શ્રાવણમાં મહાદેવજીની પૂજાનું વિશેષ મહત્વ કેમ?
શિવજી ભગવાન અને શ્રાવણ મહિનો આ શ્રાવણ મહિનામાં મહાદેવજીની પૂજાનું વિશેષ મહત્વ કેમ છે ? શ્રાવણ મહિનો એટલે શિવજીનો મહિનો, મહાદેવજીનો મહિનો અને આ સમગ્ર મહિનો ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. જેમાં રુદ્રાભિષેક, બીલીપત્ર, દૂધ, કાળા તલ, ધતુરાના ફૂલ શિવજીને ચઢાવવામાં આવે છે. ધતુરાના ફૂલ શિવજી ભગવાનને બહુ જ પ્રિય છે. શિવજી ભગવાનને શ્રાવણ મહિનો શા માટે પ્રિય છે ? સૂર્યનારાયણ દક્ષિણ દિશા તરફ ગતિ કરે છે અને દક્ષિણા યનમાં શ્રાવણ આવે છે. જેના દેવતા ભગવાન શિવ છે. તે કારણથી આ દિવસોમાં શ્રાવણ મહિનામાં તેમની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. ભગવાન શિવજીને જે ફૂલ અને પાંદડા ચઢાવવામાં આવે છે.
તે શિવજીને પ્રિય હોય છે. શ્રાવણ મહિનામાં દરમિયાન વરસાદની ઋતુ હોય છે. તેથી શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે. આ મહિનાની દરેક તિથિ વ્રતની હોય છે અને દરેક દિવસ પર્વ છે. તેથી આ મહિનામાં શિસ્ત અને સંયમથી પૂજા કરવાથી શક્તિ અને પુણ્ય વધે છે. પાર્વતી માતાએ શિવ ભક્તિ કરી હતી. શ્રાવણ મહિનામાં અન્ન ભોજનનો ત્યાગ કરી ઉપવાસ કરીને જબ તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને તેમની સાથે લગ્ન કર્યા હતા. આ મહિનાનું નામ શ્રાવણ કેમ પાડ્યું ? સ્કંદ અને શિવપુરાણને ટાંકીને આ મહિનાની પૂર્ણિમાની તારીખે શ્રવણ નક્ષત્ર આવે છે. આ મહિનાનું નામ આ નક્ષત્રને કારણે પડ્યું છે. મહાભારત અનુશાસન પર્વમાં ઋષિઓએ શ્રાવણનું મહત્વ સમજાવતા કહ્યું કે જે વ્યક્તિ મન અને ઇન્દ્રિયોને કાબુમાં રાખે છે અને શ્રાવણ માસ એક સમય ભોજન કરીને વિતાવે છે. તેને અનેક તીર્થોમાં સ્નાન કરવા જેટલું પુણ્ય મળે છે.
શ્રાવણમાં સાગર મંથન થયું હતું. જેમાં હળાહળ વિષ બહાર આવ્યું હતું. જેને ભગવાન શંકરે ગળામાં ધારણ કરીને સૃષ્ટિની રક્ષા કરી હતી. પરંતુ વિષ પાન કરવાથી તેમના શરીરની ગરમી વધવા લાગી હતી. વિષની અસરને ઓછી કરવા માટે દેવી-દેવતાઓ તેમના પર જળથી અભિષેક કર્યો હતો. જેના કારણે શિવલિંગ પર અભિષેક કરવાની પરંપરા છે. એટલે કે રુદ્ર અભિષેક કરવામાં આવે છે. શિવજીએ કહ્યું કે, મારી ડાબી આંખમાં ચંદ્ર, જમણી આંખમાં સૂર્ય અને મધ્યમાં અગ્નિનો વાસ છે. બીલીપત્ર ભગવાન શિવજીના ત્રિનેત્રનું સ્વરૂપ છે. લીલીપત્ર ચઢાવવાથી સ્વયંભુ ભગવાન શિવની સાથે સૂર્ય, ચંદ્ર, અને અગ્નિની પૂજા થાય છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. મૃકાંડ ઋષિના પુત્ર માર્કંડેય દીર્ઘાયુષ માટે શ્રાવણ મહિનામાં જે મહાન તપ કરીને ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા હતા. જેના કારણે સ્વયં યમરાજ પણ માર્કંડેયના પ્રાણ ન લઈ શક્યા અને તેઓ અમર થઈ ગયા. આજ કારણથી દીર્ઘ આયુષ, અકાળ મૃત્યુ અને રોગોથી મુક્ત મેળવવા માટે શ્રાવણ મહિનામાં શિવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે.
