લેખાનુભુતિ

મન અને ઇન્દ્રિયોની ગુલામીથી બચો

મન અને ઇન્દ્રિયોની ગુલામીથી બચો. સુખ અને આનંદની વચ્ચેના અંતરને સમજો આપણું મન સ્થિર હોતું નથી. મન અનેક વિચારોમાં હોય છે. સુખ ક્ષણીક અનુભૂતિ છે. જે બહારની વસ્તુઓનો આનંદ લેવા માટે પેદા થાય છે. મનુષ્ય જીવન કોઈ આઈસ્ક્રીમ નથી જે એકવાર આનંદ માટે ઉપયોગ કરીને સમાપ્ત કરી દેવામાં આવે. રાવણ એક વિદ્વાન બ્રાહ્મણ તરીકે ઓળખવામાં આવતો હતો. તેમ છતાં તેને માતા સીતાનું અપહરણ કરવાની ભૂલ કરી હતી. તે જ્યારે પોતાના અંતિમ શ્વાસ લઇ રહ્યો હતો ત્યારે ભગવાન રામે લક્ષ્મણને રાવણ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાની સૂચના આપી હતી. રાવણે લક્ષ્મણને સલાહ આપી હતી કે શુભ કાર્યમાં ક્યારે મોડું ન કરો અને નકારાત્મક કે અપવિત્ર વિચારો પર કાર્યવાહી કરવામાં કાયમ મોડું કરો. આપનું મન નાના બાળકો જેવું છે. તે સુખ સિદ્ધાંત પર કામ કરે છે. જેમાં બે સ્પષ્ટ લક્ષ્ય હોય છે. સંતોષની પ્રાપ્તિ અને અસુવિધા ઘટાડવી. મન અનેક પ્રકારના સંતોષ શોધે છે જેમ કે પ્રસિદ્ધિ, ભાવનાત્મકતા, રોમાંચ, સુખ સાહિબી, પ્રેમ વગેરે સાથે જ મન અસુરક્ષા, કંટાળો આત્મ શિસ્ત, દુઃખ વગેરેની અસુવિધા પણ દૂર ભાગે છે. આપણે સૌ પોતાના રોજિંદા જીવનમાં આવા ક્ષણિક સંતોષમાં ડૂબેલા રહીએ છીએ. જો આપણે આ ઇન્દ્રિય ઉત્તેજનાઓને પૂર્ણ કરવામાં જાણી જોઈને મોડું કરીએ છીએ. તો તેમાંથી અનેક ઉત્તેજનાઓ તો આ મોડું થવાના કારણે ફીકી પડી જશે. જીવનમાં ઉચ્ચ લક્ષ્ય માટે આપના આત્મા નિયંત્રણ, ઈચ્છા શક્તિ અને દ્રઢતાને પણ મજબૂત કરશે. જીવનમાં આપણે મહત્વના અને સાર્થક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે હલકી પ્રકૃતિમાંથી બહાર નીકળવાનું શીખવું જરૂરી છે. આત્મ શિસ્ત વધારવા માટે પોતાની સહનશક્તિ મજબૂત હોવી જોઈએ, દરેક વખતે તમારુ મન તમને કંઈક એવું કરવા માટે કહે છે. કે જે તમારા સર્વોચ્ચ ઉદ્દેશ માટે ફાયદાકારક નહીં હોય જો આપણે વાસ્તવિક આનંદનો રસ લેવા માગીએ છીએ તો સૌથી પહેલા આપણે મન અને ઇન્દ્રિયોની ગુલામીથી બચવું પડશે.

Writer : Sapna Joshi || Teacher 
Volunteer :  Sadguru Foundation

Related Posts