નિત્ય સમાચાર લેખાનુભુતિ

શિવત્વનું પૂર્ણ રૂપ શું?

સૂતજીએ મુનિઓને કહ્યું : ‘એક વાર નારદજીએ બ્રહ્માને આ બધા પ્રશ્નો કર્યા હતા. નારદજીએ પૂછયુ હતું કે શિવત્વનું પૂર્ણ રૂપ શું છે ? ત્યારે બ્રહ્માજીએ પ્રસન્ન થઈને નારદજીને વિસ્તારથી શિવત્વનું વર્ણન જણાવ્યું અને સૃષ્ટિની ઈચ્છા, ઉત્પત્તિ તથા સ્વરૂપ ઉપર પ્રકાશ નાંખ્યો. બ્રહ્માજીએ કહ્યું કે “પ્રારંભિક પ્રલયકાળમાં જયારે સ્થાવર જંગમનો વિનાશકાળ આવ્યો હતો-સૂર્ય, ગ્રહ, તારા બધું નાશ પામ્યું હતું, ચારે બાજું અંધકારનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું, ત્યારે એક માત્ર સદ્દબ્રહ્મ જ શેષ રહ્યું હતું એ સબ્રહ્મ જે યોગિઓ દ્વારા ધ્યાનગમ્ય છે, મન, વાણી અને ઈન્દ્રિયોના જ્ઞાનથી દૂર છે. નામ, રૂપ, વર્ણ રહિત છે, સત-અસતથી પર છે. એ સત્યજ્ઞાન અનંત સ્વરૂપ છે. આ સ્વરૂપને જ ભક્ત તથા જ્ઞાની ઈશ્વર કહે છે. આ પરમેશ્વર સ્વરૂપ શિવ જ પોતાની અનશ્વર પ્રકૃતિલ શક્તિ ઉત્પન્ન કરે છે. જેને પ્રકૃતિ, ત્રિગુણમયી માયા અને અહંકા નિર્વિકાર બુદ્ધિના રૂપમાં ઓળખવામાં આવે છે. પ્રકૃતિ, શક્તિરૂપા, અંબિકા, ત્રિદેવજનની, નિત્ય તથા મૂળ પ્રકૃતિ કહેવાય છે. પ્રકૃતિની અંબિકારૂપમાં આઠ ભુજાઓ તથા વિચિત્ર મુખ છે. માયાના સંયોગથી એ અન્ય અનેક રૂપોમાં ઉપ– બદલાઈ જાય છે. પરબ્રહ્મ શિવે માથા ઉપર ગંગા તથા લલાટ ઉપર ચંદ્રમા ધારણ કરેલ છે. એમને ત્રણ નેત્ર છે, પાંચ મુખ છે અને દશ ભુજાઓ છે. એ કાળ સ્વરૂપ ભગવાન છે અને ત્રિશૂળધારી છે. એમણે જ કાશી ક્ષેત્રમાં પોતાના શિવક્ષેત્રને સ્થાપિત કર્યું છે. આ શિવક્ષેત્ર શિવ અને પાર્વતીથી રહિત કદી નથી હોતું એટલા માટે જ એ અવિમુક્ત ક્ષેત્ર કહેવાય છે.

https://divyamudita.com/what-is-the-full-form-of-shiva/સૃષ્ટિની ઉત્પત્તિ વિષયમાં બ્રહ્માજીએ નારદજીને જણાવ્યું કે સૃષ્ટિની ઈચ્છા થવા પર શિવજીએ એનો ભાર સ્વયં નહોતો લીધો. સૃષ્ટિની ઈચ્છા બળવત્તર થતાં એમના દક્ષિણ ભાગના દશમાંશથી એક પુરૂષનો આવિર્ભાવ થયો. એનું નામ શિવજીએ વિષ્ણુ રાખ્યું અને તેને પરમ કાર્ય કરવા માટે ગહન તપ કરવાનો આદેશ આપ્યો. વિષ્ણુજીએ ઘણા સમય સુધી તપ કર્યું, ત્યારે શિવજીની કૃપાથી વિષ્ણુના શરીરમાંથી અનેક જળધારાઓ નીકળી. એની ઉપર શ્રમથી થાકેલા વિષ્ણુજી ઉંઘી ગયા. આજ કારણે નીર અર્થાત જળ ઉપર ઉંઘવાને કારણે એમનું નામ નારાયણ પડયું. એ સમયે વિષ્ણુજીથી યથા સમયે બધા તત્ત્વો પ્રગટ થયા. સૌથી પહેલાં પ્રકૃતિથી મહત્વ, એનાથી ત્રણ ગુણ, ત્રણ ગુણોથી અહંકાર, અહંકારથી પાંચ તન્માત્રાઓ શબ્દ, રૂપ, રસ અને ગંધ અને એનાથી પંચભૂત-પૃથ્વી, જળ, આકાશ તેજ અને વાયુ પ્રગટ થયા. ત્યારબાદ પાંચ જ્ઞાનેન્દ્રિયો-નેત્ર, કાન, નાક, જીભ અને ત્વચા તથા પાંચ કર્મેન્દ્રિયો વાણી, ચરણ, હસ્ત, ગુદા અને ઉપસ્થ થયા. આ પ્રકારે શિવજીની ઈચ્છાથી જ આ ૨૪ પ્રકારના સાર તત્ત્વ રૂપક પ્રગટ થયા અને બધા એકત્રીત બની બ્રહ્મરૂપ જળમાં પોઢી ગયા. ભગવાન નારાયણ પોઢી ગયા ત્યારે શિવજીની ઈચ્છાથી જ એમની નાભિથી એક કમળ ઉત્પન્ન થયું. એ પછી કમળથી શિવજીએ મને (બ્રહ્માને) ઉત્પન્ન કર્યા. મને એ વખતે કશી જાણ નહોતી. થોડી ક્ષણો બાદ મેં મારા કર્તાને શોધવાનો પ્રયત્ન કર્યો. પરંતુ હું એના મૂળ સુધી પહોંચી શકયો નહીં. ત્યારે એ કમળનાભના સહારે ઉપર જતાં મને એક આકાશવાણી સંભળાઈ. એ પછી બાર વર્ષ કઠોર તપ કર્યા બાદ વિષ્ણુજીના દર્શન થયા. હું એમને ઓળખી શકયો નહીં અને મેં એમને એમનો પરિચય પૂછયો. જ્યારે વિષ્ણુએ પોતાને સર્વજ્ઞ અને મારા પિતા હોવાનું જણાવ્યું તો મેં એમનો તિરસ્કાર કર્યો અને મેં અપશબ્દો કહ્યા. અમારી બંન્ને વચ્ચે ભીષણ બાહુયુદ્ધ શરૂ થયું. ત્યાં જ એકાએક આશ્ચર્ય સાથે અમારી વચ્ચે સ્થંભના રૂપમાં આદી અને અંત વગરનું લિંગ પ્રગટ થયું અને અમે યુદ્ધ બંધ કરી ઉપર અને નીચે જઈ તેના આદિ-અંતનો તાગ મેળવવા પ્રયત્ન કર્યો પણ એમાં નિષ્ફળતા મળી. અમે તે સ્થંભને તેનો પરિચય આપવા પ્રાર્થના કરી.

