પાનખર (ઘડપણ)ની એકલતા કેવી રીતે દૂર કરવી
શબ્દો પાસે અર્થ જરૂર હોય છે પણ અર્થઘટન તો મન પાસે જ હોય છે. આપણે વાત કરીશું ઘડપણ ની ,
કોરોના કાળ માં સૌથી વધારે સમય પસાર કરવામાં જેમને મુશ્કેલી પડી છે તે old age people છે જેને senior citizen , ઘરડા લોકો વગેરે સમાજ ના આપેલા ઉપનામ છે.
ચાલો આજે કઇંક અલગ વિચારીએ ! ઘડપણ ને મન થી દૂર ભગાડીએ ! પાનખર માં નહીં પણ વસંત માં રહીએ. ઘડપણ ને કેવી રીતે ભગાડીએ.
ઘડપણ ને મન અને શરીર થી દૂર રાખવા માટે આપણે વિવિધ ઘણી પ્રવૃતિ કરી શકીએ છીએ. જેમકે સેવાભાવી સંસ્થાઓ જેવી કે બેહરા મૂંગા ની શાળા, મંદ બુધ્ધિ ના બાળકો ની સંસ્થા વગેરે માં પૂર્ણ શ્રધ્ધાથી અને ખરા હ્રદયપૂર્વક સેવા કરવાની વૃતિ રાખીએ તો ઘડપણ નો અનુભવ નહીં થાય. લાઈબ્રેરી ની નિયમિત મુલાકાત લઈ સારા સારા પુસ્તકો વાંચી ને તે મળતું જ્ઞાન અભણ કે અશક્ત લોકો સુધી પહોચાડવું જોઈએ. સામાજિક પ્રવૃતિ કરી સમાજ ને મદદરૂપ થવું જોઈએ. જેને ખરેખર સેવા કરવી છે તેના માટે ગામ કે શહેર માં કોઈ ખોટ નથી. નાના બાળકો હમેશા મન થી અને શરીર થી ખુશ ખુશાલ હરતા ફરતા હોય છે ને? બસ એમ જ ઘડપણ ને દૂર કરવા કઈ ને કઈ પ્રવૃતિ કરતાં રેહવું ખૂબ જરૂરી છે. જો કોઈ વ્યક્તિ ને ધાર્મિક કાર્ય માં રસ હોય તો તે ધાર્મિક સંગઠન માં જોડાઈ શકે છે. માણસનું ચિત્ત જેટલું શાંત હશે તેટલું જ તે સ્વસ્થ જીવન જીવી શકશે. તે ઉપરાંત નાના બાળકો ને ભણાવવા , રાજકારણ માં રસ હોય તો રાજનૈતિક કાર્યો માં પણ સમય પસાર કરી શકાય છે.
કહેવત છે ને“જ્યારે પરિસ્થિતી બદલવી અશક્ય હોય ત્યારે મન ની સ્થિતિ બદલી નાખવી.”
બદલાતા શરીર નો ઢંગ , મન ની સ્થિતિ અને ઘર ના લોકોની લાગણીઓ અને અલગ અલગ ભાવ ને નિયંત્રણ કરવાને બદલે આપણે કઈક અલગ પ્રવૃતિ કરી ને આ ઘડપણ ને ભગાડીએ.
લેખક રાધાકૃષ્ણ નેવઢીયા નું પુસ્તક “યોગ દ્વારા ઘડપણ માં થી મુક્તિ” ખૂબ જ અદભૂત છે જેમાં લેખકે બહુજ ઊંડાણ થી ઘડપણ ને દૂર ભગાડવા ના લેખ દ્વારા પ્રયાસ કર્યો છે. સશક્ત વડીલો એ હમેશા પ્રવૃતિમય રેહવું જોઈએ જેથી તેમનું મન પ્રસન્ન રહે અને શરીર નીરોગી રહે.
સંકલન : મિત્તલ ભાવસાર ,
B.Com , PGDCA
Content writer & Social Worker
Photo source : Google