લેખાનુભુતિ

ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિનો પ્રેરક પત્ર

સરળ વસ્તુઓ જ સૌથી વધુ ખુશી આપે છે.નારાયણ મૂર્તિનો આપત્ર આપણને સાદાઈ અને સંયમની
પ્રેરણા આપે છે.ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ આ ચર્ચિત પત્ર પોતાની પુત્રીને લખ્યો હતો. વાંચો કેટલાક અંશઃ

અક્ષતા,

મને કાયમ પુછવામાં આવે છે કે, મેં મારા બાળકોને કયા મૂલ્યો શીખવાડ્યા છે? સાચું કહું તો આ જવાબદારી મારા બદલે તારી મમ્મીએ વધુ નિભાવી છે. તેમણે તને અને રોહનને સાદાઈ અને સંયમની તાલીમ માત્ર શબ્દોથી નહીં, આચરણથી પણ આપી હતી.

https://divyamudita.com/infosys-founder-narayan-murthy/મને યાદ છે, બાળપમમાં એક સ્કૂલના નાટક માટે તારી પસંદગી થઈ હતી. એ સમયે તારા સ્પેશિયલ ડ્રેસ ખરીદવાના પૈસા અમારી પાસે ન હતા. એ એંશીનો દાયકો હતો અને ઈન્ફોસિસે પોતાનું કામ શરૂ જ કર્યું હતું. સ્કૂલની એક જરૂરી ઈવેન્ટ મિસ કરવાનું તને સારું નહીં લાગ્યું હોય, પરંતુ તેનાથી તેં એક જરૂરી બોધપાઠ શીખ્યો હતો- જીવનમાં આત્મસંયમનું મહત્ત્વ.

આપણું જીવન જ્યારે બદલાયું અને આપણી પાસે સારા-એવા પૈસા આવી ગયા, ત્યારે પણ આપણી જીવનશૈલી સાદાઈભરી જ રહી હતી. મને યાદ છે, એકવાર હું તારી મમ્મી સાથે વાત કરતો હતો કે, શું આપણે હવે બાળકોને કારમાં સ્કૂલે મોકલવા જોઈએ? ત્યારે તારી મમ્મીએ કહ્યું હતું કે, રોહન અને તું તારા સહાધ્યાયી સાથે રીક્ષામાં જ સ્કૂલે જશો. તેં તો રિક્ષાવાળા અંકલ સાથે દોસ્તી પણ કરી લીધી હતી અને તને મિત્રો સાથે સ્કૂલે જવામાં આનંદ આવતો હતો.

જીવનમાં જે સૌથી સરળ વસ્તુઓ છે, તે કાયમ આપણને સૌથી વધુ ખુશી આપનારી પણ હોય છે. તેના માટે આપણે કોઈ કીંમત પણ ચુકવવી પડતી નથી.

ટેક કેર, માય ચાઈલ્ડ

સપ્રેમ, પપ્પા

સંકલન : કર્દમ આર. મોદી || શિક્ષકશ્રી
M.Sc.M.Ed, પાટણ

Related Posts