નિત્ય સમાચાર

USA માં જગત્ માતા માં ઉમિયાનાં ભવ્ય ત્રણ મંદિરો નિર્માણ પામશે

કડવા પાટીદારોની કુળદેવી શ્રી માં ઉમિયા આદ્યશક્તિ તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે. દેશ-વિદેશમાં માં ઉમિયાના ઉપાસકો અસંખ્ય છે. ભારતમાં માતા ઉમિયાના અનેક મંદિરોમાં આદ્યશક્તિની પૂજા-ઉપાસના થાય છે. ઉમિયા ધામના ટ્રસ્ટ અંતર્ગત ઘણાં બધાં સમાજ ઉપયોગી તથા ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. એવાં જ એક વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટની મદદથી યુએસએના ત્રણ રાજ્યમાં ઉમિયા માતાના મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ગયા અઠવાડિયાથી વિશ્વ ઉમિયાધામના પ્રમુખ સાથે કુલ છ ટ્રસ્ટીઓની ટીમ અમેરિકાની મુલાકાતે છે. આ ટીમ દ્વારા અમેરિકાના ત્રણ રાજ્યો- મિસિગન, ઇન્ડિયાના અને કેન્સાસમાં મીટીંગ યોજવામાં આવેલ. જેમાં, આ ત્રણેય રાજ્યોમાં માં આદ્યશક્તિ ઉમિયાના મંદિરનું ભવ્ય નિર્માણ થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો.

https://divyamudita.com/umiya-mata-temple-in-usa/અમેરિકામાં પાટીદાર સમાજ તથા ગુજરાતી સમાજના અનેક લોકો વસવાટ કરે છે. ત્યાં વસતો હિન્દુ સમાજ આશ્વિન તથા ચૈત્રી નવરાત્રી, દિવાળી જેવા તહેવારોમાં માં આદિશક્તિની ઉપાસના કરવાનું ચૂકતા નથી. એવામાં આ ત્રણ ભવ્ય મંદિરના નિર્માણમાં વિશ્વ ઉમિયા ધામ અને અમેરિકામાં રહેનાર પાટીદાર સમાજ તથા ગુજરાતી સમાજ આ ભગીરથ કાર્યમાં જોડાશે. આ સ્નેહ મિલનમાં અમેરિકામાં રહેનાર એક હજારથી વધુ પરિવારે હાજરી આપી કાર્યક્રમને ટેકો‌પૂરો પાડ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોને યુએસએ ઇન્ડિયાના પોલીસ ચેપ્ટર સ્નેહમિલનમાં પ્રમુખ દ્વારા સંસ્થાના દ્રષ્ટિકોણ તથા કાર્ય અંગે સૌને માહિતગાર કરાયાં હતા. માં ઉમિયાના આ ત્રણ મંદિરની સ્થાપનાના સંકલ્પ લેવાતાં અસંખ્ય આદ્યશક્તિ માં ઉમિયાના ઉપાસકોમાં હર્ષની લાગણી પ્રવર્તી રહી છે.

સંકલન : દિપીકા અગ્રાવત || દિવ્યામુદિતા ટીમ

Related Posts