નિત્ય સમાચાર

યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા

હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો યંગ એજમાં બીમારી વધારે પ્રમાણમાં જોવા મળે છે. યંગ જનરેશન બીમારીનો ભોગ વધારે બની રહ્યું છે. છેલ્લા એક વર્ષથી નાની ઉંમરનાઓને હાર્ટ એટેકની સમસ્યા વધારે જોવા મળે છે. આપણાં ભારત દેશમાં દર 33 સેકન્ડમાં એક વ્યક્તિનુ મૃત્યુ થાય છે અને 50 વર્ષથી નાની ઉંમરના લોકોમાં 50 ℅ થી વધુ હાર્ટ એટેકની સમસ્યા જોવા મળે છે. અમુક લોકો તો હોસ્પિટલમાં પણ પહોચી શકતા નથી ને રસ્તામા જ મૃત્યુ પામે છે. મોટા ભાગે હાર્ટ એટેકને બે ભાગમા વહેંચવામાં આવે છે. ૧) જેનેટિક- સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી., જેને આપણે બદલી સકતા નથી. ૨) મોડિફાયેબલ- જેને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. જેમકે,” ડાયાબિટીસ,સ્મોકિંગ, મેદ્સ્વિતા, તમાકુંનું સેવન, કોલેસ્ટરોલ લેવલ, હાઇબ્લડપ્રેશર, એક્સરસાઇઝ્ની ઉણપ ,ખાનપાન અને અનિયમિત જીવનશૈલી.”આ બધામાં બદલાવ લાવવો એ આપણાં હાથમાં છે. તો જ હાર્ટ એટેકનુ પ્રમાણ ઓછું થશે. આપણને શરીરમા કઈ જ તકલીફ ન હોય તો ડોક્ટર પાસે જતા નથી અને આ આળસને કારણે જ આવા ગંભીર રોગો થવાનું કારણ બને છે. આપણાં દેશમાં દર ચોથી વ્યક્તિને હાર્ટ એટેકની બીમારીથી પીડાવુ પડે છે. ડાયાબિટીસનું પ્રમાણ પણ ખૂબ જ વધ્યું છે.

https://divyamudita.com/problem-of-heart-attack-in-youth/હાર્ટ એટેકના લક્ષણોમાં જોઈએ તો, અચાનક છાતીમા ભાર લાગવો, જાણે કોઈએ પથ્થર મૂકી દીધો હોય, શ્વાસ લેવામાં તકલીફ અને ગભરામણ અનુભવવી, પરસેવો ખૂબ જ થવા લાગે વગેરે લક્ષણો છે. આ લક્ષણો દેખાય તો તરત જ દર્દીને હોસ્પિટલ લઇ જઈએ જેથી સારવાર ચાલુ થઈ જાય.અમુકને હૃદયના ધબકારા અનિયમિત થવા લાગે છે. બીજા કેટલાક લક્ષણો પણ છે જે હાર્ટ એટેક પહેલાં દેખાય છે. જેમકે,ચાલવાથી શ્વાશ ચડવા લાગે,જમ્યા પછી છાતીમા ભાર અનુભવાય, કસરત કર્યા પછી છાતીની વચ્ચે દુખાવો થવો આ બધા લક્ષણો છે. આપણાં શરીરમા હાર્ટ એટેક એકાએક આવતો નથી.એક મહિના પહેલા તેની અસર ચાલુ થઈ જાય છે. જેમકે શ્વાસ લેવામાં તકલીફ, જમ્યા પછી ગળામા બળતરા થવી , છાતીમા દુખાવો થવો, ચક્કર અને ગભરાટ અનુભવાય, થાક લાગવો, ઉધરસ અને હાથ – પગ માં સોજો આવવો, પરસેવો અને ઝડપી ધબકારા થવા, ભૂખ ન લાગવી વગેરે લક્ષણો છે.હાર્ટ એટેકના નિદાનમાં બ્લડ ટેસ્ટ કરે છે. જેમાં બ્લડ ટેસ્ટથી સુગરનો ટેસ્ટ કરવામાં આવે છે. ઇકો કાર્ડિયોગ્રાફી દ્વારા હૃદયના ધબકારા ચેક કરવામાં આવે છે. શ્વાશ લેવામાં તકલીફ પડે તો નાશ પણ આપે છે. એન્જિયોગ્રાફી દ્વારા નિદાન કરી શકાય છે. એન્જિયોગ્રાફીમા જો નળીઓ બ્લોકેજ બતાવે તો ઓપરેશન દવાઓ દ્વારા અથવા બાયપાસ સર્જરી દ્વારા થઈ શકે છે અને અત્યારના આધુનિક સમયમાં બધી જ પ્રકારના મશીનોની ઉપલબ્ધીઓ થઈ છે,એટલે સારવાર પણ સારી મળી રહે છે. હાર્ટ એટેકથી બચવા માટે લોકોએ પોતાની ફિઝિકલી એક્ટિવિટી ધીરેધીરે વધારવી જોઈએ.જો એકીસાથે વધારવા જાય તો હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે. લોકોએ એક્સરસાઇઝ ચાલુ કરતા પહેલા ‘સી.આર.પી.,ડી.ડાઇમર ‘ વગેરેની તપાસ કરાવવી અને ડોક્ટરની સલાહ લેવી.

Writer : Aarti Prajapati || Teacher

Related Posts