શ્રમજીવી મહિલાઓ માટે તો દરરોજ મધર્સ ડે
મધર્સ ડે, દર વર્ષે મે મહિનાનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે ઉજવાય છે. લોકો ઘેર ઘેર તેમની માતા સાથે ફોટા પાડી છે. અને તેમની માતાને કેક ખવડાવીને મધર્સ ડે ઉજવે છે. ત્યારબાદ કોઈ મધર્સ ડે પાર્ટી ઉજવે છે. કોઈ બહાર તેમની માતા સાથે હોટલમાં જમવા જાય છે. તેમના બાળકો તેમની માતાને મધર્સ ડે ના દિવસે સારી ગિફ્ટ આપી છે. સારી ગિફ્ટ આપતી વખતે ફોટા પાડીને સ્ટેટસ ઉપર મૂકી છે. આ રીતે લોકો ઘેર હોટલમાં પાર્ટી કરીને મધર્સ ડે ઉજવે છે. પણ તમે ગરીબ મજૂરી કરતા માતાનું વિચાર કર્યો છે. ગરીબ માતાઓ રોજ મજૂરી કરી ઘરકામ કરવા જાય છે. કડિયા કામ કરે છે. નાની મોટી કંપની મજૂરી કરી છે. ત્યારે તે મજૂરી કરીને પેટ ભરી છે. તે રોજ પૈસા કમાઈને મજૂરી કરીને રોજ પોતાનું કુટુંબનું ભરણપોષણ કરવામાં મદદરૂપ થાય છે. આ. શ્રમજીવી મહિલાઓ માટે તો મધર્સ ડે ની કોઈ વિશેષ ઉજવણી હતી નથી. તે રોજ મજૂરી કરવા જતી હોય છે. તે ક્યાં ક્યાંથી મધર્સ ડે ઉજવી રહી છે. આધુનિક યુગમાં મા શબ્દો ને બદલે હવે મોમ કહેવામાં આવે છે. હવે મા શબ્દનો અસ્તિત્વ રહ્યું નથી. લોકો મધર્સ ડે દિવસે મોબાઈલના સ્ટેટસમાં રાખીને માતા પ્રત્યેની લાગણી આદર વ્યક્ત કરે છે. પરંતુ શ્રમિક મહિલા પાસે મોબાઇલ હોતો નથી . તેમ છતાં પોતાના બાળકને કેવું વહાલ કરે છે. એવું જરૂરી નથી કે મોબાઇલમાં મૂકીને ફોટા પાડીને માતાનો પ્રેમ દેખાય છે. મજૂરી કરતા મહિલા પાસે મોબાઇલ નથી , પૈસા નથી તે છતાં પોતાના બાળકને વહાલ કરે છે. ઋતુ ચક્ર ની આખરી પરિસ્થિતિ વચ્ચે પણ એ પોતાની રોજિંદી જવાબદારી નિભાવતી રહે છે.
ભારતીય સંસ્કૃતિમાં માતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. કહેવાય છે કે કદાચ ભગવાન દરેક સમય દરેકની સંભાળ રાખી શકતો નથી માટે તેને માતાનું સર્જન કર્યું હશે. મજૂરી કરતી માતા હોય કે ધનિક હોય દરેક બાળકને ખૂબ જ સ્નેહ , લાડ અને પ્રેમથી ઉછેરી છે. જો માતાનું બાળક કદરૂપ હોય, લુલુ હોય, લંગડું હોય તો પણ દરેક મા માટે તેને બાળક વિશ્વનું શ્રેષ્ઠ ભારત કહેવાય છે. ખરેખર આ મજૂરી ગરીબ માતાઓને આપણે મધર્સ ડે વિશે થોડી જાણ કરીએ તો થોડા બે વાક્યો એમના કાને પાડીએ તો અને એવી માતાઓને ખરેખર ભેગા કરીને , મળીને સારી ગિફ્ટ આપીને, કેક કાપીને મધર્સ ડે ની ઉજવણી કરીએ તો કેટલું સારું રહે. અને આ મજૂરી કરતી માતાઓને મધર્સ ડે વિશે જ્ઞાન આપીશું તો તે માતાઓને બહુ જ સારું લાગશે.
સંકલન : સપના જોશી || દિવ્યામુદિતા ટીમ