નિત્ય સમાચાર

અક્ષયકુમારે સેના ના જવાનો સાથે મુલાકાત કરી ડાન્સ કર્યો

હિન્દી ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે જમ્મુ કાશ્મીર ના બંદીપોર જિલ્લાના ગુરેજ સેક્ટર માં પહોંચી સેના ના જવાનો નો ઉત્સાહ વધાર્યો. બૉલીવુડ અભિનેતા એ અચાનક પોતાના કાર્યક્રમ માં ફેરફાર કરી જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. જ્યાં તેમના પ્રશંસકો એ સ્વાગત કર્યું હતું. ત્યાં થી તેઓ ભારતીય સેના ના કેમ્પ માં એક કાર્યક્રમ માં હાજર રહ્યા હતા.જ્યાં જવાનો ની ફરમાઇશ પર તેમની સાથે ડાન્સ કર્યો હતો. અક્ષયકુમાર સમયે સમયે સેના ના જવાનો અને કેમ્પ ની મુલાકાત લેતા હોય છે. અને દર વર્ષે રાષ્ટ્રીય તહેવારો તેમની સાથે મનાવવાનો પ્રયત્ન કરતાં રહેશે.

Related Posts