લેખાનુભુતિ

સોશિયલમીડિયાની શિક્ષણ પરની અસરો

આધુનિક યુગનું શિક્ષણ હવે મોટાભાગે સોશિયલમીડિયા આધારિત થઈ ગયું છે. સમાજમાં એવી સમસ્યા પેદા થઈ કે હવે ઔપચારિક શિક્ષણને બદલે સોશિયલ મીડિયા થકી શિક્ષણ આપવું પડે. હમણાં જ એક વિકટ સમસ્યા આવી હતી. સમસ્ત વિશ્વમાં કોરોના નામનો ભયંકર વાયરસ ફેલાઈ ગયો હતો. જેના કારણે સમસ્ત લોક જીવન માટે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ ભર્યું થઈ ગયું હતું. એમાં પણ કોરોનાએ શિક્ષણ પર ખૂબ જ માઠી અસર ઠાલવી. કોરોનાના કારણે શાળા શિક્ષણ બંધ થઈ ગયું. કારણ કે આ રોગ ભયંકર રીતે ફેલાઈ ગયો હતો. આથી સરકારે ના છૂટકે શિક્ષણમાં બદલાવ લાવવો પડ્યો હવે શિક્ષણ સોશિયલ મીડિયા થકી એટલે કે zoom એપ, google meet, g-shala, diksha, વંદે ગુજરાત જેવી અનેક એપ થકી શિક્ષણ આપવામાં આવ્યું. આ માધ્યમ થકી બાળકને મોટો ફાયદો એ થયો કે બાળક ઘરે બેઠા ગમે તે સમયે શિક્ષણ મેળવવા લાગ્યો. અહીં, ના તો બાળકને શિક્ષકની રોકટોક કે ન ગૃહકાર્ય ચકાસવાની ચિંતા. બાળક આ બધી સમસ્યામાંથી બહાર નીકળી ગયો. આથી તે એક સ્વતંત્ર શિક્ષણ મેળવતો થઈ ગયો. પોતાની ઈચ્છા મુજબ શીખવું.પોતાની ઈચ્છા મુજબ ભણવું. આમ, સોશિયલ મીડિયા થકી બાળકને આઝાદીપૂર્વક શિક્ષણ મેળવવાની તક મળી ગઈ છે. પરંતુ સોશિયલ મીડિયા થકી શિક્ષણ મેળવવાથી બાળક પર ઘણી બધી નકારાત્મક અસરો પણ થઈ રહી છે.

https://divyamudita.com/effects-of-social-media-on-education/સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ કરવાથી બાળક માનસિક બીમાર થતો જાય છે. લાંબો સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરવાથી આંખોને નુકસાન થાય છે. બાળકમાં ગુસ્સો, ચીડિયાપણું,આળસીપણું જેવા દુર્ગુણો પેદા થાય છે. બાળક પોતાની મન મરજી મુજબ મોબાઇલમાં શિક્ષણ લેવાની જગ્યાએ ઓનલાઇન ગેમ, નકામા ચલચિત્રો, સિરિયલો, ફિલ્મી ગીતો જોવા લાગ્યો છે. જેના કારણે તેના માનસ પર ખૂબ જ અસર થઈ છે. બાળક લાગણીશીલ થવાને બદલે સંકુચિત મનનો થઈ ગયો છે. પોતાનામાં ભાગીદારી, ખેલદિલી,સહયોગિતા જેવા ગુણો દૂર થવા લાગ્યા છે.શિક્ષક અને બાળકનો સંબંધ તે ભૂલવા લાગ્યો છે.માતા- પિતાની આજ્ઞાનું પાલન નથી કરતો.શાળાથી તે દૂર ભાગવા લાગ્યો છે.મિત્રો સાથે રમવાની ઉંમરે તે મોબાઈલ સાથે રમે છે. આમ,સોશિયલમીડિયાના કારણે બાળક પર હકારાત્મક અસર થઈ છે સાથે -સાથે નકારાત્મક અસર પણ થઈ છે. એવું નથી કે સોશિયલ મીડિયાનો ઉપયોગ બાળકે ન કરવો જોઈએ પરંતુ જરૂરિયાત મુજબ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી બાળકમાં હકારાત્મક ગુણો વિકસશે. માતા પિતાએ બાળકની પાસે રહીને બાળક સોશિયલમીડિયામાં શું શું જોવે છે. તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવું જોઈએ. સોશિયલમીડિયાની લત બાળકને આવળે રસ્તે તો નથી લઈ જતીને તેનું ખૂબ જ ચોકસાઈથી નિરીક્ષણ કરવું જોઈએ. માતા- પિતાએ બાળકને સમજદારીપૂર્વક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની ટેવ પાડવી જોઈએ. જો આમ થશે તો જ બાળક સોશિયલ મીડિયાના ખરાબ પરિણામથી બચી જશે. આથી સોશિયલ મીડિયાનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો એ જ બાળક અને માતા-પિતા બંને માટે હિતાવહ છે.

https://divyamudita.com/effects-of-social-media-on-education/Writer : Sejal Parmar | Teacher
M.Sc.B.Ed,
Volunteer : Sadguru Fundation

Related Posts