નિત્ય સમાચાર

ચાર્જિંગ વગર દોડશે ઇલેક્ટ્રીક કાર… જેટલી મરજી તેટલી ચલાઓ

ભારતીય કાર માર્કેટ માં ઇલેક્ટ્રીક કાર ની એન્ટ્રી થઈ રહી છે ત્યારે ઇન્ટરનેશનલ માર્કેટ માં સોલાર પાવર ઇલેક્ટ્રીક કાર ઉતારવાની તૈયારી ચાલી રહી છે. ઇલેક્ટ્રીક કાર ને ચલાવવા માટે ચાર્જિંગ સ્ટેશન ની જરૂર હોય છે જે અત્યારે મળી રહ્યા નથી જ્યાં સુધી ચાર્જિંગ સ્ટેશન ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર ના થાય ત્યાં સુધી ઇલેક્ટ્રીક કાર ને ચલાવવી ખૂબ જ મુશ્કિલ છે. આ વાત ને ધ્યાન માં રાખી ને ઇલેક્ટ્રીક કાર બનાવતી કંપનીઓ કાર માં સોલાર ચાર્જિંગ નું ફીચર જોડી રહી છે. જેથી ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન પર નિર્ભર રહેવું પડે નહી. આજે વિશ્વ ની બે કંપની Aptera Paradigm અને Humble One સોલાર આધારિત ઇલેક્ટ્રીક કાર બનાવી છે. જે ટૂંક સમય માં રસ્તાઓ પર નજર આવી શકે છે.

આ 4-5 સેકન્ડ માં 0 થી 100 કિલોમીટર ની ઝડપ પકડી લે છે. અન એ વધુ માં વધુ 170 કિમી પ્રતિ કલાક ઝડપ પર ચાલી શકે છે. એક સમય કરેલ ચાર્જ માં 1500 કિમી સુધી ચાલી શકે છે.

Aptera Motors Corp. કેલિફોર્નિયા કંપની છે જેણે સોલાર આધારિત ઇલેક્ટ્રીક કાર બનાવી છે જેનું નામ Aptera Paradigm છે. તે થ્રી વ્હીલર ઇલેક્ટ્રીક કાર છે જેની ડિઝાઇન સ્પેસશીપ જેવી છે. આ કાર ની ખાસિયત એ છે કે તે નોર્મલ ઇલેક્ટ્રીક કાર કરતાં ખૂબ જ ઝડપી ચાલે છે. આ 4-5 સેકન્ડ માં 0 થી 100 કિલોમીટર ની ઝડપ પકડી લે છે. અન એ વધુ માં વધુ 170 કિમી પ્રતિ કલાક ઝડપ પર ચાલી શકે છે. આ કાર સુરજ ના પ્રકાશ થી ચાર્જ થાય છે તેની ઉપર સોલાર પેનલ લગાવેલી હોય છે. એક સમય કરેલ ચાર્જ માં 1500 કિમી સુધી ચાલી શકે છે. આ કાર માં 25.0 KWH થી 100.0 KWH સુધી ની બેટરી લાગેલી હોય છે. આ કાર અલગ અલગ મોડલ માં 134 bhp થી લઈ ને 201 bhp સુધી નો પાવર જનરેટ કરે છે.

https://divyamudita.com/solar-electric-car/અમેરિકાની કંપની Humble Motors એ SUV Humble One તૈયાર કરી છે આ કાર પણ સોલાર પેનલ ઇલેક્ટ્રીક કાર છે SUV Humble One માં સોલર રૂફ , પિયર ટુ પિયર ચાર્જિંગ , ઇલેક્ટ્રીક સિટી જનરેટિંગ સાઈડ લાઇટ , રી-જનરેટિવ બ્રેકિંગ અને ફોલ્ડ આઉટ સોલર આપવામાં આવ્યા છે જેની મદદ થી બેટરી આસાની થી ચાર્જ થાય છે. આ કાર થી ગ્રાહક ને ઓછા ખર્ચ માં લાંબી મુસાફરી કરવાનો અવસર મળી શકે છે. આ કાર ની છત અને અલગ અલગ જ્ગ્યા એ સોલાર લગાવેલી છે જેનો ઉપયોગ કરી ને બેટરી ચાર્જ થાય છે. આજે જ્યારે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થઈ રહ્યા છે ત્યારે ઇલેક્ટ્રીક કાર અને એમાય સોલાર સાથે ની કાર મળી જાય તો લોકો ખૂબ જ સસ્તી મુસાફરી કરી શકે તેમજ પ્રદૂષણ રોકવામાં પણ મદદરૂપ થઈ શકાય.

Related Posts