નિત્ય સમાચાર

હજારો દીકરીઓના પાલક પિતા

મહેશભાઇ સવાણી તાજેતર માં આમ આદમી પાર્ટી માં જોડાતા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે પરંતુ તેમની રાજકીય સફર કે કારકિર્દી થી ઉપર આજે આપણે વાત કરીશું. મહેશભાઇ 3172 થી વધુ દીકરીઓના પાલક પિતા તરીકે ઓળખાય છે.

લાખો ના પાલનહારી એવા મહેશભાઇ હજારો દીકરીઓના પ્રેરણાદાયક તરીકે ઓળખાય છે. મહેશભાઇ ના પિતા વલ્લભભાઇ સવાણી માત્ર 120 રૂપિયા પગાર ની નોકરી કરતાં હતા. મહેશભાઇ નો જન્મ 1970 માં સૌરાષ્ટ્ર ભાવનગર જિલ્લા ના રણપ્રદા ગામ માં થયો હતો. મહેશભાઇ એ બેંગલોર થી સિવિલ એંજિનિયર ની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ દરેક સૌરાષ્ટ્ર વાસી ની જેમ સુરત આવી ને પોતાનો ડાયમંડ નો બિઝનેસ શરૂ કર્યો હતો. જેમાં તેઓ ખૂબ જ સફળ થયા. ત્યારબાદ 2003 અને 2007 ની વચ્ચે ડાયમંડ ઉદ્યોગ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતી માં થી પસાર થઈ રહ્યો હતો. તેથી તેમણે 2008 માં પી.પી.સવાણી ગ્રૂપ નામની નવી કંપની શરૂ કરી રિયલ એસ્ટેટ માં કામ શરૂ કર્યું.

https://divyamudita.com/mahesh-savani/વર્ષ 2008 માં મહેશભાઈ ના એક દૂર ના સંબંધી નું અવસાન થતા તેમની બે દીકરીઓ ની જવાબદારી મહેશભાઇ એ નિભાવી હતી. ત્યારબાદ તેમણે આ પુણ્ય ના કામ ને આગળ વધારવાનું નક્કી કર્યું. માતા-પિતા વગર ની દીકરીઓના સામૂહિક વિવાહ કરાવી તેઓ પાલક પિતા ની જવાબદારી નિભાવે છે. દરે વર્ષે અલગ અલગ જાતિ ની દીકરીઓ ના ખૂબ જ ધામ ધૂમ થી લગ્ન કરાવી પોતાના પુણ્ય ને આગળ ધપાવી રહ્યા છે. 2017 માં એક બાળકી ના ફોજી પિતા શહીદ થઈ ગયા હતા. તે બાળકી નું ઇન્ટરવ્યુ ટીવી ચેનલ માં જોયું હતું જેમાં તે બાળકી રડતાં રડતાં કહેતી હતી કે તેના પિતા તેને ખૂબ જ આગળ ભણાવવાની ઈચ્છા રાખતા હતા. અને મને કહતા કે તું બહુ જ ભણજે પણ હવે મને કોણ ભણાવાશે? આ બાળકી નો ઇન્ટરવ્યુ જોઈ મહેશભાઇ નું હ્રદય દ્રવી ઉઠ્યું તેમણે પ્રધાનમંત્રી ને પત્ર લખી શહીદ જવાનો ના 1700 થી વધુ બાળકો ની ભણાવવાની જવાબદારી લીધી. તેમણે પી.પી.સવાણી એજ્યુકેશન ટ્રસ્ટ ની રચના કરી જેમાં બાળકીઓ ને મફત શિક્ષણ આપવામાં આવે છે અને અનાથ દીકરીઓને શાળા ના શિક્ષણ થી લઈ ને તેમના વિવાહ સુધી ની જવાબદારી લઇ સમાજ માં એક મોટું ઉદાહરણ પૂરું પડ્યું છે. દીકરીઓના લગ્ન કરાવ્યા બાદ પણ તેમને કોઈ પણ પ્રકાર ની મદદ માટે તેઓ સતત તેમના સંપર્ક માં રહી મદદરૂપ થાય છે.

સમાજ કલ્યાણ ના અગણિત કાર્ય કરેલા છે, જેમાં મહેશભાઇ ના પત્ની ભાવનાબેન હમેશા તેમના દરેક કાર્ય માં ભાગ લઈ ને તેમનું મનોબળ વધારે છે. મહેશભાઈ ને આ માનવકલ્યાણ ના કાર્ય કરવાની પ્રેરણા ના સ્ત્રોત તેમના પિતાશ્રી વલ્લભભાઇ અને માતૃશ્રી અજવાળીબેન છે. શિક્ષણ થી સમાજ નો વિકાસ થાય છે અને સમાજ સેવા, આરોગ્ય સેવા, શિક્ષણ સેવા ના કાર્ય મહેશભાઇ ની ઓળખ છે.

સંકલન : મિત્તલ ભાવસાર , ફોટો સોર્સ : ગુગલ

Related Posts