લેખાનુભુતિ

પ્રાર્થનાનું મહત્વ

પ્રાર્થનાનું મહત્વ પ્રાર્થના એ પરમાત્મા સાથે વાર્તાલાપ કરવાની એક આધ્યાત્મિક પદ્ધતિ છે. પ્રાર્થનામાં હૃદય બોલે છે અને ભગવાન સાંભળે છે. જે મહાશક્તિથી આ અનંત બ્રહ્માંડ પેદા થયું છે તથા તેનું પાલનપોષણ થઈ રહ્યું છે તેની સાથે સંબંધ સ્થાપવાનું એકમાત્ર સાધન આપણી પ્રાર્થના છે. જેને પ્રાર્થના કરતા આવડે છે તે જબ જપ, તપ, યોગ વગેરે સાધનાઓ કર્યા વગર જ પરમ શક્તિ સાથે તદાકાર થઈ જાય છે.
પ્રાર્થના એક પ્રકારનું પ્રાયશ્ચિત છે. જુદા જુદા પ્રકારની ચિંતાઓ, સ્વાર્થ , રોગો દુર્બળતા વગેરેનું શુદ્ધિકરણ કરવા માટે પ્રાર્થના એક સર્વસુલભ સાધન છે. પ્રાર્થના કરનારને આસપાસનું સમગ્ર વાતાવરણ પવિત્રતા, શાંતિ થઈ જાય છે. પ્રાર્થના અદભુત શક્તિ છે. જે લોકો પ્રાર્થના કરે છે તેમની અનેક હાર્દિક ઈચ્છાઓ ઘણીવાર પૂરી થતી જોવા મળે છે. સાચા હૃદયથી કરેલી પ્રાર્થનાથી ઘણીવાર તરત જ ચમત્કારીક રીતે તેની ઈચ્છા પૂર્ણ થઈ જાય છે. પ્રાર્થના માણસના મનની અનેક દિશાઓમાં વિખરાયેલી વૃત્તિઓને એક કેન્દ્ર પર એકાગ્ર કરનારો માનસિક વ્યાયામ છે. પ્રાર્થના મનુષ્યને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય છે. અંધકારમાંથી દિવ્ય પ્રકાશ તરફ અને મૃત્યુમાંથી અમરત્વ તરફ લઈ જાય છે. સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ભગવાનને આપના સહાયક બનાવી દે છે. હૃદયમાં જ્યારે ભગવાનના પવિત્ર પ્રેમ વ્યાપી જાય છે ત્યારે માનવ જીવનની બધી જ પ્રવૃત્તિઓ કાર્યો, ચિંતન, વગેરે પ્રભુમય બની જાય છે. સાચા હૃદયથી પ્રાર્થના કરવાથી આપણને સુખ શાંતિ મળે છે. આપણું મન પવિત્ર થઈ જાય છે. અને પ્રાર્થના કરવાથી આપણને રોગ ભય બધું દૂર થઈ જાય છે અને આપના શરીરમાં તાજગી અનુભવાય છે. શ્રદ્ધા, શરણાગતિ, આત્મ સમર્પણનું બીજું નામ પ્રાર્થના છે.

Writer : Sapana Joshi || Teacher

Related Posts