આપણી રક્ષક – ભારતીય આર્મી
આપણા ભારત દેશમાં સુરક્ષા દળ તરીકે ઓળખાતા આપણા ભારતીય સેના ને સાક્ષાત પ્રણામ છે. આપણી આર્મી એટલેકે ભારતીય સેના આપણા દેશની રક્ષા માટે હમેશા તત્પર હોય છે. કોઈપણ આપત્તિ માં આપણે તેઓને પહેલા યાદ કરીએ છીએ. આપણા દેશમાં જ્યારે પણ વાવાઝોડું, તુફાન, પૂર કે કોઈ કુદરતી ઘટના બને તેમાં તેઓ પોતાની ફરજ અને સેવા પૂરી પાડે છે. સૈનિકો માટે તેમનો પૂરો પરિવાર એ ભારત માતા જ છે. તેઓ ભારત અને ભારત માતાની સેવા માટે તત્પર રહે છે. તેઓના માટે પોતાના દેશની રક્ષા કરતા કરતા મોત પણ આવે તો તેને સ્વીકારીલે છે જેને આપણે બલિદાન કહીએ છીએ. કોઈપણ તહેવાર એ સામાન્ય માણસની જેમ ઉજવી શકતા નથી. તહેવાર ના દિવસે પણ તેઓ પોતાની ફરજ ભૂલતા નથી. દુશ્મનો હોય કે દુશ્મન દેશ તેઓ પોતાની ફરજ નિભાવી દેશને નમવા કે ઝૂકવા દેતા નથી એટલે જ કહેવામા આવ્યું છે કે “ જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની”
“નમન છે તેઓને જે વાર – તહેવાર હોય કે ઘટના – દુર્ઘટના માં આપણા દેશ માટે તત્પર થઈ ઊભા રહે છે નમન છે તેઓને”
પોતાના પરિવાર થી દૂર રહેવું સહેલું નથી હોતું. પોતાના પરિવારથી દૂર રહીને અને દેશની રક્ષા કરવી એ માત્ર એમનો જીવન મંત્ર હોય છે. તેઓ પણ એક માણસ છે તેમને પણ પરિવાર સાથે તહેવાર મનાવવાનો હોશ હોય છે છતાં તે આપણા અને આપણા ભારત દેશ માટે તહેવારોની પણ કુરબાની આપે છે. રોજ સવારે ઊઠીને એક જ પ્રાર્થના કરીએકે ભગવાન જેઓ અમારી રક્ષા કરે છે તેમની અને તેમના પરિવારની રક્ષા કરજે.
Writer : હેત્વી ભાવસાર , મહેસાણા.