https://divyamudita.com/what-is-the-full-form-of-shiva/એ સમયે અમને ૐ નો ગંભીર ધ્વનિ સંભળાયો. મેં તથા વિષ્ણુજીએ શિવલિંગને વિશિષ્ટ રૂપમાં જોયું. એના દક્ષિણ ભાગમાં ‘અ’કાર, ઉત્તર ભાગમાં ‘ૐ’કાર તથા મધ્ય ભાગમાં ‘મ’કાર જોયું અને અંતમાં ૐનાદનું સાક્ષાત દર્શન થયું. સત્ય, આનંદ અને અમૃત સ્વરૂપ પરબ્રહ્મ જ ૐમાં દૃષ્ટિગોચર થઈ રહ્યું હતું. જ્યારે અમે એના વિષયમાં વિચાર કરી રહ્યા હતા ત્યારે એક મહાત્મા ત્યાં આવ્યા અને એમણે જણાવ્યું કે આ ૐ * જ શિવજીનું બ્રહ્મ સ્વરૂપ છે અને એ અગોચર છે. ૐના ‘અ’, મે ‘ઉ’ તથા ‘મ’ વર્ણ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના પ્રતીક છે. આ – ત્રણે રૂપ સૃષ્ટિ મોહન તથા અનુગ્રહ કાર્યોના પ્રતીક છે. – ‘અ’કાર બીજ છે. ‘ૐ’કાર કારણરૂપ યોનિ છે અને ‘મ’કાર બીજ છે. આ પ્રકારે મહેશ્વરની ઈચ્છાથી બીજ, બીજ યોનિમાં 5 પડીને ચારે દિશાઓમાં વિકસિત થવા લાગ્યો. એનાથી એક 1 સુવર્ણમય અંડ ઉત્પન્ન થયું. એ વર્ષો સુધી જળમાં રહ્યું. એના 1 બે ભાગ થઈ ગયા. ઉપરના ભાગમાં સ્વર્ગલોક અને નીચેના ભાગથી પૃથ્વી લોક પ્રગટ થયું. એ અંડથી જ ચતુર્ભુજ | શિવજીનો આવિર્ભાવ થયો. આ જ શિવજી ત્રિરૂપધારી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રૂપમાં પ્રભુ છે. અમે બન્નેએ મહાદેવની વેદમંત્રોથી સ્તુતિ કરી અને શિવજીને દશ ભૂજા રૂપ પરમ કાંતિમાન પંચમુખ રૂપમાં પોતાની સામે પ્રગટ થતાં જોઈ અમને સંતોષ થયો. શિવજીથી જ ૪૮ અક્ષરોવાળો ગાયત્રી મંત્ર, આઠ માળાઓ વાળો શિવ મંત્ર, મૃત્યુંજય, ચિંતામણી મંત્ર તથા દક્ષિણા મૂર્તિ મંત્ર ઉત્પન્ન થયા.અમે બન્નેએ આ પાંચેય મંત્રોને ગ્રહણ કરી શિવજીની સ્તુતિ કરવા લાગ્યા. આ સમયે ભગવાન શંકરના પ્રસન્ન થવાથી વિષ્ણુએ પૂછયું : ‘હે પ્રભુ ! કૃપા કરી એ બતાવો કે તમે કયા રૂપમાં પ્રસન્ન થાઓ છો ? કયું ફળ પ્રદાન કરો છો ? તમારૂં દિવ્યરૂપ શું છે ? મારી આ જિજ્ઞાસાને શાંત કરવા માટે તમે મને બધું જણાવો.’ ત્યારે શિવ બોલ્યા : ‘આ માટે એક આખો વૃત્ત જાણવો આવશ્યક છે.’

સોર્સ : શિવ પુરાણ || સંકલન : ધાર્મિક (ઓમ) પ્રજાપતિ 

Related Posts