ્કૃતિના પ્રહરી વિશ્વશ્રેષ્ઠ શિક્ષક ડૉ. રાધાકૃષ્ણને રોલ મૉડેલ બનાવી તેમના જીવનમાંથી પ્રેરણામઈ જીવનપર્યંત નિષ્ઠાપૂર્વક ફ૨જ બજાવવાનો સંકલ્પ શિક્ષક દિને ક૨વો જોઈએ.

https://divyamudita.com/dr-sarvapalli-radhakrushanan/“શિક્ષકને હાથે બગડતી વર્તમાનની એક ક્ષણ પણ ભવિષ્યની ઇમારતનો પાયો હચમચાવી નાખે છે.’” – ડૉ. રાધાકૃષ્ણનું આ સુવાક્ય આજના સાચા શિક્ષકને વિચારતા કરી મૂકે છે. પોતાના હકને ફરજ કરતાં વધારે પ્રાધાન્ય આપતા શિક્ષકોમાં હજુ પણ સમાજને અન્ય કર્મચારીઓ કરતાં વધુ શ્રદ્ધા છે. તત્ત્વચિંતકો અને મહાપુરુષોના મતે બધા જ વ્યવસાય અને સેવામાં સૌથી ઉત્તમ સેવા શિક્ષકની ગણવામાં આવે છે. સમાજના સાચા રાહબર અને પરિવર્તક શિક્ષકો જ છે. શિક્ષક સમાજે એક સૂત્ર “હક્ક જરૂ૨ માંગો પરંતુ ફરજ નિષ્ઠાથી બજાવો’ સ્વીકારવું જોઈએ. શિક્ષણનું કાર્ય એ ફક્ત નોકરી નથી પરંતુ મિશન છે. મહાન આચાર્ય ચાણક્યનું સુવાક્ય “શિક્ષક કભી સાધારણ નહીં હટી,પ્રસાઔ ન ઉનકીગોદમેં પલતે હૈ.’ પણ શિક્ષક સમાજ માટે પ્રેરણાસ્રોત છે.

આજનું શિક્ષણ ટકાલક્ષી (Percentage Oriented) અને પરીક્ષાલક્ષી (Exam Oriented) બની ગયું છે. તેને જ્ઞાનલક્ષી (Knowledge Oriented) અને કારકિર્દીલક્ષી (Carrier Oriented) બનાવવા માટે શિક્ષણપદ્ધતિમાં આમૂલ પરિવર્તનની જરૂર છે. આ પરિવર્તન લાવવા માટે શિક્ષક સમાજે જ જવાબદારી સ્વીકારવી પડશે. અધ્યાપકની અનોખી વિદ્વત્તા અને પ્રતિભા મૈસૂર રાજ્યના દીવાન અને ભારતના સુપ્રસિદ્ધ ઇજનેર સ૨ વિશ્વેશ્વરૈયાએ ડૉ. રાધાકૃષ્ણની ખ્યાતિ સાંભળી અને મૈસૂરમાં દર્શનશાસ્ત્રના અધ્યાપક તરીકે નિમંત્રણ આપ્યું. સને ૧૯૧૮માં તેઓ મૈસુર કૉલેજમાં જોડાયા અને ત્રણ વરસ સુધી ઉત્તમોત્તમ સેવા આપી. બંગાળના સ૨ આશુતોષ મુખરજી ભારતના મહાન શિક્ષણશાસ્ત્રી હતા. તેઓ કોલકાતા વિશ્વવિદ્યાલયને જ્ઞાન-વિજ્ઞાનનું શ્રેષ્ઠ મંદિર બનાવવા ઇચ્છતા હતા. ભારતના ખૂણે ખૂણેથી તેમણે વિરલ પ્રતિભાઓ અને યુવા ઋત્વિકોને નિમંત્રણ આપ્યું જેમાં ડૉ. રાધાકૃષ્ણન્ પણ હતા. આ વિશ્વવિદ્યાલયમાં નોબેલ પ્રાઇઝવિજેતા ડૉ. સી. વી. રામન, વૈજ્ઞાનિક મેઘનાદ સહા, મિ. રૉય વગેરે જેવી વિશિષ્ટ પ્રતિભાઓ સેવા આપતા હતા. ડૉ. રાધાકૃષ્ણને સને ૧૯૨૧માં કોલકાતા વિશ્વવિદ્યાપીઠ દર્શનશાસ્ત્રના પ્રોફેસર તરીકે જવાનું થયું. વિદાય વખતે તેમના વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ સન્માન સાથે વિદાય આપી. ડૉ. રાધાકૃષ્ણનને શણગારેલા ૨થ ૫૨ બેસાડી અને સેંકડો વિદ્યાર્થીઓ એ રથને દોરડાઓથી ખેંચીને મૈસૂરના પ્લૅટફૉર્મ સુધી વિદાય આપવા ગયા હતા. સને ૧૮૯૭માં સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મ પરિષદમાં ભારતના સનાતન ધર્મના ધ્વજ ઉન્નત આકાશમાં લહેરાવીને ભારતમાં પરત આવ્યા ત્યારે તેમનું પણ આ પ્રકારે રથમાં બેસાડીને હજારો લોકોએ રથ ખેંચીને ભવ્ય સન્માન કરેલું. દૃશ્ય જાણે અઢી દાયકા બાદ ફરી જીવંત બન્યું હતું. (History reapets.) પણ આ ભવ્ય સન્માન એક શિક્ષકનું હતું. આંધ્ર યુનિ., બનારસ હિન્દુ યુનિ. અને દિલ્હી યુનિ.નાં કુલપતિ પદોને પણ પોતાની વિદ્વત્તાની દીપાવ્યાં, આમ ભારતનો જ્ઞાનધ્વજ વિશ્વમાં લહેરાવી વિશ્વના નકશા પર ભારતને ગૌરવપૂર્ણ સ્થાન અપાવ્યું.