દેવી સતીએ પાર્વતી તરીકે બીજો જન્મ લીધો હતો. આ જન્મમાં પણ તે શિવજીને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી રહ્યા હતા. શિવજીએ પહેલા સપ્ત ઋષિઓને પરીક્ષા માટે મોકલ્યા સપ્ત ઋષિઓએ પાર્વતી પાસે જઈને શિવજીની નિંદા કરી, તેમના દોષો કહ્યા, પરંતુ માતા પાર્વતી પોતાના સંકલ્પ પર અડગ રહ્યા હતા. પાર્વતી માતા જ્યારે તપસ્યા કરતા હતા ત્યારે તેમને અનેક સંકોટોનો સામનો કરવો પડ્યો. પાર્વતી માતા જ્યારે તપસ્યા કરવા બેઠા હતા ત્યારે તેમને એક બાળકને અવાજ સંભળાયો. જ્યાં માતા પાર્વતી તપસ્યા કરી રહ્યા હતા તે તળાવમાં એક મગર એ બાળકનો પગ પકડી લીધો હતો માતા પાર્વતી ત્યાં પહોંચ્યા અને મગરને બાળકને છોડવા કહ્યું, મગરએ તેનો નિયમ કહીને ના પાડી દીધી. અને કહ્યું જે પણ મળે એ મારો ખોરાક છે હવે હું આ બાળકને નહીં છોડુ. ત્યારબાદ પાર્વતી માતા એ પૂછ્યું કે તમે તેને છોડવાના વળતરમાં શું ઈચ્છો છો ? મગર એ કહી જો તમે મને તમતપસ્યાનું ફળ આપો તો હું બાળકને છોડી દઈશ. પાર્વતી માતા તરત જ તૈયાર થઈ ગયા, પરંતુ મગરએ પાર્વતી માતાને સમજાવ્યું કે તેની કઠોર તપસ્યાનું ફળ આ બાળક માટે કેમ આપી રહ્યા છો ? પરંતુ પાર્વતી માંએ દાન કરવાનો સંકલ્પ કર્યો તેમને આ કરતાની જ સાથે મગરનું શરીર ચમકાવવા લાગ્યું. અને બાળક અને મગર બંને ગાયબ થઈ ગયા તેમની જગ્યાએ પાર્વતી માતાને શિવજી દેખાયા. પાર્વતી માતાએ તેમનું તપસ્યાનું ફળ માત્ર ભગવાન શિવને જ આપ્યું હોવાથી તેમને ફરીથી તપ કરવાની જરૂર નહોતી. શિવ ભગવાન એ જ સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્રબિંદુ છે. શિવ આદિ અનંત અને અવિનાશી છે. દુનિયાનું પરમ સત્ય ફક્ત અને ફક્ત શિવજી છે. શિવ જ શરૂઆત છે અને શિવ જ અંત છે. જેને શિવને પામી લીધા તેને જગતમાં બીજું કંઈ જ મેળવવાનું બાકી રહેતું નથી. કારણ કે એ શિવથીજ આ દુનિયામાં બીજું કઈ જ અધિક નથી.
વંદે દેવ ઉમાપતિ સુરગુરુ મ વંદે જગત કારણ મ વંદે પન્નગ ભૂષણ મ મૃગ ધરમ, વંદે પશુનામ પતિ, વંદે સૂર્ય શશાંક વહની નયનમ, વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજના શ્રયમ ચ વરદમ, વંદે શિવમ શંકરમ.
સંકલન : સપના જોશી || શિક્ષિકા