ભારતરત્ન લતાજી એક સરળ વ્યક્તિત્વ

માણસની ઓળખાણ પોતાનું વ્યક્તિત્વ હોય છે એની માનવતા એની રીતભાતથી જ દેખાય છે આજે આપણે એવા વિરલ વ્યક્તિત્વની વાત કરીશું કે જેમના જેવા હવે દુનિયામાં ફરીથી આવે તે કદાચ શક્ય નથી. આપણે નશીબદાર કે તેમને જોયા અને સાંભળ્યા. લતા મંગેશકર એક એવું વિરલ અને અજોડ વ્યકતિત્વ હતું કે તેમના માટે એક ફ્રેમ બનાવવી અશક્ય છે. તેમના ગીતો કોઈ ઘરમાં નહીં ગુંજયા હોય એવું નહીં બન્યું હોય. નાનામાં નાની વ્યક્તિથી માંડીને બધા જ તેમને ઓળખતાં હશે. તેમની સાદગી, સરળતા અને માણસાઈ દરેકના મનને જીતી લે એવા હતા. એમના ગીતો એ દરેકનું મન મોહયું છે. તેમણે લગભગ પાંચ વર્ષની વયથી જ સંગીતનો અભ્યાસ શરૂ કર્યો હતો. પછી તો તેઓ ક્યાં પહોંચ્યા તે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. તે ક્યારેય શાળામાં ગયા જ નહોતા તે પરિવાર માં સૌથી મોટા હતા. પરિવારની જવાબદારી તેમના માથે હતી. તે પોતાના નાના ભાઈ અને બહેનોને સાચવવામાં તે ક્યારેય શાળામાં ન જઈ શક્યા. પણ એમને ભગવાને આપેલી ભેટ તેમને ક્યાથી ક્યાં સુધી લઈ ગઈ.
જિંદગી પ્યાર કા ગીત હૈ, ઈસે હર દિલ કો ગાના પડેગા, જિંદગી ગમ કા સાગર ભી હૈ , હસ કે ઉસ પાર જાના પડેગા
જન્મથી તેમના ઘરમાં સંગીતનો માહોલ હતો. એમના ભાઈને ના આવડ્યું ત્યારે લતાજી કહયુકે આવી રીતે રિયાજ કર ત્યારેજ એમના પિતાજીને અંદાજ આવી ગયો કે આ એક દિવસ ખૂબ મોટું નામ કરશે. બીજા દિવસથી એમની સંગીતની સાધના શરૂ થઈ ત્યારે તે ફક્ત પાંચ વર્ષના હતા. તે બાદ તેમણે હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓ માં હજારો ની સંખ્યા માં ગીતો ગાયા છે . વિદેશીઓ પણ તેમના અવાજથી ખૂબ જ પ્રભાવિત હતા. તે તેમની સાદગીથી જાણીતા હતા. તેઓ આટલા મોટા કલાકાર હોવા છતાં તે ક્યારેય કોઈ વિવાદમાં આવ્યા નથી. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂથી લઈ નરેન્દ્ર મોદી સુધી ના તમામ વડાપ્રધાને તેમને માન આપ્યું છે. તેમના વિષે ક્યાય કોઈ ટીકટિપ્પણી થઈ નથી. એમને બધાને ભેટ આપવાનો ખૂબ જ શોખ હતો. તે દરેકને નાની મોટી ભેટ આપતા હતા. આવા વિરલ વ્યક્તિત્વની આપણને ખૂબ મોટી ખોટ સાલશે. આપણા દેશની સૂર સામ્રાજ્ઞી લતામંગેશકરને ઘણા બધા એવોર્ડ મળેલ છે જેમાં પદમશ્રીથી લઈને દેશનો સર્વોચ્ચ એવોર્ડ ભારતરત્નથી પણ તેઓ સન્માનીત થયેલ છે. તેઓ ભારતની શાન છે તેમના ગીતો ખરેખર હ્રદયના ઉંડાળ સુધી ઉતરી જાય છે. તેમને બધા દીદીના નામે જાણતા હતા. તે આજે આપણી વચ્ચે નથી પણ હમેશા તેમના ગીતો દ્વારા આપણા હ્રદયમા જીવતા રેહશે.
નામ ગુમ જાયેગા , ચેહરા બદલ જાયેગા , મેરી આવાજ હી મેરી પેહચાન
Writer : તેજલ પટેલ , અમદાવાદ