નિત્ય સમાચાર

અધિક શ્રાવણ માસનો પ્રારંભ

આજથી અધિક શ્રાવણ માસનો પ્રારંભ શિવભક્તિનો ભાવ બેવડાશે. અધિક શ્રાવણ માસનો પ્રારંભ દર ત્રણ વર્ષે આવે છે. અધિક માસ આ વર્ષ 19 વર્ષ બાદ શ્રાવણ માસમાં આવી રહ્યો છે. આ અગાઉ 2004 માં શ્રાવણ માસમાં અધિકમાસ આવ્યો હતો. શ્રાવણ માસ બારે માસમાં અધિક પવિત્ર મહિનો ગણાય છે અને આ મહિનામાં કરેલી શિવભક્તિ ધાર્યું અને ઇચ્છિત ફળ સરળતાથી અપાવે છે. અધિક શ્રાવણ માસમાં પ્રથમ દિવસે જ્યોતિર્લિંગના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ, ઉજ્જૈન, નાગેશ્વર, મહાકાલેશ્વર દર્શન કરવા જાય છે. દરેક શહેરોમાં ગામડાઓમાં શિવ મંદિરમાં પણ આગામી બે માસ માટે પૂજન, અર્ચન, ભજન કીર્તન વિશિષ્ટ આયોજન કરતા હોય છે. શાસ્ત્ર વેદોના મતે પુરુષોત્તમ માસ દર ત્રણ વર્ષે આવે છે. આ માસનો ખૂબ જ મહિમા હોવાથી અનેક સંતો ભક્તો આ માસમાં ધ્યાન, કીર્તન, સેવા, દાન, સત્સંગ કરીને કૃતાર્થ બને છે. અધિક પુરુષોત્તમ માસ દર ત્રણ વર્ષે આવે છે. એમ માનવામાં આવે છે. પૃથ્વીના આસપાસ ચંદ્રની એક પ્રદક્ષિણા પૂરી થતાં જે સમય લાગે તેને ચંદ્ર માસ કહેવામાં આવે છે. પ્રદક્ષિણા પૂરી થતાં જ 354 દિવસ 8 કલાક 48 મિનિટ અને ૩૩.૫૫ સેકન્ડ નો સમય લાગે છે. પૃથ્વીની સૂર્યની આસપાસ એક પ્રદિક્ષણા પૂરી થાય તેને સર્વમાન વર્ષ કહેવાય છે જેને 365 દિવસ પાંચ કલાક 48 મિનિટ 47.5 સેકન્ડ નો સમય લાગે છે. આમ થવાથી ચંદ્રમાન વર્ષ અને સૌરમાન વર્ષ વચ્ચે 11 દિવસનું અંતર પડે છે આ અંતર વધવા નહીં દેવાતા દર ત્રીજો વર્ષે એક માસનો ઉમેરો કર દેવાય છે. આ જે માસ ઉમેરવામાં આવે તેને અધિક માસ કહેવામાં આવે છે.

Writer : Sapna Joshi || Teacher

Related Posts