જાણ્યું છતાં અજાણ્યું

દુનિયાની સૌથી લાંબા પગ ધરાવતી રશિયન મહિલા ‘Ekaterina lisina’

યેકાટેરીના વિક્ટોરોવા લસિના, જેને એકટેરીના લિસિના તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક સૌથી લાંબા પગ વાળી રશિયન મોડેલ અને બાસ્કેટબોલ ખેલાડી છે. પગરખાં પહેર્યા વિના લિસિના 6 ફુટ 8.77 ઇંચ ઉંચાઇ ધરાવે  છે. તેણે 2008 ના સમર ઓલિમ્પિક્સમાં રશિયન રાષ્ટ્રીય ટીમ માટે ભાગ લીધો હતો, જેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2014 માં તેણે વ્યાવસાયિક બાસ્કેટબોલ માં  થી નિવૃતિ લીધી હતી ત્યાર બાદ તે એક વ્યાવસાયિક મોડેલ બની તેમજ “વર્લ્ડની સૌથી ઉંચી મોડલ્સ” મોડેલિંગ એજન્સીની સ્થાપના કરી. તેને 2017 માં લાંબા પગ વાળી મહિલા પ્રોફેશનલ મોડેલ તરીકે નો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મળ્યું.

Related Posts