USB ની શોધ બરોડા માં જન્મેલા આ ગુજરાતી એ કરી હતી
મહારાજ સયાજી રાવ યુનિવર્સિટી માં ગ્રેજ્યુએટ કરનાર ભારતીય – અમેરિકન કોમ્પ્યુટર આર્કિટેક્ટ અજય ભટ્ટ દ્વારા USB ની શોધ કરવામાં આવી હતી. ખૂબ જ નાના દેખાતા આ પોર્ટ માં 80 જીબી સુધી ના ડેટા ને સ્થળાંતરીત કરી શકાય છે અને એક જગ્યાએ થી બીજી જગ્યાએ ડેટા લઈ જઈ શકાય છે. અમેરિકા ની સિટી યુનિવર્સિટી માં માસ્ટર કર્યા પછી તેઓ આર્કિટેક તરીકે ઇન્ટેલ માં જોડાયા હતા. તેમની પાસે 132 અમેરિકન અને આંતરરાષ્ટ્રીય પેટન્ટ છે. તેમને અલગ અલગ અમેરિકન અને એશિયા એવોર્ડ થી સન્માનીત કરવામાં આવ્યા છે.