નિત્ય સમાચાર

નારિયેળ ના છોતરામાંથી વસ્તુઓ બનાવતી અંબાજી ની મહિલાઓ

કોઈ પણ વ્યક્તિ જો ધારે તો એ કઈપણ કરી શકે છે. માણસ નું મગજ ભગવાને બહુ સરસ આપેલી ભેટ છે. દરેક વ્યક્તિ પોતાની રીતે તેનો ઉપયોગ કરી શકે છે. જ્યારે હિતેન્દ્રભાઈ રામી અંબાજી માં દર્શન માટે જાય છે ત્યારે ત્યાં એક નારિયેળ નું છોતરું આવવાથી તે પડી જાય છે અને તેમને વાગે છે. આપણે જાણીએ છીએ કે યાત્રાધામ માં નારિયેળ નું મહત્વ કેટલું હોય છે પરંતુ તેના કચરાનો નિકાલ યોગ્ય રીતે થતો નથી. આ જોઈ ને હિતેન્દ્રભાઈ અને દક્ષાબેન ના મન માં વિચાર આવ્યો કે આવી રીતે કેટલા લોકોના પગ માં આવતું હશે અને કેટલાય લોકો લોકો પડી જતાં હશે. નારિયેળ ના છોતરા જો કોઈ ઉપયોગમાં આવે તો કચરાનો પણ નિકાલ આવે અને તેનાથી રોજગારી પણ ઊભી કરી શકાય. ત્યારે તેમના મન માં વિચાર આવ્યો કે આમાથી ઘણી બધી વસ્તુઓ બની શકે છે અને રોજગારી પણ મળે.

https://divyamudita.com/makes-things-from-coconut-husks/આવી રીતે તેમને પોતાના વિચાર ને નવા રંગ રૂપ સાથે રજૂ કર્યો એમને 1998 માં નંદનવન ગ્રામઉદ્યોગ સ્થાપ્યો અને વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી. તેઓએ ધીરે ધીરે 1000 થી વસ્તુઓ બનાવી લોકોને રોજગારી પૂરી પાડી. સંસ્થા ના સંચાલક દક્ષાબેન રામી ના જણાવ્યા મુજબ તેઓ 6 ઇંચ થી લઈને 15 ફૂટ સુધીને ગણપતિ બનાવે છે. તેઓ તોરણ, ચપ્પલ, પગલુસાણીયા, લટકનો, વોલ પીસ અને ચાકડા જેવી વિવિધ વસ્તુઓ બનાવે છે. લગ્નપ્રસંગે તો એ લોકો ગણેશ સ્થાપના થી લઈ ને ગણેશ વિસર્જન સુધી ની વસ્તુઓ બનાવે છે અને તે વસ્તુઓ ખુબજ આકર્ષક હોય છે. એની વિશેષતા એ છે કે તે સામાન્ય વ્યક્તિ ને પોષાય એવી કિમતમાં મળે છે. અત્યારે 2022 માં તેમની 2000 થી વધારે પ્રોડક્ટ બને છે સાથે સાથે લગભગ 400 લોકોને રોજગારી પણ આપે છે. એક પ્રશંસનીય વાત એ છે કે જે બહેનો ઘેર બેઠા કામ કરવા માગતા હોય તેમને ટ્રેનીંગ આપી ને ઘેર માલ આપી ને વસ્તુઓ બનાવવા આપવામાં આવે છે અને તે જ વસ્તુઓ ગ્રામઉદ્યોગ દ્વારા ખરીદી લેવામાં આવે છે. જેમાં તેઓ રોજ ના 500 રૂપિયા સુધી ની આવક મેળવી શકે છે.

બીજું કે આમાં થી જે વેસ્ટ નીકળે તો તેનો પણ એક ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને એક ખૂબ જ ઉપયોગી ફર્ટિલાઇઝર બને છે. તેમાથી તેઓ કિચન ગાર્ડન પણ બનાવી આપે છે. 36 જાત ના શાકભાજી ઘરે વાવી ને તેઓ ઉપયોગ માં લઈ શકે છે. આ માટે તેઓ સમગ્ર ગુજરાત માં કામ કરે છે. આવી રીતે ઘરમાં જ તાજા શાકભાજી મેળવી શકે છે. તેઓની બનાવેલી પ્રોડક્ટ ગુજરાત,ભારત અને વિદેશ માં પણ મોકલવામાં આવે છે.

સંકલન : તેજલ પટેલ , અમદાવાદ , ફોટો સોર્સ : ગુગલ

Related Posts