નિત્ય સમાચાર

ભારત ના પહેલા સત્યાગ્રહી રાષ્ટ્રભક્ત કવયિત્રી સુભદ્રાકુમારી

“ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી” કવિતા ના લેખક હતા સુભદ્રાકુમારી. રાષ્ટ્રભક્ત કવયિત્રી સુભદ્રાકુમારી ભારત ના પહેલા સત્યાગ્રહી હતા. સ્વતંત્રતા દિવસ ના બીજા દિવસે સત્યાગ્રહી સુભદ્રાકુમારી નો જન્મ દિવસ આવે છે. 16 ઓગસ્ટ 1904 માં સુભદ્રાકુમારી નો જન્મ ઉત્તર પ્રદેશ ના અલ્લાહબાદ નજીકના  બિહાલપુર ગામ માં થયો હતો અને 1948 માં એક માર્ગ અકસ્માત માં તેમનું નિધન થયું હતું. તેમને કવિતા અને લેખન માં નાનપણ થી જ બહુ જ રસ હતો. સ્કૂલ જતા રસ્તા માં ઘોડા ગાડી માં હમેશા તેઓ કઈક ને કઈક લખતા રહેતા હતા. એમની પહેલી કવિતા માત્ર 9 વર્ષ ની ઉમર માં પ્રકાશિત કરવામાં આવી હતી. તેમને ચાર ચાર બહેનો અને બે ભાઈઓ હતા.

https://divyamudita.com/poetry-subhadrakumari/તેમની કવિતાઓ સ્વતંત્રતા ના આંદોલન માં લોકો ને સ્વાતંત્ર ની લડાઈ માં પ્રોત્સાહન આપતી હતી.તેમણે કુલ 46 ટૂંકી વાર્તાઓ લખી હતી. તે સમયે જ્યારે નાની નાની દીકરીઓ અને મહિલાઓ સાથે સમાજ માં ખૂબ બંધન અને અલગ વ્યવહાર કરવામાં આવતો હતો.તે સમય તેમણે મહિલાઓ ના માનસિક દુખ અને અવગણવાની ભાવનાઓ ને એમની કવિતાઓ ની રચનાઑ માં કંડારવાનો પ્રયત્ન કર્યો હતો. અસ્પૃશ્યતા માટે પણ તેઓ તેમના માં ની સાથે બહુ જ વિવાદ કરતાં હતા. અને એમના માં જ્યારે ના માને ત્યારે કહેતા કે માં તમે ધરતી ના બે ટુકડા કરી દો. તેઓ ગાંધીજી ના અસહયોગ આંદોલન માં જોડાયેલા હતા. અને તે ઉપરાંત તેઓ 4 વખત જેલ માં પણ ગયા હતા.તેમની યાદ માં ભારત સરકાર ના ટપાલ વિભાગ દ્વારા 1976 માં 25 પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

“ચમક ઉઠી સન સતાવન મે, વહ તલવાર પુરાની થી
બુંદેલે હરબોલો કે મુંહ હમને સુની કહાની થી
ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસી વાલી રાની થી”

સુભદ્રાકુમારી ચૌહાણ વિષે જ્ઞાન આપી ને નાના બાળકો ને હીમત અને બહાદુરી ના પાઠ ભણાવી શકાય છે. બાળકો ને બહાદુરી ના પાઠ ભણાવવા માટે માત્ર ભારત દેશ નો ઇતિહાસ જ પૂરતો છે . વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ , ટીપુ સુલતાન, શિવાજી મહારાજ, સુભાષચંદ્ર બોઝ, રાણી લક્ષ્મીબાઇ જેવા મહાન ચરિત્રો ની આત્મકથા બાળકો ને દરેક માતપિતા એ ખાસ જણાવવી જોઈએ.

સંકલન : મિત્તલ ભાવસાર , ફોટો સોર્સ : ગૂગલ

Related Posts