લેખાનુભુતિ

મહમ્મદ ઘોરીને હરાવનાર ગુજરાતની વીરાંગના, પાટણની રાણી – નાયકી દેવી

વિરાંગના નાયકીદેવી સોલંકી : ૧૧૯૨માં મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણ સાથે તરાઈના બીજા યુદ્ધમાં જીત મેળવી જેના ૧૪ વર્ષ અગાઉ મોહમ્મદ ઘોરીને ૧૧૭૮માં ગુજરાતની એક ક્ષત્રાણીના હાથે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો તે ઈતિહાસ બહુ ઓછા લોકો જાણે છે. સિદ્ધરાજ જયસિંહ પછી કુમારપાલના પુત્ર અજયપાલનું ગુજરાત ઉપર રાજ હતું. જેઓ શાસનમાં આવ્યે માત્ર ચાર જ વર્ષ થયા હતાં ત્યારે ૧૧૭૬માં અજયપાલના અંગરક્ષકે જ તેઓની નિંદ્રાધિન અવસ્થામાં હત્યા કરી દીધી. અજયપાલના લગ્ન કદંબ(આજનું ગોવા)ના મહામંડલેશ્વર પર્માંડીની રાજકુમારી નાયકીદેવી સાથે થયા હતા. અજયપાલની હત્યા થઇ ત્યારે તેઓનો પુત્ર મુળરાજ ત્રીજો નાનું બાળક હતો. જેથી નાયકીદેવીએ ગુજરાતનો કારભાર પોતાના હાથમાં લીધો. મોહમ્મદ ઘોરીને માહિતી મળી કે ગુજરાત ઉપર અજયપાલની વિધવા સ્ત્રી રાજ કરી રહી છે જેથી હુમલો કરીને આસાનીથી વિજય મેળવી શકાશે.

જો કદાચ યુદ્ધમાં હાર થાય તો ગુજરાતની સ્ત્રીઓને પોતાની આબરૂ બચાવવા ભાગી જવા કે જોહર કરવા સમય મળે તેથી નાયકીદેવી એ ઘોરીની સેનાની સામે જવાનું નક્કી કર્યું

૧૧૭૮માં ઘોરી ઘોડેસવાર સૈનિકો અને હાથીઓ સાથે વિશાળ પાયદળ સેના લઇને ગુજરાત ઉપર ચઢી આવ્યો. ઘોરીની સેના આવી રહી છે તેમ નાયકીદેવીને જાણ થતા તેમણે સેના એકત્રિત કરી અને સામે જવાનો નિર્ણય લીધો. પાટણના સપાટ મેદાની પ્રદેશ સુધી લૂંટારુઓ અને બળાત્કારીઓની સેના આવી પહોચે તેવું જોખમ ના લેવાય તેવું નાયકીદેવી માનતા હતા. જેટલું બને તેટલું ઘોરીની સેનાને રાજધાનીથી દુર રખાય અને ઉત્તર દિશાના પહાડી પ્રદેશમાં જ લડાઈ થાય તેટલું સારું. જો કદાચ યુદ્ધમાં હાર થાય તો ગુજરાતની સ્ત્રીઓને પોતાની આબરૂ બચાવવા ભાગી જવા કે જોહર કરવા સમય મળે તેથી નાયકીદેવી એ ઘોરીની સેનાની સામે જવાનું નક્કી કર્યું. ઘોરીની સેના આબુ પર્વતની તળેટીમાં આવેલા કયાદરા પાસે પહોચી ત્યારે નાયકીદેવી પોતાની સેના સાથે ઘોરીની સેનાનું સામૈયું કરવા સામે આવતા હોવાનું ઘોરીને જાણવા મળ્યું.

