નિત્ય સમાચાર

દીકરી જન્મતા તેનું ભવ્ય ગૃહ પ્રવેશ કરાવતો મહેસાણા નો પરિવાર

આજ ના જમાના માં ઘણા લોકો દીકરી ને જન્મતા ની સાથે જ મારી નાખે છે અને દીકરી ને જવાબદારી સમજતા હોય છે પરંતુ દરેકે સમજવું જોઈએ કે દીકરી એટ્લે વહેતું ઝરણું, દીકરી એટ્લે ઘર નો આનંદ, દીકરી એટ્લે ફૂલ નહીં પણ આખો બગીચો, દીકરી એટ્લે ઘૂઘવતો દરિયો, દીકરી એટ્લે હૈયાની હેલી, દીકરી એટ્લે ત્રણે નદીઓ નો ત્રિવેણી સંગમ, દીકરી એટ્લે સાપ નો ભારો નહી તુલસી નો ક્યારો, દીકરી એટ્લે ઘર નું અજવાળું, દીકરી એટ્લે પિતાનું હ્રદય, દીકરી એટ્લે માતા ની આશ, દીકરી એટ્લે દાદા-દાદી નું રમકડું.

https://divyamudita.com/daughaters-birth-celebrate/દીકરી પણ દીકરા સમોવડી છે અને તેના જન્મ નો અનેરો આનંદ છે તે સાબિત કરતાં મુળ જોટાણા ના રાધનપુર રોડ, મહેસાણા રહેતા બાબુભાઇ પ્રજાપતિ અને તેમના ધર્મ પત્ની પ્રજ્ઞાબેન એ સાબિત કર્યું છે તેમના પુત્ર ગૌતમ અને મીનાક્ષી ને દીકરી નો જન્મ થતાં જ તેમના હર્ષ નો પાર ન રહ્યો. તેમણે તેમની વ્હાલી પૌત્રી નું પોતાના ઘેર હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું. જેનો હાર, પુજા, આરતી, મ્યુઝિક અને બાળકો માં મીઠાઇ-ચોકલેટ સાથે ઘર ની લક્ષ્મી નો ભવ્ય ગૃહ પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે સોસાયટી ના યુવાનો, મહિલાઓ અને બાળકોએ હાજર રહી ખૂબ ઉત્સાહ થી ભાગ લીધો.

દીકરી દીકરા કરતાં પણ સવાઇ છે તે પોતાના માતા-પિતાની સંપુર્ણ કાળજી લેતી હોય છે. કહેવાય છે કે દીકરો વહુ સુધી અને દીકરી સ્વર્ગ સુધી. આ કહેવત ને આજ ની દીકરીઓ સાર્થક કરે છે આજ ની દીકરી પુરુષ સમોવડી નહીં પણ પુરુષ કરતાં પણ આગળ નીકળી છે જેનું ઉદાહરણ આપણે ટોક્યો ઓલમ્પિક માં જોયું જેમાં આપણી દીકરીઓ મીરા ચાનુ અને પી.વી.સિંધુ એ મેડલ મેળવી અને હોકી ની મહિલા ટીમ એ ખુબ જ સુંદર લડત આપી દેશ ને ગૌરવ અપાવ્યું છે.

https://divyamudita.com/daughaters-birth-celebrate/ગૌતમ અને મીનાક્ષી નું કહેવું છે કે અમારા ઘેર દીકરી જન્મતા અમો ખૂબ જ ખુશ છીએ. સોસાયટી ના રહીશ બકુલભાઇ પ્રજાપતિ (શીક્ષક)ના મુજબ અમે ગૌતમ ના ઘેર દીકરી નું અવતરણ થતાં ખૂબ જ રોમાંચિત થયા હતા. તે સાથે જ તેમના પરિવાર ની સમ્મતિ થી દીકરી નું ભવ્ય સ્વાગત-સન્માન કરવાનું અમારા મિત્ર વર્તુળ એ નક્કી કર્યું હતું. દીકરી નો જન્મ થતાં આવી ખુશી દરેક પરિવાર અને માતા-પિતા રાખશે તો દીકરી પણ પોતાના પરીવાર નું નામ રોશન કરવામાં કોઈ કમી રાખશે નહીં.

બાબુભાઇ ના પરિવાર ના સંસ્કાર અને ઉચ્ચ વિચારો અને તેમની સોસાયટી નું આ કાર્ય સમાજ માટે ખૂબ સરાહનીય છે જે આગળ જતાં દરેક સમાજ માટે દાખલા રૂપ સાબિત થશે.

Related Posts