ભારત માં Online Payment સિસ્ટમ લાવનાર સાહસિક મહિલા
ઉપાસના ટાકુ મોટી અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સાથે ઉછરેલા મહિલા છે. ઉપાસના ટાકુએ સ્કુલનું ભણતર સુરતમાં પૂર્ણ કર્યું. તેમણે “National Institute of Technology”, જલંધરમાંથી Industrial Engineering વિષયમાં B. Tech. પૂરું કર્યું. તેઓએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, યુ.એસ. માંથી Management Science & Engineering માં MS કર્યું.તેમના શિક્ષણને લીધે તેઓ સૌ પ્રથમ US માં San Diego ની HSBC માં નોકરી પર લાગ્યા. જ્યાં, તેમણે માર્કેટિંગ અને આઉટરીચથી લઈને અનુમાન અને બજાર સંશોધન સુધીની ઘણી બધી કેટેગરીમાં કામ કર્યું. ઉપસાના સિલિકોન વેલીમાં PayPal માં સિનિયર પ્રોડક્ટ મેનેજર તરીકે જોડાયા, જ્યાં તેઓ અમેરિકા, યુરોપ અને એશિયામાં Payment System, Risk Searching, Fraud Management, Consumer Experience અને ડિઝાઇન વિશે શીખ્યા. તેમને પેમેન્ટ અને નાણાકીય સેવાઓનો 13 વર્ષનો બહોળો અનુભવ છે અને તે 7 વર્ષથી ભારતમાં ઉદ્યોગસાહસિક છે.
જો કે, વર્ષ 2008 સુધીમાં તેમની પાસે કોર્પોરેટ એકમનો “તાજ” હોવા છતાં તેમને સમજાયું કે, તેઓ હવે કોર્પોરેટ એકમમાં જોબ કરવા માંગતા ન હતા. તેમણે લાખો ડોલરમાં ચાલતા ઉચ્ચ-પ્રભાવવાળા પ્રોજેક્ટ પર કામ કર્યું હતું. પરંતુ ત્યાં તેમને સંતોષ મળ્યો ન હતો. તેઓ ભારત પાછા આવવા માંગતા હતા અને ભારતમાં આવીને ઇકોસિસ્ટમમાં ફાળો આપવા માંગતા હતા. વધુ સમયનો બગાડ ના કરતાં ઉપાસના ટાકુ વર્ષ 2009 ની શરૂઆતમાં જ ભારત પાછા ફર્યા. તેઓ ભારતમાં ઘણા લોકોને મળ્યા હતા. ત્યાં તેમણે તારણ કાઢ્યું, Paypal જેવા વોલેટ વિશે ભારતમાં બહુ ઓછા લોકો જાણતા હતા. અને ઉપાસનાએ શોધ્યું કે, “વપરાશકર્તાઓ કેશલેસ વિશ્વની કલ્પના પણ કરી શકતા નથી”. તેઓ સમજી શક્યા કે ટેકનોલોજી જેટલી સારી હોય તેટલું કાર્ય અને જીવન સરળ બને છે. તેઓ તે જ સમયે તેમના એક મિત્ર દ્વારા મિ. બિપીનને મળ્યા કે જેઓ પછીથી તેમના પતિ અને સહ-સ્થાપક બન્યા. જેઓ પણ તે જ ક્ષેત્રમાં સ્ટાર્ટ-અપ કરવા ઉત્સુક હતા. ઓગસ્ટ, 2009 માં તેમણે ઉંચી ઉછાળ લીધી. ઉપાસનાએ વ્યવસાયના અમુક પાસાઓ સાથે તેમને ઘણી મદદ કરી હતી. છ મહિના પછી, તેમનો ‘ઓનલાઈન પેમેન્ટ ગેટવે’ ના વિચાર પ્રત્યેનો આત્મવિશ્વાસ વધ્યો અને ઉપાસના ટાકુ પૂર્ણ-સમય માટે Mobikwik ના સહ-સ્થાપક બન્યા.
Mobikwik ખૂબ જ સરળ અને જરૂરિયાત આધારિત હતી. ઉપાસનાએ Mobikwik ને રિચાર્જ પ્લેટફોર્મ તરીકે લોન્ચ કર્યું અને ટૂંક સમયમાં જ તે દરેક ભારતીયના Mobile Wallet બની ગયું. ભારતનું ગૌરવ કહી શકાય કે, Mobikwik એ ભારતનું પ્રથમ Mobile Wallet હતું. જયારે દરેક ભારતીય ૧૦ રૂ. ના મોબાઈલ રિચાર્જની મામૂલી રકમ માટે પણ ‘ફિઝીકલ કેશ’ પર નિર્ભર હતા. ત્યારે Mobikwik સાથે ઉપાસનાએ ઓનલાઈન રિચાર્જ પ્લેટફોર્મની ખૂબ જ જરૂરી સુવિધા ભારતમાં શરૂ કરી કે જે વપરાશકર્તાઓને કોઈપણ સ્થાનથી તેમના ફોનને ફરીથી રિચાર્જ કરવામાં સક્ષમ બનાવે છે. જેથી વપરાશકર્તા નાના નાના રિચાર્જ માટે સ્થાનિક દુકાનમાં જવાની જરૂર રહતી નથી અને Mobikwik આ ક્રાંતિનો ભાગ બન્યું અને અપવાદ રૂપે વૃદ્ધિ પામ્યું. કારણ કે ઉપાસનાએ આ પ્રવાસ વર્ષ 2009 થી શરૂ કર્યો હતો.
