નોઇડા ના પ્રખ્યાત સ્ટેડિયમ ને શૂટર દાદી નામ આપવામાં આવ્યું
ઉત્તર પ્રદેશ ના નોઇડા સ્ટેડિયમ માં આવેલ શૂટિંગ રેન્જ ને શૂટર દાદી ચંદ્રો તોમર થી ઓળખવામાં આવશે. ઉત્તર પ્રદેશ ના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ભાજપ ના ધારા સભ્ય ધીરેન્દ્રસિંહ ઠાકુર ની માંગ ને લઈ ને આ નિર્ણય કર્યો છે. બાગપત જિલ્લા ના નાનકડા ગામ જોહરી માં રહેતા ચંદ્રો તોમર પોતાની ઈચ્છા ના બળ પર અનેક એવોર્ડ મેળવ્યા હતા. એક ગ્રામીણ વિસ્તાર માં રહી અસંખ્ય સિદ્ધિ મેળવનાર તે દરેક સ્ત્રી માટે એક પ્રેરણા રૂપ છે. શૂટિંગ રેન્જ નું નામ તેમના પરથી રાખવામા આવતા પ્રેક્ટિસ કરતી દરેક મહિલા પોતાના માં દાદી ચંદ્રો તોમર જોવાનો પ્રયત્ન કરશે. આ વર્ષે 30 એપ્રિલ ના રોજ મેરઠ ની હોસ્પિટલ માં કોરોના ના કારણે ચંદ્રો તોમર નું નિધન થયુ હતું.
દાદી એ 65 વર્ષ ની ઉમ્મરે શૂટિંગ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે 30 થી વધુ રાષ્ટ્રીય ચેમ્પિયન શીપ જીતી ને એક કુશળ શૂટર તરીકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી. તે વિશ્વ ના સૌથી વૃધ્ધ શાર્પ શૂટર હતા
યાદ રહે કે દાદી એ 65 વર્ષ ની ઉમ્મરે શૂટિંગ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે તેમની પૌત્રી શૂટિંગ ની તાલીમ માટે જતી ત્યારે દાદી ને સાથે લઈ જતી હતી એક વખત જ્યારે તેમની પૌત્રી લોડ ના કરી શકી તો તેમણે હાથ માં પિસ્તોલ લઈ બળદ ની આંખ માં નિશાન તાક્યું હતું તે જોઈ તેના કોચ આશ્ચર્ય ચકિત થઈ ગયા અને તેમણે વિધિસર તાલીમ લેવાનું કહ્યું. કોચે કહ્યું કે તેમની પાસે સ્થિર હાથ અને ચપળ આંખો છે. ત્યાર બાદ દાદી એ વિવિધ સ્પર્ધાઓ માં ભાગ લેવાનું શરૂ કર્યું. અને એક પછી એક એવોર્ડ મેળવતા રહ્યા.તેમણે 30 થી વધુ રાષ્ટ્રીય ચેમ્પિયન શીપ જીતી ને એક કુશળ શૂટર તરીકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી. તે વિશ્વ ના સૌથી વૃધ્ધ શાર્પ શૂટર હતા.
ફક્ત પંદર વર્ષ ની ઉમ્મર માં તેમના લગ્ન થઈ ગયા હતા. તેમને પાંચ બાળકો અને બાર પૌત્રો છે. તેમની ભત્રીજી સીમા તોમર 2010 માં રાઇફલ અને પિસ્તોલ વર્લ્ડ કપ માં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા હતી. તેમની પૌત્રી શેફાલી તોમર પણ આંતરરાષ્ટ્રીય શૂટર છે અને હંગેરી તેમજ જર્મની ની આંતર રાષ્ટ્રીય સ્પર્ધાઓ માં ભાગ લઈ ચૂકી છે.
1999 થી દાદી એ સમગ્ર ભારત ના 25 થી વધુ રાજ્યો ની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો . ચેન્નઈ માં યોજાયેલી વેટરન શૂટિંગ ચેમ્પિયનશિપ માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.યાદ રહે કે તેમના જીવન પરથી બૉલીવુડ માં હિન્દી ફિલ્મ પણ બની છે. તેમના મુજબ શરીર વૃધ્ધ થાય છે પણ મન તીવ્ર રાખવું જોઈએ. આવા મહાન રમતવીર ને ઉત્તર પ્રદેશ ની સરકારે આ સન્માન આપી યોગ્ય શ્રદ્ધાંજલી આપી છે તેમ કહી શકાય.