નિત્ય સમાચાર

ઇસ્કોન ના સ્વામી પ્રભુપાદ ની 125 મી જન્મ જયંતિ નિમિતે સરકારે 125 રૂપિયા નો સ્મારક સિક્કો બહાર પાડ્યો

ઇસ્કોન ના માધ્યમથી સમગ્ર વિશ્વ મા “હરે રામ હરે કૃષ્ણ” નું નામ ગુંજતું કરનાર અને કૃષ્ણ ને ગ્લોબલ ભગવાન તરીકે સ્થાપિત કરનાર, દેશ વિદેશ માં કૃષ્ણ ભક્તિ ની અલખ જગાવનાર પરમ શ્રદ્ધેય , પૂજનીય શ્રીલ ભક્તિ વેદાંતસ્વામી પ્રભુપાદ ની જન્મ જયંતિ સમગ્ર દેશ અને ઇસ્કોન પરિવાર ઉજવી રહ્યો છે. ભગવાન કૃષ્ણ ના ચરિત્ર અને જીવન થી વિદેશીઓ ને સ્વામીજી એ ઘેલું લગાડ્યું છે. સ્વામીજી એ દેશ – વિદેશ મા અસંખ્ય મંદિરો ની અદભૂત અને અદ્વૈતીય રચના કરી છે જેમાં કૃષ્ણ અને રાધા ની અલૌકિક મૂર્તિઓ અને તેમના બાળપણ થી લઈ ને યુવાની સુધી ના તેમની કલ્પના પ્રમાણે ના અદભૂત  ચિત્રો હોય છે.

https://divyamudita.com/iskon-swami-shril-prabhupad/શ્રીલ ભક્તિ વેદાંતસ્વામી પ્રભુપાદ ની 125 મી જન્મ જયંતિ ના અવસરે વડાપ્રધાન મોદી એ 125 રૂપિયા નો સિક્કો જારી કરવા વીડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા.આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું હતું કે પ્રભુ પાદ સ્વામી એક અલૌકિક ક્રુષ્ણ ભક્ત તો હતા જ સાથે તેઓ એક મહાન ભક્ત પણ હતા. ઇસ્કોન સંસ્થા ના ખૂબ જ ઉચ્ચ લેવલ ના મેનેજમેન્ટ દ્વારા નિરાધાર વ્યક્તિઓ અને ગરીબ ભૂખ્યા બાળકો ની આંતરડી ઠારવા માટે અન્ન ક્ષેત્ર તેમજ તેઓ ને શિક્ષિત કરવા શિક્ષણ ની સેવા ની પ્રવૃતિ પણ થઈ રહી છે જે વંદન ને પાત્ર છે. આવી પ્રવૃતિ કરી સમગ્ર વિશ્વ ને ગીતાનો પાઠ , કૃષ્ણ ની ભક્તિ થી માહિતગાર કરનાર શ્રીલ ભક્તિ વેદાંતસ્વામી પ્રભુપાદ ને કોટિ કોટિ નમન.

સંકલન : દિવ્યા મુદિતા ટીમ , ફોટો સોર્સ : ગુગલ

Related Posts