લંડન વિદ્યાપીઠના કુલનાયક સર વિલિયમ કોલિન્સે ડૉ. રાધાકૃષ્ણને ઉદ્દેશીને કહ્યું હતું, “ચાલીશ વર્ષ પૂર્વ હું લંડનમાં ભણતો હતો ત્યારે તમારા જેવા વિદ્વાન પ્રોફેસર હોત તો કેવું સારું !!!” ડૉ. રાધાકૃષ્ણને યુરોપ અને અમેરિકાની શિક્ષણયાત્રા કરીને જ્ઞાન દિગ્વિજયનો પ્રારંભ કર્યા ત્યારે ઍટલાન્ટિક મહાસાગરના બંને તરફના દેશોએ નવીન ભારતના દાર્શનિક’ કહીને તેમને સન્માન્યા, અને કહ્યું કે આ યુગના તેઓ મહાન દાર્શનિક છે.જર્મન મહાકવિ ગેટે તથા ફ્રાન્સના તત્ત્વચિંતક મેક્સમૂલરે ભારતને મહાન તો દર્શાવ્યું જ હતું, પરંતુ એ કેટલું આકર્ષક અને મોહક છે તે પ્રોફેસર ડૉ. રાધાકૃષ્ણને દર્શાવ્યું છે. સને ૧૯૫૦માં વડાપ્રધાન નહેરુએ મોસ્કો ખાતે વિચક્ષણ અને વિચક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવતા ડૉ. રાધાકૃષ્ણને ભારતીય રાજદૂત તરીકે મોકલ્યા. અન્ય રાષ્ટ્રના વડાઓને મળવાની કે વાત કરવાની ના પાડી દેનાર રશિયાના પ્રમુખ સરમુખત્યાર સ્ટાલિન ધર્મને અફીણ સમજનાર અને સામ્યવાદના પુરસ્કર્તા હતા તોપણ ડૉ. રાધાકૃષ્ણને મળવા સામેથી બોલાવે એ કેવી વિલક્ષણ ઘટના છે.

https://divyamudita.com/dr-sarvapalli-radhakrushanan/ફિલસૂફ રાજા : ઈ.સ. ૧૯૫૨ થી ૧૯૬૨નાં દસ વરસ સુધી ભારતના ઉપરાષ્ટ્રપતિ અને હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે અજોડ અને સફળ સંચાલન કરેલ. સને ૧૯૬૨ થી ૧૯૬૭ સુધી ભારતના રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદને પણ દીપાવ્યું, ગૌરવ અપાવ્યું. ગ્રીસના મહાન આદ્ય તત્ત્વચિંતક પ્લેટોનું સ્વપ્ન હતું કે “રાજ્યકર્તા તત્ત્વજ્ઞાની હોવો જોઈએ અથવા ફિલૉસોફર રાજા હોવો જોઈએ.” તે વિધાન ડૉ. રાધાકૃષ્ણને લગભગ ૨૩ સૈકા પછી સાબિત કરી. બતાવ્યું. તેઓ જીવ્યાં ત્યાં સુધી નખશિખ શિક્ષક રહ્યા. શિક્ષકત્વને લગભગ પોણા સૈકા સુધી દીપાવ્યું. તેમની વિદ્યાપ્રીતિ અને વિદ્યાર્થીપ્રીતિએ જ તેમને મહાન બનાવ્યા.

