લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક-૧૦

અધ્યાય – ૨ સાચા ગુરુ કોને કહેવાય?
ક્ષત્રિયને જ્યારે પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી યુદ્ધ અથવા દ્યુત રમવા આમંત્રણ મળે છે ત્યારે તેની પાસેથી નન્નો ભણવાની આશા રખાતી નથી. તે ક્ષત્રિય ધર્મ છે. કર્તવ્યની આવી અનિવાર્યતા હેઠળ અર્જુન લડવાનો ઈનકાર કરી શકતો નથી, કારણકે દુર્યોધનના પક્ષે તેને પડકાર ફેંકાયો હતો. પરંતુ અર્જુન યુદ્ધનાં અનિષ્ટ પરિણામોને જોઈ શકતો હતો. તેથી તે આ પડકારને સ્વીકારી શકતો ન હતો. કર્તવ્ય ત્યારે જ બંધન કર્તા હોય છે જ્યારે તેનું પરિણામ શુભ હોય… આમ, ઉચિત-અનુચિતનો વિચાર કરીને અર્જુને યુદ્ધ નહીં કરવાનો નિર્ણય કર્યો.
જ્યારે અર્જુન પોતાના કર્તવ્યથી વિમુખ થઈ યુદ્ધ ન કરવાનો નિર્ણય લે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને યુદ્ધ માટે, તેના કર્તવ્ય નિભાવવા માટે સમજાવવાના ભાગરૂપે આ રીતે કહે છે,”હે અર્જુન, તું એક કુશળ ધનુર્ધર છે. યોદ્ધો છે. ક્ષત્રિય છે. તારામાં આવી નિર્બળતા ક્યાંથી આવી? તું આવી હીન નામર્દાઈને તાબે ન થા. તું શત્રુઓનું દમન કરનાર છે. હૃદયની આવી ક્ષુદ્ર નિર્બળતાનો ત્યાગ કર અને ઉભો થા.” પરંતુ, અર્જુન હજી પણ તેના ગુરુજનો, પિતામહો, સગાં – સંબંધીઓનો જ વિચાર કરી વ્યથિત થાય છે. તેને તો એમ લાગે છે કે કૌરવ પુત્રોને હણી તેને જીવિત રહેવાની ઈચ્છા રહેશે નહીં. છતાંય થોડો સ્વસ્થ થઈ ભગવાનને વિનંતી કરે છે કે “હે સખા, જો હું સંકુચિતતાયુકત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો હોઉં અને મનની સ્વસ્થતા ગુમાવી બેઠો હોઉં તો મારે માટે જે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે મને કહેવાની કૃપા કરજો. હવે હું આપના શિષ્ય તરીકે આપની શરણાગતિમાં છું. કૃપા કરી મને ઉપદેશ આપો”.

” પ્રમાણભૂત ગુરુ” એટલે એવા ગુરુ કે જેમને સર્વ પ્રકારનું જ્ઞાન હોય. જે આ ભૌતિક કાર્યો અને સુખોથી તટસ્થ થઈ ગયેલ હોય

આ પ્રસંગ પરથી આપણને સમજાય છે કે મનુષ્ય ગમે તેટલો હોંશિયાર હોય, ગમે તેટલો શક્તિશાળી હોય, ગમે તેટલો સક્ષમ હોય પરંતુ, જ્યારે કોઈ ભૌતિક કાર્યોની સમગ્ર પદ્ધતિ તેને માટે વિમાસણનું કારણ બને, ડગલે ને પગલે જયારે મૂંઝવણ અનુભવાય ત્યારે તેણે કોઈ પ્રમાણભૂત ગુરુનો આશ્રય લેવો જોઈએ.

https://divyamudita.com/bhagvad-geeta-ark-10/” પ્રમાણભૂત ગુરુ” એટલે એવા ગુરુ કે જેમને સર્વ પ્રકારનું જ્ઞાન હોય. જે આ ભૌતિક કાર્યો અને સુખોથી તટસ્થ થઈ ગયેલ હોય. આજકાલ કહેવાતા ગુરુઓ બજારમાં પોતાની હાટડીઓ ખોલીને બેસી ગયા છે તેવા ગુરુઓ નહીં. અને એવા ગુરુ પણ નહીં કે જે તમારું કોઈ કામ કરી આપવા માટે અમુક રકમ માગી, કહેવાતી વિધિ કરી તમારા દોષ, તમારા કષ્ટ દૂર કરે !!!. પરંતુ અહીં એવા ગુરુની વાત છે કે જે તમને સાચું જ્ઞાન આપે. તમને જીવન પ્રત્યેની તટસ્થતા સમજાવે. અને દરેક પરિસ્થિતિમાં મન, ઈન્દ્રિયો પર કાબૂ રાખી સાક્ષીભાવ કેવી રીતે કેળવવો તે શીખવે. તેવા ગુરુ પાસે શિક્ષા લેવા જવાનું કહેવાયું છે. કોઈ મનુષ્ય ભલે ને બ્રાહ્મણ હોય કે પછી ક્ષુદ્ર જાતિના હોય, પરંતુ તે કૃષ્ણ ભક્તિના એટલે કે ભગવાન (કોઈપણ ધર્મના) તત્વને જાણતો હોય તો તે સંપૂર્ણ અને અધિકૃત ગુરુ છે…
અર્જુનનો શોક આર્થિક વિકાસ કે ભૌતિક સુખ દ્વારા દૂર કરી શકાય તેમ ન હતો. આર્થિક વિકાસ અને ભૌતિક સુખ તો ગમે ત્યારે સમાપ્ત થઈ શકે છે. જેનું સમર્થન ભગવદ્ ગીતામાં છે. કે “ક્ષીણે પુણ્યે મર્તલોકંમ વિશંતી” એટલે કે, જ્યારે પુણ્ય કર્મોના ફળ સમાપ્ત થઈ જાય છે ત્યારે મનુષ્ય ફરીથી સુખના સર્વોચ્ચ શિખર પરથી જીવનની અંતિમ અવસ્થામાં પતન પામે છે… જય શ્રી કૃષ્ણ

https://divyamudita.com/bhagvad-geeta-ark-10/Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ  શિક્ષિકા
TV સિરિયલ અને વેબ સીરિઝ એક્ટ્રેસ
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International

Related Posts