એમેઝોન ના CEO પદ પર થી જેફ બેજોસ રાજીનામું આપશે
એમેઝોન ના સ્થાપક અને CEO જેફ બેજોસ પોતાના પદ પરથી રાજીનામું આપશે તેમના સ્થાને એન્ડી જેસી નવા CEO બનશે. એન્ડી જેસી હાલ માં એમઝોન ના વેબ સર્વિસિસ ના હેડ તરીકે કામ કરી રહ્યા છે.
બેજોસે 27 વર્ષ પહેલા એક ગેરેજ માં ઓનલાઈન પુસ્તકો ની દુકાન ના સ્વરૂપ માં શરૂઆત કરી હતી ત્યારે તેઓ જાતે જ પેકિંગ કરી ને માલ પોસ્ટ કરવા જતા હતા. ખૂબ જ મહેનત અને લગન થી તેઓ આજે આ સ્તર પર પહોંચ્યા છે. અને કંપની ને નવી ઊંચાઈ પર લઈ ગયા છે અને ઇ કોમર્સ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ સહિત ના ઘણા ક્ષે ત્રો માં પોતાના વ્યવસાય ને વિસ્તાર્યો છે.
જેફ બેજોસ ની સંપતિ 200 અબજ ડોલર થી વધુ છે. 1998 માં ફોર્બ્સ મેગેઝીન માં તેમનું નામ અમેરિકા ના સૌથી અમીર લોકો ની યાદી માં આવ્યા બાદ સતત વધી રહી છે તે સમયે તેમની સંપતિ 196 બિલિયન ડોલર વધી ગઇ.
નિવૃત થયા પછી પણ તેઓ કાર્યકારી પ્રમુખ તરીકે પોતાની સેવાઓ આપશે પરંતુ તેઓ પોતાની Aerospace કંપની બ્લૂ ઓરીજન માટે સૌથી વધુ સમય આપશે. જેફ બેજોસ જુલાઇ મહિના માં બ્લૂ ઓરીજન ની ન્યુ શેપર્ડ સ્પેસ કાર્ટ ની પહેલી ઉડાન માં પોતાના ભાઈ સાથે અંતરિક્ષ મુસાફરી કરવા જઇ રહ્યા છે.
Photo Source : Google