નિત્ય સમાચાર

પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ માં કારગિલ દિવસ ઉજવવા માં આવ્યો

કારગિલ વિજય દિવસ પર સમગ્ર દેશ માં વિવિધ કાર્યક્રમો દ્વારા વીર શહીદો ને યાદ કરી ઉજવવામાં આવ્યો છે. આ શહીદ દિવસ ને દેશવાસીઓ ની સાથે શાળાઓ એ પણ કોરોનાની સરકારી ગાઈડલાઇન ને ધાયન રાખી ને સુંદર આયોજન કર્યા છે. પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ મહેસાણા ના ભૂલકાઓ એ પણ સુંદર શુભેચ્છા કાર્ડ વડે આપણા વીર સપૂતો ને યાદ કર્યા છે.

https://divyamudita.com/podar-school-mehsana/26 જુલાઇ ના રોજ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ મહેસાણા માં કારગિલ દિવસ ઉજવવા માં આવ્યો હતો. જેમાં નાના બાળકો એ પોતાના મન માં આવતા દેશ પ્રેમ નો ભાવ અને સૈનિકોનાં બહાદુરી ના કિસ્સા કેનવાસ કાગળ પર ચિત્રકૃતિ સ્વરૂપે પ્રદર્શિત કર્યા હતા. ભારત દેશ માં ઇતિહાસ, સંસ્કૃતિ અને વિવિધતા વિષે બાળકોને આપવામાં માટે અસંખ્ય ઉદાહરણો છે જેમાં બાળકો દ્વારા કરવામાં આવેલો આ પ્રયત્ન બહુ જ ગૌરવ પ્રિય છે.

આ પ્રસંગે બીએસએફ ના ડેપ્યુટી કમાન્ડર એસ.આર.બીજરનીયા ને શાળા ના આચાર્ય શ્રી મનન શાહ અને સ્ટાફ દ્વારા બાળકોએ બનાવેલ શુભેચ્છા કાર્ડ નો આલ્બમ બનાવી સોંપવામાં આવ્યો હતો. શાળા ના તમામ શિક્ષકો દ્વારા પણ કારગિલ વિજય દિવસ ની શુભેચ્છા આપવામાં આવી હતી.

સંકલન: મિત્તલ ભાવસાર.

Related Posts