લેખાનુભુતિ

હજારો બાળકોની માતા સિંધુતાઈ સપકાલ

સિંધુતાઈ સપકાલ નો જન્મ 14 નવેમ્બર 1948 ના રોજ વર્ધા જિલ્લાના પિંપરીમેઘે ગામમાં થયો હતો. તેમના પિતા અભિમન્યુ શેઠ એક બારીગ ગૌપાલક હતા. ઘોર ગરીબી, કૌટુંબિક જવાબદારી અને નાની ઉમ્મરે લગ્નને કારણે તેઓ ચાર ધોરણ સુધીજ અભ્યાસ કરી શક્યા હતા.સિંધુતાઈ ના લગ્ન 12 વર્ષની ઉમરમાં તમનથી 20 વર્ષ મોટા શ્રીહરિ સપકાલ સાથે થયા હતા. તેઓ વર્ધાના સેલુના નવાગામમાં રહેવા ગયા હતા. તેઓ નાની ઉમરમાં પણ સાહસિક મહિલા હતા. તેમના પતિ ગામમાં ગાયો ચરાવવાનું કામ કરતાં હતા. ગાયોનું છાણ ઉપાડવાના પૈસા તેમણે મળતા નહોતા. જે એક ઠેકેદાર લઈ જતો હતો.તેથી તેમણે કલેક્ટરને તે માટે રજૂઆત કરી મોટો ઝગડો કર્યો હતો. તેથી તે પૈસા તેમને અને અન્ય મહિલાઓ ને મળ્યા હતા. આ વાતની જાણ ઠેકેદારને થતાં તેણે તેમના પતિને તેમની કોખમાં ૯ મહિનાથી ઉછરી રહેલ બાળક પોતાનું છે તેમ કહી તેમની વિરુધ્ધ ભડકાવ્યા હતા. આવી ખોટી વાતને તેમના પતિએ સાચી માની સિંધુતાઈને પેટમાં લાતો મારી ગાયોના ગમાણમાં ઢસડીને ફેંકી દીધા હતા જેમ કરતાં તેઓ બેભાન થઈ ગયા હતા.જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે જોયું કે તેમને બાળકીનું અવતરણ થયું છે અને એક ગાય તેમની સંભાળ રાખી રહી છે. બીજી અન્ય ગાયો ને આસપાસ આવવા પણ દેતી નથી. તેઓ પરિસ્થિતી જોઈ ખૂબ રડ્યા અને હિમ્મત એકઠી કરી ગાય માતાનો આભાર માની ઊભા થયા. તેમણે બાળકની નાળ એક પત્થર વડે ૧૬ વખત ઘા કરી તોડી. તેમને આ પરિસ્થિતી માં તેમના પતિ કે તેમની માતાએ પણ ઘરમાં આશરો ના આપ્યો.

https://divyamudita.com/sindhutai-sapkal/તેઓ બાળકી ને લઈને ઠેર ઠેર ભટકવા લાગ્યા. અને રેલ્વે પ્લેટફોર્મ પર ભીખમાંગી દિવસો પસાર કરવા લાગ્યા.ત્યાં તેમણે જોયુકે એમના જેવા અસંખ્ય લોકો ટુકડો રોટલો માટે ટળવળે છે. આ પરિસ્થિતી થી કંટાળી દસ દિવસની બાળકીને લઈને મરવાના સંકલ્પ સાથે રેલ્વે ટ્રેક પાસ બેસી ગયા. ત્યાં તેમણે તેમની દીકરી સામે જોયુને તેમનું હ્રદય પરીવર્તન થયું અને મરવાનો વિચાર માંડી વાળ્યો. તેઓ તેમની પાસે ભીખમાં આવેલ ખોરાક પાસેના ભૂખ્યા લોકોને પણ આપતા હતા. તેઓ રાત્રે નાની દીકરીને લઈ સ્મશાનની રાખ માં રોટલી બનાવી ને જમતા હતા. રેલ્વે માં ફરતા અનાથ ગરીબ બાળકોને જોઈને તેમનું હ્રદય દ્રવિ ઉઠ્યું તેમણે તેમના માટે કઈક કરવાની તમન્ના જાગી. તેમણે જોયુકે કેટલાય બાળકો તેમના માબાપ દ્વારા ત્યજી દેવામાં આવેલા છે. તેમણે તે દરેકની માતા બનવાનું નક્કી કર્યું. ધીરે ધીરે ભીખમાંગી ને બાળકોને જમવાની વ્યવસ્થા કરવા લાગ્યા અને તે બાળકોને દત્તક લીધા. પોતાની દીકરી ને દત્તક બાળકો વચ્ચે ભેદભાવ ના રહે તે માટે તેમની દીકરીને પુણે ના ટ્રસ્ટ દગડું શેઠ હલવાઇ ને સોંપી દીધી.

સિંધુતાઈ ત્યારે પ્રકાશમાં આવ્યા જ્યારે વાઘ સંરક્ષણ પ્રોજેક્ટ માટે ૮૪ આદિવાસી ગામોને ખાલી કરાવવામાં આવ્યા હતા. અને આદિવાસીઓની ૧૩૨ ગાયો જપ્ત કરી લીધી હતી અને ૧ ગાય નું મૃત્યુ થયું હતું, ટે સમયે સિંધુતાઈએ નિઃસહાય ગ્રામજનોના યોગ્ય પુનર્વસન માટે લડવાનું નક્કી કર્યું. તેમના પ્રયાસોને કારણે આદિવાસીઓ ને વૈકલ્પિક સ્થળાંતર માટે વ્યવસ્થા કરી આપવામાં આવી.

https://divyamudita.com/sindhutai-sapkal/તેમનું જીવન અનાથ બાળકોને સમર્પિત કરી દીધું. પરિણામે પ્રેમથી તેમણે માઈ ના નામથી સંબોધન કરવામાં આવતું . તેમણે ૧૫૦૦ થી વધુ  અનાથ બાળકોને ઉછેર્યા છે. તેમના દ્વારા ૩૮૨ જમાઈઓ અને ૪૯ પુત્ર વધુઓનો પરિવાર હતો. તેમણે તેમના પતિને માફ કરી એક પતિ તરીકે નહીં પુત્ર તરીકે દત્તક લઈ અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના કાર્ય માટે તેમને ૭૦૦ થી વધુ પુરસ્કારો થી સન્માનીત કરવામાં આવેલ છે. તેમણે અનાથ બાળકો માટે ઘર બનાવવા અને જમીન ખરીદવા માટે ટે રકમ નો ઉપયોગ કર્યો હતો. તેમને ભારત ના ચાર રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામ,પ્રતિભા પાટિલ,પ્રણવ મુખર્જી અને રામનાથ કોવિન્દ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા છે. ૨૦૨૧ માં પદમશ્રી એનાયત કરવામાં આવેલ છે.

કોઈપણ અપેક્ષા વગર હજારો બાળકોની માતાનું હાર્ટ એટેકથી ૪ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ નિધન થયું. ખૂબ જ સંઘર્ષમય જીવન હોવા છતાં એક સંકલ્પથી હજારો લોકોનું જીવન બદલી શકાય છે તે સિંધુતાઈ એ સાબિત કરી દીધું છે. તેમને સો સો સલામ.

https://divyamudita.com/sindhutai-sapkal/સંકલન : જયેશ પ્રજાપતિ
B.A.,B.Libs,M.Libs,Diploma
પ્રમુખ – સદગુરુ ફાઉન્ડેશન

Related Posts