વિશિષ્ટ સિદ્ધિઓ : સને ૧૯૫૪માં ભારતવર્ષનો શ્રેષ્ઠ એવૉર્ડ ‘ભારતરત્ન’ પ્રાપ્ત કરવામાં તેઓ પ્રથમ હતા. ઇંગ્લેન્ડ તરફથી અપાતું સન્માન ટેમ્પલનટ એવૉર્ડ’. (રૂ. ૮ લાખ હોય છે.) યુનો’ની મહત્ત્વની સંસ્થા યુનેસ્કો’ન ચેરમેન તરીકે સુંદર સેવા આપી. વિશ્વના ૧૩ દેશોએ તેમને માનદ ડૉક્ટરેટની પદવીથી નવાજ્યા હતા. દર્શનશાસ્ત્રનાં ૧૫૦ જેટલાં પુસ્તકો તેમના નામે પ્રસિદ્ધ થયાં છે. ‘રાષ્ટ્રીય શિક્ષણ પંચ’ના અધ્યક્ષસ્થાને રહી શિક્ષણક્ષેત્રે સુંદર સેવા આપી. રશિયામાં ત્રણ વ૨સ સફ્ળ રાજદૂત તરીકે સેવા આપી. ડૉ. રાધાકૃષ્ણને એક જ સમયે બે અલગ દેશની મહાવિશ્વવિદ્યાલયોમાં શૈક્ષણિક કાર્ય કર્યું તે ઘટના વિશ્વની પ્રથમ ઘટના હતી. રાષ્ટ્રસંઘની બૌદ્ધિક સલાહકાર સમિતિના સભ્ય તરીકે માર્ગદર્શન આપ્યું. રશિયાના રાજદૂતની જવાબદારી સંભાળતા હતા ત્યારે પણ લંડનની ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં અધ્યયનકાર્ય કરતા હતા. વિશ્વના ઇતિહાસમાં એ પહેલો બનાવ ન હતો કે જ્યારે એક શિક્ષક દેશનો રાષ્ટ્રપ્રમુખ હોય. અમેરિકાના પ્રેસિડેન્ટ વિલ્સન અને આયર્લેન્ડના પ્રેસિડેન્ટ પણ શિક્ષક હતા. પણ એ બધાની શિક્ષક તરીકેની ઓળખ ભૂંસાઈ ગઈ છે. એ બધા રાજકીય હસ્તી તરીકે જીવ્યા છે. પણ ડૉ. રાધાકૃષ્ણને બહુમુખી પ્રતિભાના સ્વામી હોવા છતાં શિક્ષકનું સિંહત્વ હંમેશાં દીપાવ્યું છે. મહાન આચાર્ય ચાણક્યના સુવાક્ય ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા.’ ડૉ. રાધાકૃષ્ણને સાબિત કરી બતાવ્યું. ૧૬મી એપ્રિલ ૧૯૭૫ના ૮૭ વરસની ઉંમરે મનું અવસાન થયું. સમગ્ર વિશ્વે એક મહાન નિશાસ્ત્રી, કુશળ રાજનીતિજ્ઞ, ઉત્તમ શિક્ષણકાર ને શ્રેષ્ઠ ફિલોસોફર ગુમાવ્યા. શ્રેષ્ઠ પ્રોફેસર અને ઉત્તમ રાષ્ટ્રપતિ અને ક્ષકોના આદર્શ અને પ્રેરણામૂર્તિ ડૉ. રાધાકૃષ્ણનને ટિ કોટિ વંદન.  રાધાકૃષ્ણન્ વિશે ડૉ. રાધાકૃષ્ણન્ કુશળ રાજનીતિજ્ઞ, ઉત્તમ તત્ત્વવેતા અને શ્રેષ્ઠ ફિલૉસોફર છે.

સંકલિત, Photo Source : Google

Related Posts