લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક: 22

ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એ દિવ્ય જ્ઞાન આપી રહ્યા છે કે જે ભગવાને ક્યારેય કોઈના સમક્ષ આ દિવ્યજ્ઞાન પીરસ્યું ન્હોતું. કારણ કે, અર્જુન ભગવાન શ્રીકૃષ્ણનો ફક્ત પ્રિય ભક્ત જ નહોતો, પરંતુ અર્જુન એક યોદ્ધો હતો, પરાક્રમી ક્ષત્રિય હતો. તેને પોતાનો ક્ષત્રિય ધર્મ નિભાવવા માટે પ્રોત્સાહિત કરતાં કરતાં ભગવાન આ દિવ્યજ્ઞાન સુધી આવ્યા છે. તેઓ અર્જુનને એ જણાવવા માંગે છે કે યુગો યુગોથી ભગવાન જ્યારે દુનિયામાં અધર્મ ફેલાય છે ત્યારે તેઓ અવતરણ લે છે.અને અમુક નક્કી કરેલા કાર્યો કરે છે. અને તેમાંનું આ એક કાર્ય છે, યુદ્ધ.

यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति भारत I अभ्युत्थानमधर्मस्य तदात्मानम सृज्याहम II।

આ શ્લોકમાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે,” જ્યારે ધર્મનું પતન થઈ અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે. ત્યારે તેનાથી ધર્મને બચાવવા ભગવાન પોતે-સ્વયં જન્મ લે છે.” ભગવાનના સર્વ સ્વરૂપો સનાતન રીતે અસ્તિત્વમાં હોય જ છે. છતાં અનેકવિધ રૂપમાં તેઓ જન્મ લેતા દેખાય છે. ધર્મના નિયમો વેદોમાં ઠરાવેલા છે. તેના નિયમો મનુષ્યને ભગવાન પ્રતિ સંપૂર્ણ શરણાગતિ તરફ આગળ વધવા પ્રેરણા આપે છે. ભગવાનના દરેક અવતારનો વિશિષ્ટ ઉદ્દેશ હોય છે. ભગવાન માત્ર ભારતભૂમિ પર જ પ્રગટ થાય છે તે સાચું નથી. તેઓ તો સર્વત્ર ગમે ત્યાં પ્રગટ થઈ શકે છે. ભગવાન શા માટે પ્રગટ થાય છે? તો તેના જવાબ રૂપે આ શ્લોક છે:

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्। धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे।।4.8।।

” મતલબ કે ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોને પુનઃ સ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઉં છું. અસુરોનો સંહાર કરવા મતલબ કે આસુરીવૃત્તિ,આસુરી શક્તિનો નાશ કરવા ભગવાન પ્રગટે છે. પોતાના ભક્તોના રક્ષણ માટે ભગવાન પ્રગટ થાય છે. ભગવાન એવા ભક્ત સાથે રહે છે કે જે ભક્ત આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત છે. મનુષ્યે ભૌતિક જગતની ત્રણે અવસ્થામાંથી છૂટી જવાનું હોય છે. તે છે જીવનની હતાશા, આધ્યાત્મિક જીવનની ઉપેક્ષા અને આધ્યાત્મિક સાકાર વ્યક્તિત્વનો ભય.
આ જગતમાં મનુષ્ય સકામ કર્મમાં સિદ્ધિ ઈચ્છે છે. અને તેથી તેઓ દેવોને પૂજે છે. ભગવાનને કોઈ કર્મ પ્રભાવિત નથી કરતું કે નથી તેમને તેમના કોઈ કર્મના ફળની આકાંક્ષા. કર્મની આંટીઘૂંટી ને સમજવી ઘણી મુશ્કેલ હોય છે. માટે મનુષ્યે કર્મ શું છે?, વિકર્મ શું છે? અને અકર્મ શું છે?તે સારી રીતે જાણી લેવું જોઈએ.

https://divyamudita.com/bhagvad-geeta-ark-22/પોતાના કર્મના ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને સદા સંતુષ્ટ તથા સ્વતંત્ર રહી તે સર્વ પ્રકારના કાર્યોમાં પરોવાયેલો રહેવા છતાં કોઈ સકામ કર્મ કરતો નથી. જે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણો પ્રત્યે અનાસક્ત છે અને જે દિવ્યજ્ઞાનમાં પૂર્ણપણે સ્થિત થયેલો છે તે સંપૂર્ણપણે દિવ્યતા માં લીન થાય છે. જેવી રીતે ભડકે બળતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે તેવી રીતે હે અર્જુન, જ્ઞાનરૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોના સર્વ ફળોને બાળીને ભસ્મ કરી દે છે. જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રતિ સમર્પિત થયેલો છે અને જેણે પોતાની ઈન્દ્રિયોને સંયમિત કરી લીધી છે તે મનુષ્ય આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે. હે ધનંજય, જે મનુષ્ય પોતાના કર્મોના ફળોનો પરિત્યાગ કરીને ભક્તિયોગમાં કર્મ કરે છે અને જેના સંશયો દિવ્યજ્ઞાન દ્વારા નષ્ટ થયા છે, તે વાસ્તવમાં સ્વ-રૂપમાં સ્થિત હોય છે. અને તે કર્મબંધન દ્વારા બંધાતો નથી. માટે, અજ્ઞાન વશ તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન થયા છે,તેમને જ્ઞાનરૂપી શસ્ત્ર વડે કાપીને હે ભારત, તું યોગારૂઢ થઈને ઉઠ અને યુદ્ધ કર.”
આમ, શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને યુદ્ધના મેદાનમાં ફક્ત યુદ્ધ માટે જ નહીં પરંતુ પોતાની જિંદગીના રહસ્યોને ઉકેલવા દિવ્ય જ્ઞાન આપ્યું. અને એ પણ ચેતવણી કરી કે જેઓ આત્મશ્લાઘા કરીને બીજા મનુષ્યને સાચા માર્ગથી વિપથ ગામી કરે છે તેવા લોકોથી સાવધાન રહેવું જોઈએ…

https://divyamudita.com/bhagvad-geeta-ark-22/Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ  શિક્ષિકા
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International

Related Posts