વર્ષ 2010 માં MobiKwik એ તેના પ્રથમ કર્મચારીની નિમણુંક કરી, તે સમયે એન્જિનિયરિંગમાં અસાધારણ પ્રતિભા સાથે યોગ્ય લાયકાત વાળા કર્મચારી ને શોધવાનું ખૂબ જ કઠિન હતું. કારણ કે નવા સ્ટાર્ટઅપમાં જોડાવા અને નવી સંસ્થાના પડકારોનો સામનો કરવા તૈયાર રહેવાનું સમજાવવું પડકારજનક હતું.
વર્ષ 2011 ના અંત સુધીમાં, તેઓએ દ્વારકામાં તેમની પ્રથમ ઓફિસ ભાડે લીધી હતી જેમાં પાંચ રૂમ હતા. છતાં નાના કુટુંબની જેમ રહ્યા. દરેક કર્મચારી પાસે પોતાનો રૂમ હતો. અને એક જ વર્ષમાં તેઓ એ તેમની શ્રેષ્ઠ રજૂઆત કરી અને 25-સભ્યોની ટીમમાં વિસ્તૃત થઈ શક્યા. આમ, દ્વારકામાં તેમણે તેમની બીજી ઓફિસ ભાડે લીધી. તેઓ એક અસાધારણ ગતિએ વૃદ્ધિ પામી રહ્યા હતા અને જૂન 2012 ની શરૂઆતમાં તેઓ 35 – સભ્યોની ટીમમાં તબદીલ થઇ ગયા હતા.
સપ્ટેમ્બર 2012 માં ઉપાસનાની કંપનીએ RBI મા PPI લાઇસન્સ માટે અરજી કરી હતી. તે જુલાઈ 2013 માં મેળવી હતી. તે તેમના માટે એક સીમાચિહ્નરૂપ બની રહ્યું
સપ્ટેમ્બર 2012 માં ઉપાસનાની કંપનીએ RBI મા PPI લાઇસન્સ માટે અરજી કરી હતી. તે જુલાઈ 2013 માં મેળવી હતી. તે તેમના માટે એક સીમાચિહ્નરૂપ બની રહ્યું. શરૂઆતના ત્રણ વર્ષ સુધી સહ-સ્થાપક દંપતી રોકાયેલા હોવાથી આ તમામ લક્ષ્યો અટવાઈ ગયા હતા. પરંતુ તેઓ 30 થી વધુ કર્મચારીઓ સાથે તેના અંત સુધીમાં નફાકારક રીતે કંપની ચલાવતા થયા. જે રોકાણકારોએ તેમની કંપનીમાં નાણા રોક્યા હતા તેઓએ પણ તેમની સફળતાની નોધ લીધી. વર્ષ 2014ની શરૂઆતમાં તો આખું દૃશ્ય બદલાઈ ગયું હતું. તેમના પ્રથમ તબક્કાના ભંડોળનું મૂલ્ય 5 મિલિયન ડોલર હતું, જેણે 50 થી વધુ કર્મચારીઓ સાથે ગુડગાંવના ઉદ્યોગ વિહારમાં ઘણી મોટી ઓફિસ બનાવવા માં મદદ કરી. તેઓએ ઘણા ઓફલાઈન અને ઓનલાઈન વેપારીઓમાં તેમના પેમેન્ટ નેટવર્કને વિસ્તૃત કર્યું હતું.
વર્ષ 2015 ના બીજા તબક્કામાં માં સેક્વોઇઆ કેપિટલ, અમેરિકન એક્સપ્રેસ, ટ્રી લાઇન એશિયા અને સિસ્કો ઈન્વેસ્ટમેન્ટથી 25 મિલિયન ડોલરનું ભંડોળ ભેગું થયું હતું. દેશમાં ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શનની વધતી વૃદ્ધિ છતાં નિષ્ક્રિય પેમેન્ટ ગેટવે તેમની પ્રગતિને નિષ્ક્રિય કરવા માટેના સૌથી મોટા અવરોધક હતા. ત્યાં પેમેન્ટ કરવાની ઘણી પસંદગીઓ ઉપલબ્ધ ન હતી અને થોડા વર્ષો પહેલા ફક્ત થોડા લોકો આ વિભાગમાં હતાં. આ ઉપરાંત, લગભગ બધામાં ક્યાં તો મોટો સાઇન-અપ ખર્ચ અથવા નીચલી કક્ષાની ટેકનોલોજી અથવા બંને જવાબદાર હતા. 2016 માં રોકાણના ત્રીજા તબક્કામાં નેટ 1, GMO પેમેન્ટ ગેટવે, Mediatek , સેક્વોઇઆ કેપિટલ અને ટ્રી લાઇન એશિયાથી $ 50 મિલિયનથી વધુ નું ફંડિંગ મળ્યું. જે તેમના માટે નોંધપાત્ર સિદ્ધિ હતી.
MobiKwik પાસે તેના પ્લેટફોર્મ પર 35 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ અને 1,00,000 વેપારીઓ છે. ભારતની ટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં તેની સિદ્ધિઓની સ્વીકૃતિ આપીને તે ફોર્બ્સ દ્વારા “Asia’s Women to Watch in 2016” હેઠળ બતાવવા માં આવ્યા હતા.
સંકલન : કિંજલ રામી ગુપ્તા
B.Com ,BCA , B.Libs,
એક્ઝોટિકા સ્કૂલ , સામાજિક કાર્યકર
ફોટો સોર્સ : ગુગલ