નિત્ય સમાચાર

ભારતીય નૌકાદળ નું પ્રથમ વિનાશક જહાજ INS રાજપૂત નિવૃત થયું

ભારતીય નૌકાદળ ના પ્રથમ વિનાશક જહાજ INS રાજપૂત ને 41 વર્ષ ની સેવા બાદ નૌસેના માંથી સેવા મુક્ત કરવામાં આવ્યું. INS રાજપૂત નું નિર્માણ 11 સપ્ટેમ્બર 1976 ના રોજ કરવામાં આવ્યું હતું અને 17 સપ્ટેમ્બર 1977 ના રોજ પહેલીવાર પાણી માં ઉતારવામાં આવ્યું હતું અને 4 મે 1980 નૌસેના માં સામેલ કરવામાં આવ્યું. રાજપૂત આર્મી સાથે જોડાયેલ પ્રથમ નૌકાદળ નું જહાજ હતું.તે પશ્ચિમી અને પૂર્વીય બન્ને નેવી ના કાફલા માં સેવા આપી છે.

રાજપૂત કેટેગરી ના કુલ પાંચ જહાજો એ સેવા આપી છે જેમાથી ત્રણ નિવૃત થયા છે રાજપૂત પછી INS રાણા ડી -52 અને INS રણજીત ડી-53 સક્રિય રહશે.

https://divyamudita.com/ins-rajput/INS રાજપૂત 146.5 મીટર લાંબુ,15.8 મીટર પહોળું, 4974 ટન વજન લોડ ની ક્ષમતા , 320 લોકો ની ક્ષમતા અને 65 કી.મી. / કલાક ની ઝડપ ધરાવતું છે. તેનો ઉપયોગ ઓપરેશન પવન, ઓપરેશન ક્રોસનેટ, ઓપરેશન કેકટસ અને મિસાઇલ પરીક્ષણ માં કરવામાં આવ્યો હતો.

કોવિડ -19 ને કારણે INS રાજપૂત નૌકા પોસ્ટ યાર્ડ , વિશાખા પટ્ટનમ ખાતે સાદા સમારોહ માં સેવા નિવૃત કરવામાં આવ્યું.

Related Posts