https://divyamudita.com/nayika-devi/ઘોરીએ સંદેશો મોકલાવ્યો કે “ગુજરાતના રાજપૂતોને કહો કે તેમની સ્ત્રીઓ અને સોનું અમને સોંપી દે.. તેમનો જીવ બક્ષી દેવામાં આવશે..” સામે નાયકીદેવીએ પણ સંદેશો મોકલ્યો કે.. “ઘોરીને કહો અમે પણ તને બક્ષી દઈશું જો તું દ્વારકાધીશના દર્શન કરી અને સાંજની આરતી ઉતારવા તૈયાર હોય તો..” ઘોરીએ નાયકીદેવીને એક નબળી સ્ત્રી માની અને મઝાકમાં ઉડાવી દીધી.. તેને હતું કે જુજ ક્ષણોમાં જ નાયકીદેવીના લશ્કરને ખતમ કરી આસન જીત મેળવી લઈશ… ઘોરીએ પડાવ નાખ્યો હતો તેનાથી થોડે દુર એક બખ્તરબંધ ઘોડેસવાર આગળ વધતો જોયો.. ઘોરી તેને એકલાની નજીક આવતો જોઈ અચંબામાં પડી ગયો. તે કોઈ ઘોડેસવાર સ્ત્રી હતી જેની પીઠ ઉપર બાળક બાંધેલું હતું. ઘોરી કઈ સમજે તે પેહલા હજારો ઘોડેસવારોનું લશ્કર, મોટ્ટા અવાજ કરતા હાથીઓ અને આંધીની જેમ ધૂળ ઉડાડતા સૈનિકોનો વિશાળ કાફલો તેની તરફ ધસતો જોયો. તેને તેના લશ્કરને સાબદું કરવા પ્રયત્ન કર્યો પણ તે પહેલાતો તેનું લશ્કર ત્રણ તરફથી ઘેરાઈ ચુક્યું હોવાનું જોવા મળ્યુ. નાયકીદેવી, આબુના પરમાર અને કીર્તિગઢના મકવાણા સહીતની ક્ષત્રીય સેના ઘોરીની અફઘાન, પઠાણ, મકરાણી અને મુલતાની સેના ઉપર તૂટી પડી.

https://divyamudita.com/nayika-devi/ખુદ નાયકીદેવી પોતાના બંને હાથમાં બે તલવાર લઇને ઘોરીની સેનાને ખતમ કરી રહી હતી. ઘોરીએ સામનો કરવા પ્રયત્ન કર્યો પણ રજપૂતોના યુદ્ધ કરવાના જુસ્સા અને ઝનુનને જોઈ તેને સામનો કરવા કરતા ભાગી છૂટવું વધાર યોગ્ય લાગ્યું. ઘોરી પોતાના લશ્કર સાથે ઉભો રહી યુદ્ધ કરવાને બદલે પોતાના અંગરક્ષકોને લઇ મેદાન છોડી ભાગી છૂટ્યો તેને ભાગતો જોઈ નાયકીદેવીએ ભાલો ફેંક્યો પણ કમનસીબે ઘોરીથી દુર પડ્યો. ઘોરી એટલો ગભરાઈ ગયો કે તે સતત ઘોડા ઉપર જ બેસી રહ્યો. મુલતાન પહોચતા સુધી ઘોરી ઘોડા ઉપરથી ઉતર્યો જ નહિ. તેણે તેના અંગરક્ષકોને કહી રાખ્યું કે “હું ઘોડા ઉપર સુઈ પણ જાઉં તો પણ ઘોડાને અટકવા ના દેતા, જો ઘોડો અટકી જાય તો મને બીજા ઘોડા ઉપર નાખીને પણ ઘરે પહોચાડો..” એવી પણ વાયકા છેકે નાયકાદેવી એ તેને નપુસંક બનાવી હરાવ્યો હતો. ઘોરીને ગુજરાતમાંથી એવો સબક મળ્યો કે તેને તે બાદ આખી જિંદગી ગુજરાત તરફ જોવાનું માંડી વાળ્યું અને ઉત્તર ભારતના માર્ગ ઉપરથી દિલ્હીને કબજે કરાવવા યોજના બનાવી અને ગુજરાતમાં એક ક્ષત્રાણીના હાથે માર ખાધા બાદ ૧૪ વર્ષ પછી પૃથ્વીરાજ ચૌહાણ સામે જીત મેળવી. જે બાદ ઘોરી તેના સેનાપતિ કુત્બુદ્દીન ઐબકને દિલ્લીની ગાદી સોપી મુલતાન ચાલ્યો ગયો. કુત્બુદ્દીન ઐબકને નાયકીદેવીની દીકરી કુરમદેવીએ દ્વંદ યુદ્ધમાં હરાવીને સબક શીખડાવ્યો હતો.

સંકલન : દિવ્યામુદિતા ટીમ , ફોટો સોર્સ : ગુગલ

Related Posts