નિત્ય સમાચાર

જાજરમાન અભિનેત્રી નરગીસ (1929-1981)

ફાતિમા રાશીદના નામે 1-6-1929ના દિવસે જન્મેલા નરગીસ બોલીવૂડની મહાનતમ અભિનેત્રીઓમાંનાં એક હતાં. 6 વર્ષની ઉમરે તલાશે હક ફિલ્મથી શરૂ થયેલી ૩ દાયકાની તેમની ફિલ્મી સફરમાં તેમણે કંઈ કેટલીયે ચિરંજીવ ફિલ્મો આપી છે. તેમની ભૂમિકાઓ મોટેભાગે સ્વતંત્ર અને સોફેસ્ટિકેટેડ સ્ત્રીની રહી છે. કોમેડીથી માંડી નરગીસ સાહિત્યિક કૃતિઓમાં તેમનો અભિનય હંમેશ બળક્ટ રહ્યો હતો જેણે તેમને ઘણાં પુરસ્કાર અપાવ્યા હતા. મધર ઇન્ડિયા ફિલ્મમાં 28 વર્ષની વયે કરેલી પ્રોઢાની ભૂમિકાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ અને રાત ઔર દિન માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. સફેદ સાડી પહેરવાનાં શોખીન તેઓ સારા સ્વિમર અને સારું ક્રિકેટ રમી શકતાં હતાં. તેમની જાણીતી ફિલ્મોમાં અંદાઝ, બરસાત, આવારા, શ્રી 420, ચોરી ચોરી, જોગન, પાપી, અનહોની વગેરે છે. સાથી કલાકાર સુનિલ દત્તે તેને મધર ઇન્ડિયાના શૂટિંગ દરમિયાન આગમાંથી બચાવ્યાં પછી તેમની સાથે લગ્ન કરી ફિલ્મોને અલવિદા કરી દીધી હતી. તેઓ સ્માસ્ટિક સોસાયટી ઓફ ઇન્ડિયાનાં પહેલા પેટ્રન હતા. 1980માં રાજ્યસભાના સભ્ય નીમાનારાં અને પદ્મશ્રી નરગીસનું સ્વાદુપિંડના કેન્સરથી 3-5-1981ના દિવસે અવસાન થયું હતું.

સંકલિત : કર્દમ આર. મોદી | શિક્ષકશ્રી
M.Sc.M.Ed, પાટણ

Related Posts